આ વીડિયો મધ્યપ્રદેશના કટની જંક્શનનો છે
કેટલીયવાર આપણને હાલતા-ચાલતા એવા દ્રશ્યો જોવા મળી જાય છે, જે ખાસ્સા મજેદાર હોય છે. એ મજેદાર દ્રશ્યો પર આપણે તો હસીએ છીએ જ, આ સાથે જ બીજાને પણ હસવા માટે મજબૂર કરીએ છીએ. હવે જરા આ વીડિયો જ જોઈ લો. આ વીડિયો મધ્યપ્રદેશના કટની જંક્શનનો છે.
જ્યારે પ્લેટફોર્મ પર ટ્રેન આવી રહી હતી, તે સમયે એક ગાય રેલવે ટ્રેક પર આવી ગઈ. ડ્રાઇવરે મજદારી વાપરીને ટ્રેન ધીમી કરી દીધી. માહોલ એટલો મજેદાર થઈ ગયો કે ટ્રેનની સ્પીડ ગાયની સ્પીડ કરતા ઓછી થઈ ગઈ. આગળ આગળ ગાય જઈ રહી હતી અને પાછળ પાછળ ટ્રેન, ખરેખર આ દ્રશ્ય જોવા લાયક હતું.