Advertisement
Home >> Ajab-Gajab >> Na Hoy >> Bride Celebrates Divorce Ceremony

લગ્નના 27 વર્ષ પછી અંતે, હાશ હું મુક્ત થઈ…!

Agency | Jun 25, 2011, 16:50PM IST
 
 

ચીનની એક મહિલાએ પતિથી અલગ થયાની કરી ધામધૂમપૂર્વકની ઉજવણી

તે આ ડિવોર્સથી બહુ જ ખુશ છે અને તે પોતાની આગામી જિંદગી બાળકો સાથે હસીખુશીથી જીવવા માંગે છે


એક ચાઇનિઝ મહિલાએ તાજેતરમાં પોતાના અસંતુષ્ટ લગ્નજીવનની સમાપ્તિની ધામધૂમપૂર્વક ઉજવણી કરી. આ અનોખી સેરેમની તેણે ચાઇનાના શાંક્ષી પ્રાંતની એક હોટલમાં આપી હતી. યુઆન લી અને તેના 3 બાળકો હવે તેના મા-બાપના ઘરે રહેવા લાગ્યા છે. તેણે 28 વર્ષ પહેલા તેના પતિ સાથે ભાગીને લગ્ન કર્યા હતા.

તે જણાવે છે કે આ 28 વર્ષ તેણે બહુ જ મુશ્કેલીથી કાઢ્યા હતા. હવે યુઆન કોઈની સાથે ફરીથી લગ્ન કરવા માંગતી નથી. તે આ ડિવોર્સથી બહુ જ ખુશ છે અને તે પોતાની આગામી જિંદગી બાળકો સાથે હસીખુશીથી જીવવા માંગે છે.

યુઆન નથી ઈચ્છતી કે તેના બાળકો તેના પતિ સાથે કોઈ પણ પ્રકારના સંબંધો રાખે. આ માટે તેના બાળકો તૈયાર પણ થઈ ગયા છે. છૂટાછેડા થયા પછી યુઆને તેના લગ્નના બધા જ ફોટા સ્ટેજ ઉપર જ બાળી નાંખ્યા હતા. આ ઉપરાંત તેણે ગોલ્ડ ફિશ પણ પાણીની ટેંકમાં ફેંકી દીધી હતી.
 
 
 

Your Opinion
 
 
Code:
5 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment