કેદીઓને બલ્લે-બલ્લેઃ પુસ્તક વાંચો અને જેલની સજા ઘટાડો
Agency
| Aug 09, 2012, 15:30PM IST

- બ્રાઝિલે જેલોમાં ભીડ ઓછી કરવા, કેદીઓને પુસ્તકો વાંચવાનો પ્રસ્તાવ આપ્યો
- આ રીતે દરેક કેદી, પોતાની સજામાં પ્રતિ વર્ષ 48 દિવસ ઘટાડી શકશે
જેલમાં કેદીઓની સંખ્યાને ઓછી કરવા માટે, નિશ્ચિત સમય પહેલા તેઓને આઝાદ કરવાની તમામ યોજનાઓ ચલાવવામાં આવી રહીં છે. આ યોજના સ્વરૂપે બ્રાઝિલે, પોતાની જેલોમાં ભીડ ઓછી કરવા, કેદીઓને પુસ્તકો વાંચવાનો પ્રસ્તાવ આપ્યો છે.
આ અનોખો પ્રસ્તાવ માનીને જો કોઈ કેદી એક પુસ્તક વાંચી લે છે, તો તેની કુલ સજામાં ચાર દિવસ ઓછા કરી દેવાશે. આ પ્રકારે દરેક કેદીને વર્ષમાં 12 પુસ્તકો વાંચવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે.
આ રીતે દરેક કેદી, પોતાની સજામાં પ્રતિ વર્ષ 48 દિવસ ઘટાડી શકશે. શરૂઆતનાં ધોરણે આ યોજનાને ચાર કેન્દ્રીય જેલોમાં લાગૂ કરવામાં આવી છે.






