સૂર્યાસ્ત પછી આજ સુધી અહીંયા જે કોઈ પણ વ્યક્તિ રહી છે, તે જીવતી પાછી ફરી નથી
રાજસ્થાનના ભાનગઢ કિલ્લામાં ફરવા જતા પહેલા જ લોકોને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી આ કિલ્લામાં પ્રવેશ ન કરે નહીંતર અંદર તેમની સાથે કંઈ પણ ભયાનક બની શકે છે. એવુ કહેવામાં આવે છે કે આ કિલ્લામાં ભૂત-પ્રેતનો વાસ છે, ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા આ ખંડેરને સંરક્ષિત કરી દેવામાં આવ્યું છે.
રાજસ્થાનના ભાનગઢના આ કિલ્લા વિશે સ્થાનિક લોકો કહે છે કે રાતના સમયે આ કિલ્લામાંથી ભયાનક અવાજો આવે છે અને કહેવાય છે કે સૂર્યાસ્ત પછી આજ સુધી અહીંયા જે કોઈ પણ વ્યક્તિ રહી છે, તે જીવતી પાછી ફરી નથી. આ રહસ્ય હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે