- જુદી-જુદી તસવીરો હવે એકબીજાને ટક્કર આપશે
- સોની ફોટોગ્રાફી એવોર્ડની ફાઇનલ માટે તસવીરોની કરાઇ પસંદગી
આ વર્ષના સોની ફોટોગ્રાફી એવોર્ડની ફાઇનલમાં જનારી તસવીરોની પસંદગી કરી લેવાઇ છે. આ સ્પર્ધામાં બે વિભાગ હશે. એક અનુભવી ફોટોગ્રાફર્સ માટે અને બીજો સામાન્ય ફોટોગ્રાફર્સ માટે. મટિયા વક્કાની આ તસવીરને કળા અને સંસ્કૃતિ શ્રેણી માટે પસંદ કરાઇ છે. તેણે આ તસવીર સાર્ડીનાના બારબેજીયા વિસ્તારમાં લીધી હતી.
નિક રેડમેનની આ તસવીરને સ્માઇલ શ્રેણીમાં રખાઇ છે. તેણે આ તસવીર લંડનની અંડરગ્રાઉન્ડમાં ખેંચી હતી. સ્પ્લીટ સેકેન્ડ શ્રેણી માટે અલેસેન્ડ્રો ફાલ્કોની તસવીરને પસંદ કરાઇ છે. આ તસવીરને બાકી તસવીરો સાથે લંડનના સોમરસેટ હાઉસમાં પ્રદર્શિત કરાશે.
ટ્રાવેલની શ્રેણી માટે પસંદ કરાયેલી તસવીરોમાંની એક તસવીર પોલેન્ડના કર્જીસ્ટોફ બ્રોવ્કોએ ખેંચી છે. 26 એપ્રિલે યોજાનારા સમારંભમાં વિજેતાઓનું નામ જાહેર કરાશે.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.