આ પેઇન્ટિંગ બનાવતાં પહેલાં તેમણે કાગળ પર તેનો નકશો તૈયાર કર્યો હતો
પીટરને આ પેઇન્ટિંગ બનાવતાં છ દિવસનો સમય લાગ્યો હતો
રસ્તાઓ પર બનાવાયેલી તસવીરોમાં આવા મોટા મોડલ બહુ ઓછાં જોવા મળે છે. નેધરલેન્ડના પીટર વેસ્ટેરિન્ક અને તેની ટીમની આ કલાગીરી છે. આ થ્રીડી તસવીરોમાં તેમણે ટેરાકોટા આર્મી બનાવેલી છે.
આ ટીમનું પહેલાથી જ ગિનીઝ બુકમાં નામ દાખલ છે. આ પેઇન્ટિંગ બનાવતાં પહેલાં તેમણે કાગળ પર તેનો નકશો તૈયાર કર્યોહતો. ત્યાર બાદ કેટલાય કલાકોની મહેનત પછી ચોકથી તેની આઉટલાઇન બનાવી હતી. પછી આઉટલાઇન ઉપર સફેદ પેઇન્ટ લગાવવામાં આવ્યા છે.
ઘણી પ્રક્રિયા બાદ છેલ્લે બ્રશથી રંગ ભરવાનું કામ કરવામાં આવે છે. પીટરને આ પેઇન્ટિંગ બનાવતાં છ દિવસનો સમય લાગ્યો હતો.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે