આવો જાણીએ અબ્રાહમ લિંકનના એવા જ કેટલાંક યાદગાર વાક્યો
અબ્રાહમ લિંકન કોણ હતો, તેનાથી કોઈ અજાણ નથી. સારા રાજનેતાઓ હંમેશા લોકો પર પોતાની છાપ છોડી જતા હોય છે. ક્યારેક જીવનમાં એવા શબ્દો બોલી ગયા હોય છે કે તે આખી દુનિયા માટે યાદગીરી બની રહે. આવો જાણીએ અબ્રાહમ લિંકનના એવા જ કેટલાંક યાદગાર વાક્યો...
*હું હંમેશા તૈયાર રહીશ કારણ કે મને ખબર છે કે તક એક દિવસ ચોક્કસ મારી પાસે આવશે.
*લગ્ન એ સ્વર્ગ પણ નથી કે નર્ક પણ નથી, એ તો આત્મશુદ્ધિનું સ્થાન છે.
*હું ધીમો ચાલુ છું, પણ પાછળ ક્યારેય નથી ચાલતો.
*હું જ્યારે શત્રુને મિત્ર બનાવું છે, ત્યારે તેની સાથેની દુશ્મની કાયમ માટે ભૂલી જઉ છું.
*ભગવાન ચોક્કસ કોમન મેનને ચાહતો હોવો જોઇએ, એટલે જ તો તેણે આટલા બધા કોમન મેન બનાવ્યા છે.
*બધાને લાંબુ આયુષ્ય તો જીવવું છે, પણ કોઈને વૃદ્ધ નથી થવું.
*જો તમારે શાંતિ જોઇતી હોય તો પ્રસિદ્ધિનો મોહ છોડી દો.
*કોઈ પણ જગ્યાએ ઊભા રહેતા પહેલા એટલી ખાતરી કરી લેજો કે તમે બરાબર જગ્યાએ પગ મૂક્યો છે ને.
*મને ખબર છે કે કોઈ સ્ત્રી મને ક્યારેય નુકસાન નહીં પહોંચાડે, તોય જીવનમાં હું માત્ર સ્ત્રી પાત્રથી ડરુ છું.
*એક માત્ર મિત્ર જ એવી વ્યક્તિ છે, જેના અને તમારા શત્રુઓ સમાન હોય છે.