અમેરિકાના વાઈલ્ડ લાઈફ પાર્કમાં જન્મેલું એક વછેરું આજકાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઝેડોક નામના નવા જન્મેલા પ્રાણીની ખાસિયત એ છે કે તેની માતા ગધેડી છે, અને તેનો પિતા ઝિબ્રા છે. બંનેના સંયોજન દ્વારા જન્મેલા બચ્ચાને ‘ઝેડોક’નું નામ આપવામાં આવ્યું છે.
નવા જન્મેલા બચ્ચાની વિશેષતા એ છે કે તેના શરીરના ઉપરનો ભાગ ગધેડા જેવો છે જ્યારે પગનો ભાગ ઝિબ્રા જેવો છે. નોર્થ જ્યોર્જિયા ખાતે આવેલા વાઈલ્ડ લાઈફ પાર્કના સ્થાપક સી.ડબલ્યૂ વાથેને જણાવ્યું હતું કે નવા જન્મેલા વછેરામાં ઝિબ્રાના લક્ષણો વધારે જોવા મળે છે.
વાથેનના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે ગધેડા અને ઝિબ્રાનું મેટિંગ કરવું મશ્કેલ છે. પરંતુ અમે આ શક્ય બનાવ્યું હતું.