Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Ajab-Gajab1 >> World
 

વિશ્વના સૌથી મોંઘા પુસ્તકનું લિલામ થશે

 
Source: Agency, London   |   Last Updated 12:30 AM [IST](10/09/2010)
 
 
 
 
 
વિલિયમ શેક્સપિયરના ‘ફર્સ્ટ ફોલિયો’ અને રાણી એલિઝાબેથ પ્રથમે લખેલા અંગત પત્રોની સાથેસાથે ‘બર્ડઝ ઓફ અમેરિકા’ની જોન જેમ્સ ઓડુબોનની આવૃત્તિનું પણ લિલામ થશે.

એક દાયકા પહેલાં જેમ્સના પુસ્તક ‘બર્ડઝ ઓફ અમેરિકા’ના વિશ્વવિક્રમી ૮.૮ મિલિયન ડોલર (૫.૭ મિલિયન પાઉન્ડ) ઊપજયા હતા. ૫૫ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા સંગ્રાહક લોર્ડ હેસ્કેથના સંગ્રહમાંનાં સંખ્યાબંધ પુસ્તકો, હસ્તપ્રતો અને પત્રોની સાથે દુર્લભ અને કીમતી વસ્તુઓનું લિલામ કરવામાં આવશે.

જેમ્સની સારી રીતે સાચવવામાં આવેલી નકલમાં અમેરિકન પક્ષી જીવનના લાઇફ-સાઇઝ પેઇન્ટિંગ્ઝ છે અને તેનું મૂલ્ય ૪થી ૬ મિલિયન પાઉન્ડ આંકવામાં આવે છે. ૧૬૨૩માં પ્રકાશિત શેક્સપિયરના ‘ફર્સ્ટ ફોલિયો’ની નકલનું મૂલ્ય ૧થી ૧.૫ મિલિયન પાઉન્ડ અંદાજવામાં આવ્યું છે. રાણી એલિઝાબેથ પ્રથમે રાલ્ફ સેડલરને લખેલા પત્રોનો પણ લિલામમાં સમાવેશ કરાયો છે. રાલ્ફ બાદમાં રાણીની ઓરમાન બહેન મેરી ક્વીન ઓફ સ્કોટસના જેલર બન્યા હતાં. આ બધી વસ્તુઓનું ૭ ડિસેમ્બરે લિલામ થશે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.