બ્રિટનની ઓફિસમાં આજકાલ મહિલાઓને મિની સ્કર્ટ પહેરવાની મનાઈ ફરમાવવામાં આવી રહી છે. તેમજ મહિલાઓને ઓફિસ કલ્ચરને શોભે તેવા કપડા પહેરીને આવવાનું કહેવામાં આવી રહ્યું છે.
ડેઈલી મેઈલના જણાવ્યા પ્રમાણે સાઉથેમ્પટ સીટી કાઉન્સિલની ચિલ્ડ્રન સર્વિસ ડિપાર્ટમેન્ટના 400 જેટલા કર્મચારીઓને એક પરિપત્ર પાઠવીને પોતાના કામને અનુરૂપ કપડા પહેવાની સલાહ આપવામાં આવી છે.
પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે મહિલાઓ મિની સ્કર્ટ પહેરીને આવશે તેને ફરીથી ઘરે મોકલવામાં આવશે. તેમજ પુરુષોને પોલો શર્ટ અને કોટન ટ્રાઉઝર પહેરીને આવવાની સલાહ આપવામાં આવી છે.
પત્રમાં વધારેમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ પણ ટ્રાઉઝર, ફોર્મલ ડ્રેસ તેમજ યોગ્ય લંબાઈ સાથેના સ્કર્ટ પહેરી શકે છે. પરંતુ મિની સ્કર્ટ પહેરીને આવતી મહિલા કર્મચારીઓને ઘરે મોકલવામાં આવશે.