ઈટાલીના ફ્લોરેન્સ શહેરમાં એક ચોર પર્સની ચોરી કરીને ભાગી રહ્યો હતો. ભાગતા ભાગતા તે એક મકાનમાં જઈને છૂપાઈ ગયો હતો. ચોરને એવું હતું કે પોસ્ટ ઓફિસમાં લોકોની ભીડની વચ્ચે તે પોતાની જાતને પોલીસથી આસાનીથી છૂપાવી શકશે. પરંતુ એ ચોરની કિસ્મત એટલી ખરાબ હતી કે તે જેને પોસ્ટ ઓફિસ સમજીને અંદર ઘૂસ્યો હતો તે ખરેખર એક પોલીસ સ્ટેશન હતું!
બિચારો ચોર ઈચ્છવા છતાં ત્યાંથી ભાગી શક્યો ન હતો. કારણ કે તેણે જે મહિલાનું પર્સ ચોરી લીધું હતું તે પણ તેની પાછળ પાછળ પોલીસ સ્ટેશનમાં આવી પહોંચી હતી. આખરે ચોરે પોલીસ સામે હાર માનવી પડી હતી. પોલીસ મથક પર હાજર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ચોરને જોઈને એક કોમેડી ફિલ્મ ‘આઈ સોલિટી ઈગનોટી’ યાદ આવી ગઈ હતી.
મારસીલો મેસ્ટ્રોઈયાનીની આ ફિલ્મની વાર્તા કંઈક આવા જ ચોરની આસપાસ ફર્યા કરે છે, જે સરકારી દુકાનમાંથી ચોરી કર્યા બાદ આવી જ રીતે પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે.