તમને ઘણીવાર એવુ જોવા મળ્યુ હશે કે નેટવર્ક જતા રહ્યાં પછી તમે તમારા મોબાઇલથી ના તો કોઈ કૉલ કરી શકો છો, કે ના તો કોઈ કૉલ તમારા મોબાઇલ સુધી પહોંચતો. પરંતુ હવે આવી સમસ્યાનું નિરાકરણ પણ આપણી સામે આવી ગયુ છે.જાણીતી કંપની જેસીબી એ એક એવો મોબાઇલ બજારમાં ઉતાર્યો છે, જેમાં ઇનબિલ્ટ રેડિઓ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. જેની મદદથી તમે મોબાઇલના આઉટ ઑફ કવરેઝ થયા તેમ છત્તા પણ સ્થાનિક વિસ્તારમો કોઈ પણ જેસીબી ફોન હોલ્ડર સાથે સરળતાથી વાત કરી શકો છો. આ મોબાઇલનું નામ છે, 'જેસબી ટફ ફોન સાઇટ માસ્ટર'. આ ફોનનો રેડિઓ સિસ્ટમ, સિમ કાર્ડ વગર કામ કરી શકે છે.
આ ઉપરાંત મોબાઇલ ખાસ્સી બધી સુવિધાઓ આપવામાં આવી છે, આવો તેમાં પણ એક નજર દોડાવીએ. આ મોબાઇલ સંપુર્ણ રીતે વોટરપ્રૂફ છે. જો આ ફોનને પાણીમાં નાખી દેવામાં આવે તો પણ મોબાઇલ યથાવત સ્વરૂપે ચાલૂ રહેશે. સાથે સાથે આ મોબાઇલ સંપૂર્ણ રીતે ડસ્ટપ્રૂફ પણ છે. જેના પરિણામે તેની ઉપર ધૂળ માટીની પણ કોઈ જ અસર નથી થતી. આ ઉપરાંત આ મોબાઇલને બે મીટર ઉંચાઈથી પણ પછાડવામાં આવે તો પણ આ મોબાઇલને કોઈ જ અસર નહીં થાય. આટલુ જ નહીં આ મોબાઇલને તમારી કાર કે બાઇકની નીચે રાખી દેવામાં આવે અને તેની ઉપરથી વ્હિકલ પસાર થાય તો પણ આ મોબાઇલને નુકસાન નહીં થાય.
આ ઉપરાંત આ મોબાઇલમાં ડ્યૂઅલ સિમ ફીચર અને 2 મેગાપિક્સલ કેમેરો પણ લગાવામાં આવ્યો છે. વાચક મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે આ મોબાઇલ 2 જી નેટવર્ક ઉપર કાર્ય કરે છે, પણ તેમાં અત્યારે 3જી સર્વિસ નથી આપવામાં આવી. આ મોબાઇલની કિંમત છે 110 પાઉન્ડ એટલે કે 8 હજાર રૂપિયા આસપાસ છે. આ મોબાઇલ બ્રિટનમાં લૉન્ચ કરી દેવામાં આવ્યો છે, અને ભારતીય બજારમાં પણ તેને ટૂંક સમયમાં પ્રસ્તુત થવાની સંભાવના છે. ભારતીય બજારમાં આ મોબાઇલની કિંમત થોડી વધારે રાખવામાં આવશે.
*