તાઈવાનની એક પ્રાથમિક સ્કૂલની શિક્ષિકાને પોતાના વિદ્યાર્થી સાથે સેક્સ સંબંધ રાખવા બદલ જેલની સજા ફટકારવામાં આવી છે. 36 વર્ષીય લ્યૂ હસીઆઓને સોમવારે તાઈપેઈ શીલીન ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આઠ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.
લગ્ન નહીં કરનાર શિક્ષિકા પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે ફેબ્રુઆરી અને એપ્રિલ દરમિયાન સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સાથે અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતાં. તાઈપેઈ શહેરની જીંગ ઝીંગ ઈલેમેન્ટ્રી સ્કૂલની ભૂતપૂર્વ શિક્ષિકાએ જણાવ્યું હતું કે, હું વિદ્યાર્થીના પ્રેમમાં છું, તેમજ તેને છોડવા કરતા હું જેલમાં જવાનું પસંદ કરીશ.
જૂલાઈ માસમાં શિક્ષિકાનું તેના વિદ્યાર્થી સાથેના પ્રેમ પ્રકરણનો પર્દાફાશ થયા બાદ તેને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી. કોર્ટના જણાવ્યા પ્રમાણે મહિલા શિક્ષિકા અને કિશોર સૌપ્રથમ વખત બેડમિન્ટન રમાવ માટે મળ્યા હતાં. બંનેએ મહિનાના અંત સુધીમાં એક બીજાને ડેટિંગ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. તેમજ બંને એક બીજાને ‘બોયફ્રેન્ડ’ અને ‘ગર્લફ્રેન્ડ’ તરીકે ઓળખાવતા હતાં.
ફેબ્રુઆરી 8ના રોજ મહિલા શિક્ષિકાએ કિશોરને પોતાના ઘરે બેડમિન્ટન રમવા માટે બોલાવ્યો હતો. તેમજ તેને તેની સાથે સેક્સ કરવાની ઓફર કરી હતી. કોર્ટના જણાવ્યા પ્રમાણે બંનેએ શિક્ષિકાના ઘરે આઠ વખત શારીરિક સંબંધો બાંધ્યા હતાં.
એપ્રિલ મહિનામાં કિશોરની માતાને તેના વિચિત્ર વર્તન અંગે ખ્યાલ આવ્યો હતો. આ ઉપરાંત તેણે પોતના પુત્ર અને એક મહિલાના વાંધાજનક ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતાં. ત્યાર બાદ મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે શિક્ષિકાની ધરપકડ કરી હતી તેમજ તેની પાસેથી તેના અને કિશોરના વાંધાજનક 30 જેટલા ફોટોગ્રાફ્સ પણ જપ્ત કર્યા હતાં.