સાઉદી અરેબિયામાં એક વ્યક્તિએ પવિત્ર રમઝાન માસ પુરો થયાના એક દિવસ પહેલા પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા હતાં. તલાક આપતા પહેલા આ વ્યક્તિએ તેની પત્નીને ઢોર માર માર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાઉદી અરેબિયામાં રમઝાન માસ દરમિયાન રોઝા રાખવામાં આવી રહ્યા છે.
દિવસભર ભૂખ્યા રહ્યા બાદ સાંજે રોઝા ખોલવામાં આવે છે. સાંજે લોકો અનેક પ્રકારના પકવાનો ખાવાનું પસંદ કરે છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે એક વ્યક્તિએ પોતાની પત્નીને સમોસા બનાવવાનું કહ્યું હતું. વ્યક્તિની પત્નીએ સમોસા બનાવ્યા હતાં પરંતુ તેમાં માંસની બદલે પનીર નાખી દીધું હતું.
આટલી વાતમાં વ્યક્તિ ગુસ્સે થઈ ગયો હતો અને તેની પત્નીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં તેણે પત્નીને એજ સમયે તલાક આપી દીધા હતાં. રિયાધમાં રહેતા આ વ્યક્તિએ ઈફ્તાર માટે પોતાની પત્નીને મીટ સમોસા બનાવવાનું કહ્યું હતું.