લાસ વેગાસની એમજીએમ ગ્રાન્ટ હોટલ ખાતે પ્રદર્શન માટે રાખવામાં આવેલા સિહે તાજેતરમાં તેના ટ્રેનર પર હુમલો કર્યો હતો. ગૂગલની વીડિયો શેરિંગ વેબસાઈટ પર મૂકવામાં આવેલો આ વીડિયો પહેલી સપ્ટેમ્બરના રોજ શૂટ કરવામાં આવ્યો હતો. અહીં પ્રદર્શન માટે રાખવામાં આવેલા બે સિંહ અને સિંહણમાંથી સિંહ અચાનક તેના ટ્રેનર પર હુમલો કરે છે.
સિંહના હુમલા બાદ વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને ટાંકા આવ્યા હતાં. હનીમૂન માટે હોટલ ખાતે આવી પહોંચેલા એક યુગલે પોતાના કેમેરામાં આ દ્રશ્ય કેદ કર્યું હતું.
ઘટનાનું વર્ણન કરતા એલીસે જણાવ્યું હતું કે અમને અપેક્ષા ન હતી કે કંઈક આવું બનશે. આ બધું અચાનક બની ગયું હતું. ટ્રેનર જ્યારે એક તરફ ઉભો હતો ત્યારે સિંહે અચાનક તેના પર વાર કર્યો હતો. જો કે સિંહનો આ કોઈ નકલી કૂદકો ન હતો. તે સાચે જ તેના ટ્રેનર પર તૂટી પડ્યો હતો. જો કે અહીં હાજર બીજા ટ્રેનરની સતર્કતાને કારણે તે બચી ગયો હતો.
*


