અમેરિકાના ઈન્ડિયાનાપોલીસ શહેરમાં એક ચાર વર્ષીય બાળકે એક ત્રણ વર્ષની બાળકીને ગોળી મારી હતી. બાળકે રસોડામાં પડેલી પિસ્તોલ લઈને પોતાના પિતાની ગર્લફ્રેન્ડની બાળકીની ગોળી મારી હતી જેના કારણે તેનું મોત થઈ ગયું હતું.
પોલીસ અધિકારી જેફ ડુહામેલે જણાવ્યું હતું કે બાળકે બાળકીના માથાને નિશાન પર રાખીને ગોળી ચલાવી હતી. સ્થાનિક વર્તમાનપત્ર એડીલેડ નાઉના જણાવ્યા પ્રમાણે બાળકીની 26 વર્ષીય માતા ફિયોના લી ઘટના સમયે ઘરમાં જ હાજર હતી. લીની બાળકો પ્રત્યે બેદરકારી રાખવા બદલ તેમજ માદક પદાર્થ રાખવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
અધિકારિઓને મહિલાના ઘરમાંથી કોકેઈન અને ગાંજો પણ મળ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકનો પિતા કાર્ટિસ વ્હાઈટ ઘટના બાદ ફરાર થઈ ગયો છે. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પિસ્તોલ વ્હાઈટની હતી કે લીની તે અંગે કંઈ જાણવા મળ્યું નથી.