ઘરોની સુંદરતા માટે એક્વેરિયમમાં રાખવામાં આવતી ગોલ્ડફિશ સામાન્ય રીતે ત્રણથી પાંચ ઈંચ લાંબી હોય છે. પરંતુ જો તમને 13 કિલો વજન ધરાવતી અને ચારથી પાંચ ફૂટ લાંબી ગોલ્ડફિશ મળે તો તેને ક્યાં રાખશો?
વિચારમાં પડી ગયા ને? દક્ષિણ ફ્રાંસની એક ખાડીમાંથી કંઈક આવી જ ગોલ્ડ ફિશ મળી છે. આ ગોલ્ડ ફિશનું વજન ત્રણ વર્ષના સ્વસ્થ બાળક જેટલું છે. આ ફિશને અત્યાર સુધી પકડવામાં આવેલી દુનિયાની સૌથી મોટી ગોલ્ડફિશ કહેવામાં આવી રહી છે.
*