બ્રિટનમાં એક જાડી ઉરાંગઉટાનનું વજન તેના કુદરતી વજન કરતાં બમણું હોવાથી તેને ડાયેટિંગ પર રાખવામાં આવી છે અને તેને રોજ માત્ર એક બાઉલ ભરીને શાકભાજી તથા ફળો ખવડાવવામાં આવે છે.
દક્ષિણ આફ્રિકામાં પાળેલા પ્રાણી તરીકે તેણે ૧૩ વર્ષ સુધી મીઠાઇઓ, જેલી અને માર્શમેલોઝ ખાતાં તેનું વજન વધી ગયું હતું. અત્યારે આ માદા ઉરાંગઉટાનનું વજન ૧૦૦ કિલો છે અને તેને વેરહામ, ડોરસેટમાંના બચાવ કેન્દ્ર ‘મન્કી વર્લ્ડ’માં ચુસ્ત આહાર પર રાખવામાં આવી છે.
સેન્ટરના ડિરેક્ટર ડૉ. એલિસન ક્રોનિને બ્રિટનના એક અખબારને જણાવ્યું હતું કે ઉરાંગઉટાનને વધુ યોગ્ય વજને પહોંચતાં હજુ થોડા મહિના લાગશે.