યુવતીઓના લગ્નમાં લોકો તરફથી તમામ પ્રકારની મદદ કરવામાં આવતી હોવાનું સાંભળ્યું હશે. પરંતુ બિહારના એક ગામમાં કંઈક એવો રિવાજ છે જ્યાં દુલ્હનની ડોલી ઉઠતાની સાથે ટેક્સ માગવામાં આવે છે. લોકો તેને રંગદારી કહે છે. જો રંગદારી ચૂકવ્યા વગર લગ્ન કરવામાં આવે તો સંબંધિત પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ જાય છે.
કટિહાર જિલ્લાથી આશરે 30 કિલોમિટર દૂર મનિહારી પોલીસ મથક હેઠળ આવતા ચિમૂરતલા ગામના લોકોએ યુવતીઓના લગ્ન વખતે અમુક રમક ચૂકવવી પડે છે. આ ગામમાંથી કોઈની જાન આવે અથવા બહાર જાય ત્યારે તેમણે રંગદારી ચૂકવવી પડે છે. અહીંના લોકો તેને ‘ડોલી ટેક્સ’ કહે છે.
મહિયારપુર ગ્રામ પંચાયત હેઠળના આ ગામમાં એક પરિવારને 14 જૂલાઈના રોજ ડોલી ટેક્સ ન ચૂકવવાની સજા ભોગવવી પડી હતી. ગામની પુતુલ નામની યુવતીના લગ્ન થયા ત્યારે તેનું પરિવાર રંગદારીની રમક ચૂકવી શકી ન હતી. જેના કારણે રંગદારોએ યુવતીના ઘરે ગોળીબાર કર્યો હતો. જેના કારણે તેની નાનીનું મોત થઈ ગયું હતું.
પુતુલની માતાના જણાવ્યા પ્રમામે રંગદારી વસૂલ કરતા લોકોએ અમારી પાસેથી 2000, મુરતીયા પાસેથી 5000 રૂપિયા તેમજ દારૂ અને મુરઘી માટે પૈસા માંગી હતી. અમે ગરીબ હોવાથી આટલી રકમ ચૂકવી શક્યા ન હતાં. જેના કારણે એ લોકોએ ઘરમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો.
પુતુનની માતાના જણાવ્યા પ્રમાણે તેણે પોલીસમાં આ અંગે ફરિયાદ પણ દાખલ કરાવી છે, પરંતુ પોલીસે હજુ સુધી કોઈ પગલા ભર્યા નથી.