18 મહિનાના એક બાળકનો ટેબલ ટેનિસ રમતો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં સાડા 6,30,000 કરતા વધુ લોકો નિહાળી ચૂક્યા છે. જેમી મિસ્કોવા બુડેલ હજૂ સુધી બોલતા શીખ્યો નથી. છતાં આ ટાબરિયો ઘાતક ફોરહેન્ડ મારે છે.
-મિસ્કોવા બુડેલ હજૂ સુધી બોલતા શીખ્યો નથી
-ટાબરિયો ઘાતક ફોરહેન્ડ મારે છે
-જેમી હંમેશા તેનું ટેનિસ બેટ સાથે લઈને ફરે છે
કેવીનનો પરિવાર બ્રિટનના પ્લાય માઉથમાં રહે છે. જ્યા ઈન્ટરનેટ પર વીડિયો અપલોડ થયા બાદ અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા કેવીન સમક્ષ અનુરોધ કરવામાં આવી રહ્યાં છે અને એલન ડિજેંરોસ પણ તેને ટોક શોમાં સામેલ કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે. 45 વર્ષીય કેવિનના કહેવા પ્રમાણે, જેમીએ તેની જાતે જ ટેબલ ટેનિસ રમવા તરફ આગળ વધ્યો હતો. તે બોલ સાથે રમવા લાગ્યો હતો અને ટેબલ ટેનિસની બોલને જોરદાર હિટ કરી હતી.
જેમી હંમેશા તેનું ટેનિસ બેટ સાથે લઈને ફરે છે. રૂમ અને ડાઈનિંગ રૂમ વચ્ચે એક બોલ રાખવામાં આવ્યો છે. જેને તે દરેક વખતે હિટ કરે છે. તેને ટેબલ પર બેસવા દેવામાં આવે તો તે બોલને પરત મોકલે છે, તેની મુવમેન્ટ અને આંખો વચ્ચેનો સમન્વય ગજબનાક છે.
હાલ કેવિન બુડેલ કાર ભાડે આપતી કંપની ચલાવે છે. તેઓ ખુદ પૂર્વ ટેબલટેનિસ સ્ટાર છે અને જ્યારે તેમની પત્ની મર્કેટા મિસ્કોવા પણ ટેબલ ટેનિસ રમે છે. મર્કેટા ચેક ગણરાજ્યની છે. અને જેમીનો તેમના પરિવારજનોને વીડિયો મોકલવા માંગતી હતી. આથી જ તેમણે જેમીનો ટેબલ ટેનિસ રમતો વીડિયો અપલોડ કર્યો હતો. જેથી માતા-પિતા ઘરે બેઠા તેમના દોહિત્રાને જોઈ શકે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.