મહારાષ્ટ્રની સરકાર દ્વારા 26-11ના આતંકવાદી હુમલામાં જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબની સુરક્ષા પાછળ દૈનિક R 8.5 લાખનો ખર્ચ કરવામાં આવે છે. આર્થર રોડ જેલની અંડા સેલમાં રહેલા કસાબની સુરક્ષા પાછળ કુલ R 31 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
જે રીતે બિલ્ડરોએ પચાવેલી જમીનોનાં બાંધકામને સરકાર કાયદાનું રક્ષણ પુરું પાડે છે, એ જ રીતે શું આ ઐતિહાસિક શહેરને વધુ સુંદરતા બક્ષવા જેમને શહેરની બહાર ધકેલાયા છે તેમની ફરિયાદો પણ સરકારના બહેરા કાને અથડાશે ખરી?
તેનો ચહેરો તેના સીદી હોવાની ચાડી ખાતો હતો. અમને જોતાં જ તે ડૂસકાં ભરતાં બોલવા લાગી, ‘હું લોકોના ઘરે કામ કરવા ગઈ હતી. તેઓ પહેલેથી જાણ કર્યા વગર આવ્યા અને મારા ઘરમાં જે કંઈ હતું તેને તોડીફોડી નાખ્યું. તેમના માટે એ એક ઝુંપડી હશે પરંતુ મારા માટે તો તે એક ઘર હતું. હવે મારે ક્યાં જવું? શું તેમની કચેરીએ? તેઓ મારા પર થૂંક્યા પણ હતા.’
થોડા દિવસો અગાઉ સદ્ભાવના ઉપવાસ વખતે અમે જ્યાં ગરીબ લોકોને ખાવાનું પીરસ્યું હતું એ મચ્છરોથી ઘેરાયેલી ઝૂંપડપટ્ટીમાંં હું ઊભી હતી. એ વખતે પણ તેમની ફરિયાદ હતી કે તેમને કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. ગટરલાઈન કે પાણી કંઈ પણ નહીં. અહીંના લોકો જ્યારે ચિક્કાર દારૂ પીધેલો હોય ત્યારે તેમના ઝુંપડા પર આવીને પેશાબ પણ કરતા હતા.
અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશને આ ઝૂંપડપટ્ટીની આજુબાજુમાં આવેલી તમામ મ્યુનિસપિલ શાળાઓને તાળાં મારી દીધાં અને પરિણામે તેમનાં બાળકો શિક્ષણ વગરનાં રહી ગયાં છે. એ વખતે તેમનાં ઝૂંપડાં તોડી પાડવાની ધમકી આપવામાં આવી હતી પરંતુ હાઈકોર્ટના આદેશને પગલે તેમને નદી કિનારે આશરો અપાયો હતો, પરંતુ આજે તેઓ તેમનાં જ ઝૂંપડાંના કાટમાળની વચ્ચે ઊભા છે અને તેમને જે ભય હતો તે હકીકત બની ગઈ છે. બુલડોઝર આવ્યું અને તેમના ઘરોને જમીનદોસ્ત કરી નાખ્યા.
‘તેમણે અમારા હાથમાં એક પણ વસ્તુ આવે એવું કશું રાખ્યું નથી. હું મારી ઘરવખરી અને બાળકોને બચાવી શકી હોત કે નહીં?’ ‘અમને અમારા આધારથી અલગ કરી દેવાયા છે. એક અધિકારીઓએ અમારા કાગળ લીધા અને બોલ્યો, અમે તમારા સંપર્કમાં રહીશું. ત્યાર બાદ તેણે અમારાં કાગળીયાં કચરામાં નાખી દીધાં. બીજા અધિકારીએ અમે એક બીજી ઓફિસમાં સંપર્ક સાધવા જણાવ્યું. અમે કંઈક જવાબ મળવાની આશા સાથે રોજના પચાસથી પંચોતેર રૂપિયા ખર્ચીને ઘેરી નિરાશા સાથે આ કચેરીથી પેલી કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છીએ. હવે જો અમે આ રીતે રોજ પૈસા ખર્ચીશું તો પછી ખાઈશું શું?’
દબાણની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ખાનપુરની એક મુસ્લિમ યુવતી પ્રસૂતિ માટે ગઈ હતી. ઘરને તાળું મારીને તે અને તેનો પતિ હોસ્પિટલમાં હતા. તેના જીવનભરની બચત અને ઘરના સામાનને બુલડોઝર નીચે કચડી નાખવાના સમાચાર તેની સાસુ પાસેથી તેને સાંભળવા મળ્યા હતા. કાળા પ્લાસ્ટિક પર ઊંઘી રહેલા બે નાનાં ભૂલકાં પાસે ઊભેલી રશીદાએ જણાવ્યું કે, ‘તેઓ એમ કહેતા હતા કે મને નોટિસ આપવામાં આવી છે. શું મને નોટિસ મળી હોત તો હું અહીં આ રીતે રસ્તે રઝળતી હોત?’
થોડા અઠવાડિયા અગાઉ મચ્છરોથી ભરેલા પીપલજ ગામમાં છોડી મુકાયા પહેલા દીપકભાઈ ગાયકવાડ છેલ્લા પાંત્રીસ વર્ષથી નદી કિનારે રહેતા હતા. અહીં કોઈ પણ જાતની સુવિધા નથી. અહીં ઊભા રહેતા ગુજરાતમાં જે માળખાકીય સુવિધાઓ ઊભી કર્યાનો દાવો કરવામાં આવે છે એવું કશું દેખાતું નથી. અંધારું થતાં જ મહિલાઓ ભયના ઓથાર હેઠળ આવી જાય છે. કોઈ પણ જાતની પ્રવૃત્તિ કે શાળાની સુવિધા ન હોવાને કારણે બાળકો રખડુ થઈ ગયાં છે. ગુજરાન માટે જેટલું કમાઈએ છે એ તો આવવા-જવાના ભાડામાં જ ખર્ચાઈ જાય છે, ખાવા-પીવા માટે તો કશું બચતું જ નથી.
પીપલજ તો એક દુ:સ્વપ્ન જેવું ગામ છે. અહીં બગાઈઓ અને સાપ છે, ક્યારેક શિયાળ પણ આવી ચડે છે અને જંગલી કૂતરાંનો ભય તો ખરો જ. નદીકિનારેથી જેમને અહીં ખસેડવામાં આવ્યાં છે તેમાંનાં મોટાભાગના લોકો પેડલરિક્ષા ચલાવે છે, આથી તેમને આટલે દૂરથી પેડલરિક્ષા ચલાવીને કામ માટે શહેરમાં જવું પડે છે. જો તેઓ રોજના સો રૂપિયાની કમાણી ન કરે તો તેમને ભૂખ્યા રહેવાનો વારો આવે એમ છે. ઘણી બધી મહિલાઓ વિધવા છે. અહીં તેઓ તેમનાં બાળકોને એકલાં મૂકીને કમાવા માટે જઈ શકે એમ નથી. તેઓ નિરાશાથી ભરેલી આંખો સાથે અમારી સામે એકીટસે જોઈ રહ્યા હતા.
શું સરકારે આ લોકોને તેમની મૂળ જગ્યાએથી ખસેડવાની સાથે જ તેમને આપવાની સુવિધાઓની જવાબદારી પણ છોડી દીધી છે? મકાન, પૈસા અને સ્કૂલ આપવાનાં વચનો ક્યાં ગયા?
દેશના બીજા ભાગોમાં જેમ થાય છે એ રીતે કેટલાક એનજીઓ આ પરિસ્થિતિને સાનુકૂળ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જેટલા લોકોને ખાવાનું પહોંચાડી શકાય તેમને આપે છે, બાળકો માટે કેટલીક પ્રવૃત્તિઓ શરૂ કરી છે, મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. આ બધું પણ માત્ર થોડા સમય સુધી જ ચાલશે તેની ખાતરી છે. જે રીતે અસંખ્ય બિલ્ડરોએ પચાવી પાડેલી જમીનો પર ઊભાં કરેલા નબળાં બાંધકામને સરકાર કાયદાનું રક્ષણ પુરું પાડે છે, એ જ રીતે શું આ ઐતિહાસિક શહેરને વધુ સુંદરતા બક્ષવા માટે જેમને શહેરની બહાર ધકેલી દેવાયા છે તેમની ફરિયાદો પણ સરકારના બહેરા કાને અથડાશે ખરી?
તેમને માટે ઝૂંપડી હશે, અમારા માટે તો ઘર હતું
શું સરકારે આ લોકોને તેમની મૂળ જગ્યાએથી ખસેડવાની સાથે જ તેમને આપવાની સુવિધાઓની જવાબદારી પણ છોડી દીધી છે? મકાન, પૈસા અને સ્કૂલ આપવાનાં વચનો ક્યાં ગયા?
મલ્લિકા સારાભાઈ, લેખિકા પ્રતિષ્ઠિત અભિનેત્રી અને એક્ટિવિસ્ટ છે.