Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Sharvan Garg
 

વિશેષ ટિપ્પણી : આ ક્ષણની જ દેશને પ્રતીક્ષા હતી

 
Source: Shravan Garg   |   Last Updated 2:36 AM [IST](28/08/2011)
 
 
 
 
 
વિશેષ ટિપ્પણી : આ ક્ષણની જ દેશને પ્રતીક્ષા હતી

વિક્રમ સંવત ૨૦૬૭ના ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની તેરસે કે પછી એકવીસમી સદીના વર્ષ ૨૦૧૧ની ૨૭ ઓગસ્ટ અને શનિવારે ભારત વર્ષના ઈતિહાસનો એક અપ્રતિમ ઈતિહાસ બનીને એક્સો વીસ કરોડ નાગરિકોના હ્રદય પર અંકિત થઈ ગયો. આ અધ્યાયમાં લખવામાં આવશે કે તે દિવસે દિલ્હીના રામલીલા મેદાનમાં ૧૨ દિવસથી ઉપવાસ પર બેઠેલા ૭૪ વર્ષના કશિન બાબુરાવ હજારે ઉર્ફે અણ્ણા નામના એક પ્રામાણિક સેવકની નૈતિક તાકાતનું સન્માન કરતા દેશની સર્વોચ્ચ સંસ્થા સંસદે પોતાના નિર્ણયમાં જનતાની સીધી ભાગીદારીને હંમેશા હંમેશા માટે સુનિશ્વિત કરી દીધી અને એ રીતે દેશની નબળામાં નબળી સડક અને પગદંડી પણ ભારત રાષ્ટ્રની સૌથી મજબૂત ઈમારત સાથે જોડાઈ ગઈ.

રાષ્ટ્રજીવનનો આ અદભુત, અદ્રિતીય અને ઐતિહાસિક દિવસ હતો કે જ્યારે મહાત્મા ગાંધી અને જયપ્રકાશ નારાયણ પછી એક નિ:શસ્ત્ર નાગરિકે અહિંસાના માર્ગ પર ચાલતાં તે ક્રાંતિકારી પરવિર્તનને અંજામ આપ્યો કે જેની વિશ્વના અન્ય હિસ્સામાં ક્યાંય કલ્પના પણ ના થઈ શકે. શું કદી કોઈ વિચારી પણ શક્યું હોત કે સંસદનો એજન્ડા જનપ્રતિનિધિની સંખ્યા અને પક્ષોની તાકાત નહીં પણ જનતાની તાકાત નક્કી કરશે.

આ આંદોલન મારફતે સરકાર અને વિરોધપક્ષનો એક નવો ચહેરો દેશને પ્રાપ્ત થયો છે જે કાંઈ નાનીસૂની ઉપલબ્ધિ નથી. આપણે આશા રાખી શકીશું કે આપણા શાસક અને રાજકીય પક્ષોના સૂત્રધારો હવે જનતાની સાથે તેના માલિકની જેમને બદલે સેવકની જેમ વ્યવહાર કરવા લાગશે. જે સંસદની અવગણનાનો ખોફ બતાવીને જનતાની તાકાતને નબળી કરવા પ્રયાસ થઈ રહ્યો હતો એ જ સંસદ પોતાના સભ્યો દ્વારા અણ્ણાના પ્રસ્તાવો પર પાટલીઓ થપથપાવીને સર્વસહમતીથી મંજુરી આપ્યા પછી પહેલાં કરતાં વધુ શક્તિશાળી રૂપમાં બહાર આવી છે. પોતાના પ્રતિનિધિઓ ઉપર જનતાનો વિશ્વાસ પણ વધ્યો જ છે.

સત્તાના આ અહિંસક અને શાંતિપૂર્ણ હસ્તાંતરણની ગૂંજ હવે દૂર દૂર સુધી સંભળાશે. આપણા પાડોશી દેશો અને વિશ્વના બીજા દેશોની જનતાને હવે તાકાત મળશે કે સત્તામાં જનતાની ભાગીદારીને સુનિશ્વિત કરતો એ રસ્તો હજી ગુમ નથી થઈ ગયો કે જેને ગાંધીએ શોધી કાઢ્યો હતો. શરત માત્ર એટલી જ છે કે પરિવર્તનનું નેતૃત્વ કરનારની આંખોમાં બિનપ્રમાણિકતાનું કાજલ નહીં પણ પ્રામાણિકતાનું સાહસ હોવું જોઈએ. અણ્ણાએ હંમેશા પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વિચલિત ના થનારી પોતાની બહાદુર ટીમની મદદથી આવું સિદ્ધ કરીને પણ બતાવી આપ્યું છે. વડાપ્રધાન અને દેશની સંસદ અણ્ણાનાં સાહસને પહેલાં જ સલામ કરી ચૂકી છે, હવે વિશ્વ નેતૃત્વ તેની તૈયારી કરી રહ્યું છે. અણ્ણાના અનશન આજે પૂરા થઈ જશે અને તેમના આરોગ્યની પ્રાર્થના માટે ઉઠેલા હાથ અને તમામ ચિંતાઓ પ્રસન્નતાનાં આંસુમાં તબદીલ થઈ જશે.

પણ અણ્ણાના માત્ર અનશન પૂરા થઈ રહ્યા છે, તેમની લડાઈ નહીં. તે લડાઈ ચાલતી રહેશે, લોકપાલ ખરડો પસાર થયા સુધી અને તેના પછી પણ. પોતાના અનશન દરમિયાન અણ્ણા ઘણીવાર કહી ચૂક્યા છે : અણ્ણા રહે ના રહે મશાલ જલતી રહેવી જોઈએ. પ્રધાનમંત્રીના પત્રનો વિલાસરાવ દેશમુખના હસ્તે સ્વીકાર કર્યા બાદ અણ્ણાએ કહ્યું કે તેઓ હજી પણ અડધી લડાઈ જીત્યા છે, સંપૂર્ણ જીત થવાની હજી બાકી છે. થોડી વધાઈના ડૉ. મનમોહનસિંઘ પણ એટલા માટે હકદાર છે કે બાર દિવસની પ્રતીક્ષાના અંતે અણ્ણા દ્વારા અનશન સમા’ કરવાની જાહેરાત થતાં તેમને જે ક્ષણની શોધ હતી એ પણ તેમને મળી ગઈ. શનિવારે રાતે નવ વાગે અણ્ણા દ્વારા આ જાહેરાત થતાં વડાપ્રધાનને તે ક્ષણની પ્રાપ્તિ થઈ અને સાથે જ સંસદનું સન્માન કાયમ રાખવામાં પણ તેમને સફળતા મળી.

-શ્રવણ ગર્ગ, વિશેષ ટિપ્પણી
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.