મોટા ભાગના લોકો ભ્રષ્ટાચારમાં ગળે સુધી ડૂબેલા છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ પણ એક નાટક બની ગઈ છે. જીવનનાં મૂલ્યો જ ગાયબ થઈ ગયાં છે.
નિર્માતા પ્રજાના મૂડને સમજવાનો પ્રયાસ કરે છે અને સમયાંતરે તેને રજુ કરવાનો પ્રયાસ પણ કરતા રહે છે. કારણ કે બધા જ મુદ્દાઓ આમ આદમી સાથે જોડાયેલા છે અને સિનેમાનો આર્થિક આધાર પણ મોટા ભાગના દર્શકોનાં વખાણ પર ટકેલો છે.
નિર્માતા નીતિન મનમોહનની રૂમી જાફરી દ્વારા નિર્દેશિત અને અક્ષય ખન્ના અભિનીત ફિલ્મ ‘ગલી ગલી ચોર હૈ’ એક સામાજિક વ્યંગ છે અને શ્રીલાલ શુક્લની ‘રાગ દરબારી’ની યાદ અપાવતી આ ફિલ્મનું ભોપાલમાં શૂટિંગ થયું છે. પ્રકાશ ઝા ભોપાલમાં રાજકીય પ્úષ્ઠભૂમિમાં ફિલ્મો બનાવે છે અને આ મહિને તેમની ‘ચક્રવ્યૂહ’નું શૂટિંગ શરૂ થવાનું છે. એ માત્ર સંયોગ છે કે આ ફિલ્મનો નાયક પણ ભ્રષ્ટાચારના પરચૂરણની દુકાનોના ચક્રવ્યૂહમાં ફસાયેલો છે.
બધા જ દેશોમાં ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. તે લોભ અને સત્તાની બાયપ્રોડકટ છે. અંતર માત્ર એટલું છે કે અન્ય દેશોમાં મોટા સોદાઓમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને સામાન્ય માનવી આરામથી જીવન જીવે છે, પરંતુ ભારતમાં ગલી-ગલીમાં ભ્રષ્ટાચારની છુટક દુકાનો ખૂલેલી છે. તેની હાથલારીઓ પણ ગલીને નાકે અને ચાર રસ્તાઓ પર ઊભેલી છે. આમ આદમીના જીવનને આ ભ્રષ્ટાચાર અસર કરે છે. વ્યવસ્થાના સડાની આ દુર્ગંધમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. એક વ્યક્તિ નિર્દોષ છે જ્યાં સુધી તેના પર કોઈ આરોપ પુરવાર થતો નથી, પરંતુ ભારતમાં દરેક વ્યક્તિ ભ્રષ્ટ છે અને તેને અદાલત ઇમાનદાર જાહેર ન કરે તો તેના પર વિશ્વાસ મૂકી શકાય એમ નથી. આજે કોના પર વિશ્વાસ મૂકવો એ જ સમજાતું નથી.
ફિલ્મની મૂળ કથા સાથે જ ભજવાતી નૌટંકીમાં રામકથા રજુ કરાઈ રહી છે અને નૌટંકીમાં રામની ભૂમિકા એક ભ્રષ્ટ નેતાનો નાનો ભાઈ ભજવી રહ્યો છે, જ્યારે રાવણની ભૂમિકામાં એક ભોળો માણસ છે. આ સમાંતર કથા ફિલ્મના અંત સુધી ચાલતી રહે છે. આ પટકથા થોડી ઘણી ઓ.હેનરીની લઘુકથાઓ જેવી છે. જેમ કે કોઈ ટેબલફેનની ચોરીનો સમગ્ર ઘટનાક્રમ ઊભો કરવામાં આવે છે, જેની ક્યારેય ચોરી થઈ જ નથી. નેતાઓ અને તેમના ટેકેદારોની આંગળી પર નાચતી પોલીસ કેવી રીતે એક આમ આદમીના જીવનને ત્રાસદાયક બનાવી શકે છે, તેનું અતિરેકભર્યું વર્ણન આ ફિલ્મમાં રજુ કરાયું છે. મોટા ભાગના લોકો ભ્રષ્ટાચારમાં ગળે સુધી ડૂબેલા છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ પણ એક નૌટંકી બનીને રહી ગઈ છે કેમ કે જીવનનાં મૂલ્યો જ ગાયબ થઈ ગયાં છે.
આ ફિલ્મમાં અક્ષય ખન્ના, અન્નુ કપૂર અને સતીષ કૌશિકે અસરદાર અભિનય કર્યો છે. આ ફિલ્મની નાની ભૂમિકાઓમાં બધા જ નિપુણ કલાકાર છે. રાહત ઇન્દોરી અને સ્વાનંદ કિરકિરેનાં ગીત તથા અનુ મલિકનું સંગીત મધુર છે. ભારતીય સિનેમામાં આઝાદી બાદ ધીમે-ધીમે ફેલાતા ભ્રષ્ટાચારના સંકેત અનેક ફિલ્મોમાં રજુ થયા છે નિર્માતા પ્રજાના મૂડને સમજવાનો પ્રયાસ કરે છે અને સમયાંતરે તેને રજુ કરવાનો પ્રયાસ પણ કરતા રહે છે. કારણ કે બધા જ મુદ્દાઓ આમ આદમી સાથે જોડાયેલા છે અને સિનેમાનો આર્થિક આધાર પણ મોટા ભાગના દર્શકોનાં વખાણ પર ટકેલો છે.
શું ભ્રષ્ટાચાર વિરુદ્ધ અસંખ્ય ફિલ્મો બનાવવાથી ભ્રષ્ટાચાર દૂર થઈ જશે? સિનેમાઘરમાં વિધવાના જીવનની મુસીબતો પર આંસુ પાડનાર વ્યક્તિ ખુદના પરિવારમાં યુવાન વિધવાનાં બીજાં લગ્નનો વિરોધ કરે છે. સિનેમા અને સાહિત્યમાં અન્યાય વિરુદ્ધ વિદ્રોહ પર તાળીઓ પાડનારા વાસ્તવિક જીવનમાં ક્યારેય પણ અન્યાય સામે અવાજ ઉઠાવતા નથી, છતાં દરેક દિશામાં પ્રયત્નો થવા જ જોઈએ.
એક્સ્ટ્રા શોટ :
અક્ષય ખન્નાને ૧૯૯૭માં પ્રદર્શિત ફિલ્મ ‘બોર્ડર’ માટે સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો.