Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Parde ke Pichhe
 

આ ફિલ્મ નહીં, સંશોધન લેખ છે

 
Source: Parde ke pichhe, Jay Prakash Chaukse   |   Last Updated 12:37 AM [IST](14/08/2010)
 
 
 
 
 
આમિર ખાન નિર્મિત અને અનુષા રઝિવી દિગ્દર્શિત ફિલ્મ ‘પીપલી લાઈવ’ આપણી સરકારના જર્જરિત તંત્ર અને વ્યવસ્થાની જીવંત તસવીર રજુ કરે છે. ફિલ્મમાં પ્રધાનો, જાહેર માધ્યમો અને ગફલતમાં ફસાયેલા અમલદારોની સંવેદનહીનતાનું માર્મિક ચિત્રણ રજુ કરાયું છે. હબીબ તનવીરને સમર્પિત ફિલ્મ એ કલાકારના મહાન પ્રયાસોને તાજા કરે છે. એ મહાન લોકનાટ્યધર્મીને આથી વિશેષ આદરાંજલિ કઈ હોઈ શકે?

ભારતના કૃષિ મંત્રાલય અને તેની સાથે જોડાયેલા બધા વિભાગો પર દર વર્ષે ૧૫૦ અબજ રૂપિયા ખર્ચાય છે. જુના મહાજનોના પંજામાંથી બહાર નીકળીને ખેડૂત બેન્કનાં ધિરાણોના વિષચક્રમાં ફસાયો છે. ધિરાણમાફી જેવા પ્રયાસો પછી પણ ખેડૂતોના આપઘાતોનો સિલસિલો અટકયો નથી. આ ફિલ્મ દેશને નષ્ટ કરવા માગતા એ ઊંડા ફેલાયેલા ષડ્યંત્રને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરે છે. રઝિવીની પટકથામાં ગામડાંના રહેવાસીઓની માનસિકતા પ્રેમચંદના સાહિત્યમાં હોય છે એવા ઊંડાણથી જ રજુ કરાઈ છે.

કુંવારો મોટો ભાઈ ખૂબ ચતુરાઈથી નાના ભાઈને આપઘાત માટે પ્રેરે છે. નાના ભાઈની જાગૃત પત્ની આખી ફિલ્મમાં આળસુ મોટા ભાઈ તરફ કઠોર વર્તન બતાવે છે, પણ એ પતિના મૃત્યુ બાદ ઢીલી થઈ ગઈ છે કારણ કે એ સ્ત્રીઓ પુરુષો પર આધાર રાખે છે. આવા ઘણા હળવા લસરકાઓથી વર્તમાન ભારતનું મહાન ચિત્ર-પેઈન્ટિંગ રચાયું છે. કોઈ પણ નેતાના ભાષણ અથવા આપણી યુનિવર્સિટીઓના સંશોધન લેખોથી વધુ સારગર્ભિત-સત્વશીલ આ ફિલ્મ છે. એ માટે અનુષા રઝિવીને સમાજશાસ્ત્રનો આટલો ઊંડો અભ્યાસ ત્વરાપૂર્વક કરવા બદલ વહેલી તકે ડોક્ટરેટની પદવી આપવી જોઈએ. દેશના ઊંઘણશી અને બહેરા કર્ણધારો ક્યારે અને કેવી રીતે જાગશે, એ સમજાતું નથી.

આ દાયકના સૌથી વધુ સફળ નિર્માતા આમિર ખાને સ્વાતંત્રય દિનની પૂર્વ સંધ્યાએ આ ફિલ્મ પ્રદર્શિત કરીને સડતા તંત્રને રચના - પ્રોત્સાહિત કરતા લોકોને ચેતવણી આપવા સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ફિલ્મ એક રાષ્ટ્રીય મહત્વના સામાજિક સંશોધન-અભ્યાસની તાર્કીક -મનોહર રજુઆત કરી છે.

આ ફિલ્મ વધુમાં વધુ લોકો નહિાળે એવો દરેક નાગરિકનો પ્રયાસ હોવો જોઈએ. એક ભૂમહિીન ખેડૂત આખો વખત માટી ખોદે ત્યારે તેને મહેનત વેચીને સપ્તાહમાં એક દિવસ જ ભોજન મળે છે. એક પત્રકાર પૂછે છે. ‘કયો ખજાનો ખોદી રહ્યા છો?’ આ ફિલ્મના જેટલા પડ ઉકેલો તેમાં ખજાનો સમાયેલો છે. તમામ સાંસદો અને પ્રધાનોને આ ફિલ્મ બતાવવા રીતસર-બાકાયદા ઝુંબેશ ચલાવવી જોઈએ. એ લોકો ‘પીપલી લાઈવ’ જોયા પછી ફરી ઊંઘી જાય, એવું બની શકે.

પરદે કે પીછે, જયપ્રકાશ ચૌકસે
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.