Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Management Fundas
 

કામ અને અંગત જીવન વચ્ચે ટેક્નોલોજી દુશ્મનરૂપ

 
Source: N Raghuraman   |   Last Updated 12:57 AM [IST](25/10/2011)
 
 
 
 
Advertisement
 
ડેન્જલ વોશિંગ્ટન હોલિવૂડના લોકપ્રિય સ્ટાર છે તો અમિતાભ બચ્ચન બોલિવૂડના. બંનેમાં એક વાત સમાન છે. તે એ કે તેઓ ઘર પાસે આવેલી ફાઇવ સ્ટાર હોટેલના જિમમાં નિયમિત વ્યાયામ કરે છે. અમિતાભના જુહુસ્થિત ઘરથી થોડા અંતરે જેડબ્લ્યૂ મેરિયેટ હોટેલ છે. તે રોજ સવારે ૬ વાગે જિમમાં હોય છે.

આ બંનેમાં અન્ય એક વાત સમાન છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. તે એ કે, તેઓ જિમમાં એક્સરસાઇઝ દરમિયાન મોબાઇલ સાથે નથી રાખતા. એટલે કે, દિવસના કેટલાક કલાકો તેનાથી દૂર રહે છે. જોકે બંને સક્રિય બ્લોગર અને ટેકનો સેવી છે. આજે દરેક બાજુથી માહિતીઓનો વરસાદ થઈ રહ્યો છે. અનેક લોકોને અંગત અને વ્યવસાયી જીવન સાથે જોડાયેલા લોકો સાથે નિરંતર સંપર્કમાં રહેવાનું હોય છે. આથી સેલ ફોનનો સતત ઉપયોગ થતો રહે છે.

ખાસ કરીને બ્લેકબેરી યૂઝર્સને ફોનનો ઉપયોગ કરવામાંથી શ્વાસ લેવાનો પણ સમય નથી મળતો. કેટલાક સંપન્ન અને સફળ લોકો એવા પણ છે, જે જરૂર જેટલી જ ટેક્નિકનો ઉપયોગ કરે છે. હું જ્યારે કામથી મુસાફરી પર જાઉં છું તો મારા સહકર્મચારીઓ મને પૂછે છે કે, આખરે હું વાંચવા માટે સમય કેવી રીતે કાઢી લઉં છું. હું જ્યારે તેમને અખબારમાં છપાયેલા એકેએક સમાચાર વિશે કહું છું તો તેઓ અચંબિત થઈ જાય છે. એવું પણ નથી કે, તેઓ સવારે મોડા ઊઠે છે અને રાત્રે પાર્ટી વગેરે કરીને મોડા સૂએ છે.

તે માત્ર એક ભૂલ કરે છે અને તે એ કે, તેઓ હંમેશાં પોતાના ફોનથી ઇ-મેલ અને મેસેજ કરતાં જોવા મળે છે. તે કોઈ વીડિયો ગેમ સાથે ચીપકેલા બાળકની જેમ પોતાના ફોન સાથે ચીપકેલા હોય છે. તેઓ જમતી વખતે પણ મેસેજ અને ઇ-મેલની દુનિયામાં ખોવાયેલા રહે છે. તેમના માટે કહી શકાય કે, તેઓ ટેક્નિકની જાળમાં ફસાઈ ગયા છે. ફંડા એ છે કે, ટેક્નિક તમારી દુશ્મન બની શકે છે, કારણ એકબીજાના સંપર્કમાં રહેવાની જરૂર આપણને કંઈક વધુ અનુભવાય છે. જે લોકો આ નેટવર્કિંગની જરૂરથી દૂર રહે છે તે કામ અને અંગત જીવન વચ્ચે સારું સંતુલન કરી શકે છે. - raghu@bhaskarnet.com
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.