આવા સમારંભોમાં કઈ શ્રેણીમાં કોને પુરસ્કાર મળશે તેનો અંદાજ લગાવવો ખૂબ જ સરળ હોય છે. દરેકમાં તમે જુથવાદ અને તેની તાકાત જોઈ શકો છો.
આ પુરસ્કાર સમારંભનો અંદાજિત ખર્ચ સાતથી આઠ કરોડ આવે છે કારણ કે ફિલ્મી સિતારાઓને એવોર્ડ સમારંભમાં હાજર રહેવા માટે પૈસા આપવા પડે છે અને જે સુપરસ્ટાર પરફોર્મ કરવાના હોય તેને વધુ રકમ ચૂકવાય છે.
મનોરંજન ઉદ્યોગમાં શિયાળાની સાથે પુરસ્કારની પણ ઋતુ બરાબર જામી છે. લગભગ અડધો ડઝન સમારંભો યોજાય છે જેમાંના તો કેટલાક વિદેશોમાં યોજાય છે જ્યાં પ્રવાસી ભારતીયોની સંખ્યા પણ વધારે હોય છે. અત્યારની વાત કરીએ તો ભારતીયો અને ભારતીય બટાકા દરેક દેશોમાં હોય જ છે. દરેક શહેરમાં આર્કિટેકચર પર અમેરિકન પ્રભાવ નજરે ચઢે છે.
તમાકુ વેચીને કરોડો કમાનાર પોતાનું મકાન વ્હાઈટ હાઉસ જેવી ડિઝાઇન ધરાવતું બનાવડાવે છે. મકાનોની જેમ ભારતીયોના વિચારો પર પણ કંઈક આવો જ પ્રભાવ પડ્યો છે. આ પુરસ્કાર સમારંભનો અંદાજિત ખર્ચ સાતથી આઠ કરોડ આવે છે કારણ કે ફિલ્મી સિતારાઓને એવોર્ડ સમારંભમાં હાજર રહેવા માટે પૈસા આપવા પડે છે અને જે સુપરસ્ટાર પરફોર્મ કરવાના હોય તેને વધુ રકમ ચૂકવાય છે. આયોજક પોતાનો તમામ ખર્ચ પ્રસારણ હક્કો વેચીને કમાઈ લે છે. આ પ્રસારણ ટ્વેન્ટી -ટ્વેન્ટી મેચની જેમ યોજાય છે. આ કોલમ વાંચતી વખતે તમને મકાઉમાં યોજાયેલો ઝી સિને એવોર્ડ યાદ આવ્યો હશે. તેનો પ્રોમો ટીવી પર બતાવવામાં આવે છે. આ ઠંડીની સિઝનમાં ઘરે બેસીને ટીવી પર ફિલ્મી સિતારાઓના ઠુમકાની મજા માણો.
આવા સમારંભોમાં કઈ શ્રેણીમાં કોને પુરસ્કાર મળશે તેનો અંદાજ લગાવવો ખૂબ જ સરળ હોય છે. આયોજકો દરેકને ધ્યાનમાં રાખીને જ બધું નક્કી કરે છે. હવે પુરસ્કારને ગુણવત્તા સાથે કોઈ સંબંધ નથી. દરેકમાં તમે જુથવાદ અને તેની તાકાત જોઈ શકો છો. એવું બની શકે કે કોઈ સમારંભમાં એન્કર પોતાનાં વાક્બાણોથી કંઈક અલગ વાતાવરણ ઊભું કરે અથવા તો પછી રીતસર કોઈની મજાક ઉડાવે. આજકાલ કોમેડી સર્કસ જેના કાર્યક્રમોમાં લોકોની મજાક કરવાની હોડ જામી છે.
હોલિવૂડની વાત કરીએ તો તેમાં ૧૯૨૯થી ઓસ્કાર એવોર્ડ આપવામાં આવે છે અને લગભગ પચાસ વર્ષથી તો તે કોડાકના થિયેટરમાં જ યોજાય છે, પરંતુ આ વર્ષ અંતિમ છે. આવતા વર્ષથી ઓસ્કાર એવોર્ડ કોડાકના જ નવા મોટા થિયેટરમાં યોજાશે. આ એવોર્ડ ક્યારેય પ્રાયોજિત થતો નથી અને તેમાં એવોર્ડનો નિર્ણય અકાદમીના સભ્યોના ગુપ્ત મતદાન દ્વારા જ કરવામાં આવે છે. ઓસ્કાર પ્રાપ્ત ફિલ્મો ૨૫ ટકા કરતાં વધારે વ્યવસાય કરે છે, જ્યારે ભારતમાં પુરસ્કાર અને બોક્સઓફિસને કોઈ લેવાદેવા નથી. ત્યાં સુધી કે કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત ફિલ્મો સમગ્ર ભારતમાં બતાવવામાં પણ નથી આવતી.
ભારતમાં ૧૯૫૪માં ફિલ્મફેર એવોર્ડ અપાવાની શરૂઆત થઈ. ઘણા લાંબા સમય સુધી તેનો એકાધિકાર રહ્યો, પરંતુ ખાનગી ચેનલો આવ્યા પછી અનેક સમારોહ થવા લાગ્યા અને આ ખેલ વ્યવસાય બની ગયો.
વૃદ્ધાવસ્થામાં ફિલ્મી સિતારાઓ પોતાના ડ્રોઈંગરૂમમાં રાખેલી ટ્રોફીઓ જોઈને તે સમય યાદ કરે છે. કેટલું કઠિન હોય છે ફિલ્મોમાંથી રિટાયર્ડ થઈ જવું. દરબારીઓ અને ચમચાઓ જતા રહે છે, પોતાની રોનક ઓછી થઈ જાય છે. આવા દિવસોમાં ટ્રોફીઓ જોઈને જ સમય પસાર કરવો પડે છે. ઘણી ટ્રોફીઓ બદમિજાજ હોય છે, તે યાદ કરાવે છે કે કેવા દાવપેચ કરીને મને પ્રાપ્ત થઇ હતી. હકીકતમાં તો ઉચ્ચ ગુણવત્તા જ એકમાત્ર ટ્રોફી છે, જે અંતિમ સમય સુધી સાથ આપે છે અને યુધિષ્ઠિરના કૂતરાની જેમ સાથે જ સ્વર્ગમાં પણ આવે છે.
એક્સ્ટ્રા શોટ :
પ્રથમ ફિલ્મફેર પુરસ્કાર સમારંભમાં માત્ર પાંચ શ્રેણીઓમાં (સર્વશ્રેષ્ઠ ફિલ્મ, નિર્દેશક, અભિનેતા, અભિનેત્રી અને સંગીતકાર) પુરસ્કાર આપવામાં આવ્યા હતા.