એક સમય હતો, જ્યારે હું અમૃતા પ્રિતમથી ખૂબ જ પ્રભાવિત હતો. તેણી સાફ રંગ, મધ્યમ કદ, સુંદર ચહેરો, ધરાવતી હતી. અમૃતા પ્રિતમ પ્રભાવશાળી કવિયત્રી હતી. પરંતુ, સારી વાર્તાકાર ન હતી. તે પંજાબીમાં લખતી હતી અને પંજાબની બહાર ઓછી વિખ્યાત હતી. મેં તેમની રચનાઓનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું કામ ઉપાડ્યું હતું, જેથી તેમના લેખનને મોટા વાંચક વર્ગ સુધી પહોંચાડી શકાય. સૌથી પહેલાં મેં તેમની નવલકથા પિંજરનું ભાષાંતરણ કર્યું. પાછળથી આ નવલકથાની અનેક આવૃત્તિઓ નીકળી હતી. ત્યારબાદ મેં તેમની કવિતાઓનો અનુવાદ કર્યો હતો. જ્યારે અમૃતાને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો ત્યારે આ અનુવાદોને બ્રોશર સ્વરૂપે પ્રકાશિત કરીને વિતરીત કરવામાં આવ્યાં હતાં. પરંતુ, આ કામ માટે રૉયાલ્ટી લેવાનો મેં ઈન્કાર કરી દીધો હતો. મેં અમૃતાને માત્ર એટલું જ કહ્યું હતું કે, તેઓ મને તેમના પ્રેમ પ્રંગો વિષે કાંઈક જણાવે. કારણ કે, તેમનું નામ અનેક સાથે જોડાયું હતું. તેમણે માત્ર એક જ વ્યક્તિનું નામ લીધું હતું : સાહિર લુધિયાનવી. સાહિર સાથેના સંબંધોને અમૃતાએ માત્ર પત્ર-વ્યવહાર સુધી મર્યાદિત ગણાવ્યાં હતાં.
-રેવન્યુ ટિકિટ પર પ્રેમકથા
-તમારી પ્રેમકથા આટલી હોય તો તેને રેવેન્યુ ટિકિટની પાછળ પણ લખી શકાશે
-ખુશવંત સિંઘે અમૃતા પ્રિતમની રચનાઓનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું કામ ઉપાડ્યું હતું
અમૃતાએ જણાવ્યું હતું કે, એક વખત દિલ્હીમાં તેમની સાહિર સાથે મુલાકાત થઈ હતી. સાહિર બોમ્બેથી દિલ્હી આવ્યાં હતા અને ક્લૌરિજેસ હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. અમૃતા તેમને મળવા માટે ત્યાં પહોંચી. ત્યાં તેમણે કેટલાંક કલાકો સાથે વીતાવ્યાં હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન માત્ર તેઓ વાતો કરતાં રહ્યાં હતાં. મને અમૃતાની કથા સાંભળીને નિરાશા થઈ અને કહ્યું કે, " જો તમારી પ્રેમકથા આટલી હોય તો તેને એક રેવેન્યુ ટિકિટની પાછળ પણ લખી શકાય તેમ છે." અમૃતાને આ વાત પસંદ આવી હતી અને એટલે જ જ્યારે તેમણે પોતાની આત્મકથા લખી ત્યારે તેનું શિર્ષક "રસિદી ટિકિટ" રાખ્યું હતું. પરંતુ અનૂપ સંધૂએ સાહિર લુધિયાનવી પર "લાઈફ એન્ડ લવર ઓફ સાહિર લુધિયાનવી" શિર્ષકથી જે પુસ્તક લખ્યું છે, તેમાં તેમણે અન્ય કથા જ કહી છે. સંધૂએ તેનું હોમવર્ક યોગ્ય રીતે કર્યું છે. તેમણે આ શાયરની જીંદગી અને કાર્યો પર એક વિસ્તૃત દસ્તાવેજ રજૂ કર્યો છે. ચિત્રોથી સજાવેલાં આ પુસ્તકમાં તેમના પુસ્તકના પણ કેટલાંક અંશ છે. 8 માર્ચ 2011ના સાહિરના જન્મદિવસે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.
સાહિરનો અર્થ જાદુગર એવો થાય છે. તેઓ લુધિયાણાના એક ધનિક જમીનદારના એકમાત્ર પુત્ર હતાં. સાહિર એ જમીનદરની અગ્યારમી પત્ની સરદાર બેગમના સંતાન હતાં. પરંતુ, પાછળથી સાહિરના પિતાએ તેમની માતાને તલ્લાક આપી દીધાં હતાં. સાહિરે તેમની માતા સાથે રહેવાનું પસંદ કર્યું હતું. રફિક અને ફાતિમા જકારિયાના ઘરે મારી તેમની સાથે પ્રથમ વખત મુલાકાત થઈ ત્યાર સુધીમાં તેઓ હિન્દી ફિલ્મોના નોટના ગીતકાર બની ગયાં હતાં. તેઓ જુહૂ ખાતે એક બંગલામાં રહેતાં હતાં. મને લાગે છે કે, તેઓ ખૂબ સંવેદનશીલ હતાં. કેટલીક વખત તેઓ રુક્ષ વ્યવહાર પણ કરવા લાગતાં હતાં. તેમણે મને તેમના ઘરે જમવા માટે બોલાવ્યો હતો. જ્યાં મારી મુલાકાત તેમની માતા સાથે થઈ હતી. તેમની માતાએ મને કહ્યું કે, હું સાહિરને શરાબ ન પીવા માટે કહું. પરંતુ, મેં આમ કરવાનું જોખમ ઉઠાવ્યું ન હતું. મને ખબર હતી કે જો હું સાહિરને શરાબ છોડવા માટે કહીશ તો તેઓ મને કામ થી કામ રાખવા માટે કહેશે અને મને ઘરની બહાર કાઢી મુકશે.
..........
કવિ અને યૌદ્ધા : મેં સમયાંતરે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરના ગીતોનું પ્રકાશન કર્યું છે. હાલ મારા હાથમાં બંદા બહાદુરની પ્રશંસામાં ગુરૂદેવ દ્વરા લખવામાં આવેલું ગીત છે. જેનો અનુવાદ દિલીપ કુમાર મિત્રએ કર્યો છે. બંદા બહાદુરે સરહિંદમાં મોઘલો સાથે સંઘર્ષ કરતાં જબરદસ્ત વિજય હાંસલ કર્યો હતો. પરંતુ, પાછળથી તેમને પકડીને દિલ્હીમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં આવ્યાં હતાં. મિત્રના અનુવાદનું શિર્ષક છે: ફૉલન હીરો. હું તેમાંથી કેટલીક પંક્તિઓને રજૂ કરી રહ્યો છું.
પાંચ નદીયોં કી ધરતી પર
ગુરૂ કી સીખ દોહરાતે –
નિર્ભય સાહસી શીખ
'વાહે ગુરૂ દી ફતહ'
કે નારોં સે ગૂંજતા
યુદ્ધ કા મૈદાન
'અલખ નિરંજન' –
તેજ હોને લગીં આવાજેં
ટૂટ ગઈ બેડિયાં
હવે મેં લહરાને લગીં નંગી તલવારેં
ઔર ખત્મ હો ગયા ભય.
યહ વહ દિન થા-
જબ પંજાબ ને એકજુટ હોકર
કિયા થા જયઘોષ:
'અલખ નિરંજન'.
એક અભૂતપૂર્વ દિન.
લાખો લોગ બેખૌફ
મરને-મારને કો તૈયાર.
એક ક્ષણ, જીસમેં
જીવન ઔર મૃત્યુ કા
કોઈ અર્થ નહીં રહ જાતા હૈ.
આત્માઓં મેં ભર જાતા હૈ આહ્લાદ.
પાંચ નદીયોં કી ધરતી પર
વહ અભૂતપૂર્વ દિન. .....
દેશી અંગ્રેજી: મારી પત્ની સવિંદરને અંગ્રેજીમાં વાત કરવાનો શોખ છે. એક વખત તે પોતાની બહેનપણી લવલી સાથે વાતચીત કરી રહી હતી. તેણે પંજાબી-અંગ્રેજીની ખીચડી કરતાં કહ્યું કે, "લવલી, મારો દિકરો ગગન કેટલાંક દિવસથી બીમાર છે. એક 'વીક'થી એ નો 'ઈટ', નો 'સ્લિપ', માત્ર 'વીપ' અને માત્ર 'છીંક' (સૌજન્ય: જેપી સિંહ કાકા, ભોપાલ )
ખુશવંત સિંહ
લેખક અને વરિષ્ઠ કટાર લેખક છે.
તમારો મત
આ લેખમાં ખુશવંત સિંઘ દ્વારા વ્યક્ત કરવામાં આવેલાં અભિપ્રાયો અંગેનો તમારો મત નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો.