નાનપણમાં જ્યારે મારી તકિયાની લડાઈ ચાલતી હતી, ત્યારે પણ હું લખી લેતો હતો. આ પ્રેક્ટિસના કારણે જ ત્યાર પછીના દિવસોમાં હું ચાલતી ટ્રેન કે બાળકોથી ભરેલા રૂમમાં પણ લખી શક્યો. મને એકાંત પસંદ છે અને ચેરીના ફુલોથી લદાયેલા વૃક્ષ નીચે બેસીને લખવાના સુખથી મોટું બીજુ કોઈ સુખ નથી. પરંતુ હું કંઈ લખવાનો નિર્ધાર કરુ છું ત્યારે પરિસ્થિતિની પરવા કરતો નથી.
હું જ્યારે આઠ કે નવ વર્ષનો હતો ત્યારે મારા પિતાએ મને એક નાની ડાયરી આપી હતી. એક લેખક કે જે રીતે હું ક્યારક ક્યારેક કહું છું એક ‘વર્ડસ્મિથ’ (શબ્દોનો કારીગર)ના રૂપમાં મેં નાના નાના પ્રયાસોની શરૂઆત કરી હતી. મારી ડાયરીમાં મે પહેલા જે વસ્તુ લખી છે તે વાસ્તવમાં વાંચેલા પુસ્તકો, સંકલિત કરેલા ગ્રામોફોન રેકોર્ડ્સ, જોયેલી ફિલ્મો વગેરેનું વર્ણન હતું. પરંતુ તે પણ કે રીતનું લેખકીય અનુશાસન હતું અને ત્યાર પછીના વર્ષોમાં આ ડાયરીઓએ મારી ખુબ મદદ કરી હતી.
ડાયરીઓએ મને આસપાસના માહોલ વિશે સંવેદનશીલ અને જાગૃત થવાનું શિખવ્યું. મે નોટ્સ અને તથ્યોને લખવાનું શિખ્યું. જો કે એક લેખક માટે આ જરૂરી ન હોય, પરંતુ તે તેમના માને ખુબજ ઉપયોગી છે. મેં ઘણા યુવાન પ્રતિભાસાળી લેખકોને જોયા છે. જે લેખનની અસ્તવ્યસ્તતા અને અનિયમિતતાના કારણે વધારે કામ નથી કરી શક્યાં. મારો એક મિત્ર ઘણું સારું લખતો હતો. પરંતુ તેની પાડુંલિપી મોટેભાગે ગુમ થઈ જતી હતી. હવે તે સસલાની દેખરેખ કરે છે.
શિમલા બોર્ડિંગ સ્કૂલની લાયબ્રેરીમાં મે ચાર્લ્સ ડિકેંસને જોયા અને ડેવિડ કોપરફીલ્ડ પર ફિદા થઈ ગયો. ત્યારે જ મે નક્કી કરી લીધું કે હું પણ ડિકેંસની જેમ એક લેખક બનીશ. 13 વર્ષની ઉંમરમાં મે એક નાની નવલકથા લખી નાખી. આ મારા સ્કૂલના દિવસોના દસ્તાવેજ હતા. જેમાં મે મારા મિત્રોની સારી વાત લખી છે. પરંતુ મારા એક શિક્ષકે એમ કહીને એ નવલકથાને જપ્ત કરી લીધી અને કહ્યું કે હું મારો સમય વેડફુ છું. કદાચ તેઓ સાચા હતા.
પરંતુ સ્કૂલના દિવસોમાં તે નાના-મોટા પ્રયાસો બેકાર સાબિત નથી થયા. મે જોયું કે ધીંગા મસ્તીથી ભરેલા વર્ગખંડો, બેડરૂમ, રમતનું મેદાન, ગમે ત્યા લખી શકુ છું. વિલિયમ સારોયાને કહ્યું હતું કે લખવા માટે માત્ર કાગળની જરૂર હોય છે અને મારી પાસે કાગળની જરૂર નથી. ખાલી પેપર બેગ, રેપર, કોપીમાંથી ફાડવામાં આવલા પાના, કેલેન્ડર પાછળ, સ્કૂલનું સર્કુલર, મને જ્યાં તક મળતી ત્યાં લખી નાખતો. યુદ્ઘના કારણ સર્જાયેલી કાગળીની તંગી મારુ કઈ ન બગાડી શકી. દરેક સ્થિતિમાં લખવાની ટેવ મારા માટે સારી સાબિત થઈ.
સસ્કિન બોન્ડ
લેખક પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત બ્રિટિશ મૂળના ભારતીય સાહિત્યકાર છે.