Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Editorial Article
 

કહીં પે નિગાહેં, કહીં પે નિશાના

 
Source: Aditorial   |   Last Updated 12:23 AM [IST](13/08/2010)
 
 
 
 
 
સુપર બગને દિલ્હી નામ આપીને મેડિકલ ટુરિઝમ તોડવાનું કાવતરું

કોઈ દવાને ન ગાંઠે એવા બેકટેરિયાને નવીદિલ્હી મેટ્ટાલો નામ આપવા પાછળ વિદેશી ફાર્મા કંપનીઓનું કાવતરું હોવાનું સાબિત કરવું પડે તેમ નથી. વળી, આ બેકટેરિયાને સુપરબગ પણ કહેવામાં આવ્યું છે. બ્રિટિશ જર્નલ લાન્સેટના અહેવાલ પ્રમાણે ભારત અને પાકમાં સારવાર લઈને પરત આવેલા ૩૭ લોકોમાં આ સુપર બગ જોવા મળ્યાં છે.

પાકમાં સારવાર લીધેલાઓમાં પણ આ બેકટેરિયા દેખાયાં હોવા છતાં નામ નવીદિલ્હી અપાયું છે કહીં પે નિગાહેં, કહીં પે નિશાના જેવું છે. ભારતમાં વિકસી રહેલા મેડિકલ ટુરિઝમને તોડવા માટેની મંછા આ નામકરણ પાછળ છે. એવા કેટલાય એન્ઝાઈમ દુનિયામાં છે જેને કોઈ દવા અસર કરતી નથી. વાતાવરણ તો જાણે એવું ઊભુ કરવાનો પ્રયાસ થયો છે કે સુપર બગ એઇડ્સ કરતાં પણ વધુ ખતરનાક હોય. આ નવાં ઓર્ગેનિઝમ અંગેનો અહેવાલ પ્રકાશિત કરવા પાછળ બે મલ્ટિનેશનલ ફાર્મા કંપનીઓનું ભેજું હોવાનું ભારત સરકાર પણ કહે છે.

ભય ફેલાવે તેવું વાતાવરણ પેદા કરીને આ કંપનીઓ પોતાની દવા વેચવા માગતી હોય તેની સાથે જ, હેલ્થકેર સેક્ટરમાં ભારતની થઈ રહેલી પ્રગતિ રોકવાનો આશય પણ સ્પષ્ટ છે. નહીંતર, કોઈ બેકટેરિયા સાથે અથવા બીમારી સાથે કોઈ શહેરનું નામ જોડવાની કોઈ જરૂર જ ન હોય. અહીં તો એવું સાબિત કરવાનો પ્રયત્ન છે કે આ બેકટેરિયા ભારતમાં પેદા થયો છે અને ભારતમાં સારવાર લેવાથી આ બેકટેરિયાનો ચેપ લાગવાનો ભય છે. ભારતમાં મેડિકલ ટુરિઝમ ૧૨૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતું વિશાળ સેક્ટર છે, અને કૂદકે અને ભૂસકે તેનો વિકાસ થઈ રહ્યો છે.

મલ્ટિ નેશનલ હોસ્પિટલ ચેઇન્સનો ગરાસ આ પ્રગતિથી લૂંટાઈ રહ્યો છે એટલે, તેમને તો દોડવું હતું ને ઢાળ મળી ગયો. ભારત સારવાર-સર્જરી માટે સલામત સ્થળ નથી એવો ઇશારો થઈ જાય તો પણ તેમને તો ખાસ્સો ફાયદો થઈ જાય. મહત્વની બાબત એ પણ છે કે બેકટેરિયાની દવા સામેની પ્રતિકાર ક્ષમતા અંગે પણ સત્તાવાર અહેવાલો મળ્યા નથી. વિવિધ અટકળો થઈ રહી છે. વેલકમ ટ્રસ્ટ અને વ્યેવ નામની બે ફાર્મા કંપનીઓએ આ બેકટેરિયાનો ચેપ લાગેલા લોકો માટે એન્ટિબાયોટિક દવાઓ પૂરી પાડી હતી અને અહેવાલ પ્રસારિત કરવા માટે નાણાં પણ તેમણે જ આપ્યાં હતાં એટલે, તેમના ઉદ્દેશો સ્પષ્ટ થઈ જાય છે. સરકારે જે આછેરો વિરોધ કર્યો છે તે પૂરતો નથી. આ બાબતનો જબરદસ્ત વિરોધ થવો જોઈએ, જો કોમનવેલ્થના ઢાંકપિછોડામાંથી સમય મળે તો.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.