Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Aas-Pass
 

કાન્તિ ભટ્ટ : જાતીય શિક્ષણ પ્રત્યે છોછ રાખવા જેવો નથી

 
Source: Kanti Bhatt   |   Last Updated 5:44 AM [IST](13/12/2011)
 
 
 
 
 
ઘણી અમેરિકન હાઇસ્કૂલોમાં બ્રહ્મચર્ય-સપ્તાહ ઊજવાય છે. ભારતમાં જાતીય શિક્ષણ માટે અલગ કોલેજ હોય કે ન હોય પણ કન્યાની માતા તેની બેસ્ટ શિક્ષિકા છે પણ આ એક તરફી છે. છોકરાઓનું શું ? છોકરા માટે તો ૧૩ વર્ષની વયે સેક્સ એજ્યુકેશન બહુ જરૂરી છે.

બેંગ્લોરના ‘ન્યુઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રી ટી. જે. એસ. જયોર્જએ ડિસેમ્બર ૧૯૯૭નો ‘કોસ્મોપોલિટન’નો અંક જોયો. તેમાં પ્રેમાળ લગ્નો વિષે વાત હતી. દિલ્હીની બાતિક શોપની માલીકણે તેમાં મત વ્યક્ત કરેલો કે (નામ મિસ મિની) ‘સ્ટેઇંગ ઇન એ રિલેશનશીપ ધેટ હેઝ બેડ સેક્સ ઇઝ લાઇક ચુઝીંગ ખટ્ટા દહીં ઓવર આઇસ્ક્રીમ.’ અથૉત જે સંબંધમાં પરસ્પરના સેક્સ સંબંધમાં કોઇ આનંદ ન હોય તેવા સંબંધને નિભાવવો એટલે આઇસ્ક્રીમની જગ્યાએ ખાટું દહીં પસંદ કરવા જેવી વાત છે. માત્ર એ કવોટેશનથી જ આજથી ૧૪ વર્ષ પહેલાં દિલ્હી-બેંગલોરમાં ઉહાપોહ થઇ ગયેલો. પંડિતોએ કહ્યું કે લગ્ન, પ્રેમ અને સેક્સને શું સંબંધ ? સેક્સ વગર પણ પ્રેમ થઇ શકે. લગ્ન પણ શરીરના આનંદ વગર ટકી શકે. આ જુની વાત એટલે યાદ આવી કે ઓસ્ટિ્રયાના શહેર વિયેનામાં જગતની પ્રથમ ‘સેક્સ કોલેજપ્ત ખૂલી છે. આ કોલેજની હોસ્ટેલમાં છોકરા-છોકરી સાથે રહે છે અને કલાસમાં જે જાતીય જ્ઞાન લીધંુ હોય તેનું ‘હોમવર્ક’ પોતપોતાની રૂમમાં કરે છે.

અમેરિકાને બદલે ઓસ્ટિ્રયામાં આવી કોલેજ થઇ છે. તે બતાવે છે કે અમેરિકા હજી સેક્સ એજ્યુકેશનમાં બહુછુટ છાટવાળો દેશ નથી. ભારતમાં તો ‘સેક્સ’ શબ્દની આભડછેટને અખબારોના તંત્રીઓએ માંડ માંડ છોડી છે. અમેરિકાની વાત કરીએ તો ૧૯મી જુલાઇ ૨૦૦૭નાં રોજ પ્રમુખ બરાક ઓબામા પ્રમુખપદ માટે નહીં પણ સેનેટ માટેની ચૂંટણી લડતા હતા ત્યારે તેનાથી બોલાઇ ગયું કે ઇવીનોય રાજ્યમાં મિડલસ્કૂલ અને હાઇસ્કૂલમાં ૭થી ૧૧ વર્ષમાં સેક્સ એજ્યુકેશન અપાય છે તેને બદલે કિંડર ગાર્ટનથી જ સેક્સનું શિક્ષણ બાળકોને આપવું જોઇએ. કંઇક નિરીક્ષણ અને તેની પુત્રીઓએ કહેલા કડવા અનુભવ ઉપરથી આમ બોલી નાખ્યું હશે પણ આટલું બોલ્યા ત્યાં જ ઓબામા ઉપર માછલાં ધોવાનાં શરૂ થયા અને પછી હવે પ્રમુખ થયા તો પણ સેક્સ એજ્યુકેશન ઉપર બોલવાનું ટાળે છે. જોકે દરેક રાજ્યોને અમેરિકામાં સેક્સ શિક્ષણ અંગે કાનૂનો કરવા હોય તે કરી શકે છે.

ઓબામાએ કાઢેલા ઉદ્ગારોની અસર ન્યૂયોર્કમાં થઇ છે. ત્યાંની ૬૪ ટકા મિડલ સ્કૂલમાં સેક્સ શિક્ષણ અપાય છે. ૧૧ વર્ષના બાળક બાળકીને પ્યુબર્ટી એટલે પુખ્તવય જ્યારે આવે ત્યારે સેક્સમાં સંયમ રાખવો અને છોકરીઓને ૧૧ વર્ષની થાય ત્યારથી તેને ગર્ભ રહેવો એટલે શું તે શીખવાય છે. પેન્સી લવેનીયા રાજ્યમાં સરકારે હાઇસ્કૂલમાં કોન્ડોમની મફત વહેંચણી શરૂ કરી ત્યારે ૬ઠ્ઠા ધોરણમાં ભણતા અને ૧૧ વર્ષના વિદ્યાર્થીઓએ પણ મફતીયા કોન્ડોમ લીધા હતા. એટલું જ નહીં પોતે વાપર્યાં હતાં. કોન્ડોમ લેનારા છઠ્ઠા ધોરણના ૨૫ ટકા વિદ્યાર્થીઓએ કબૂલ કરેલું કે તેમણે તો જ ક્યારની કોન્ડોમ વગર જ સેક્સની મજા લીધી હતી. ગર્ભપાત હાથવેંત હતો.
પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સેક્સ એજ્યુકેશનનું નામ લેતાં જ લોકો ચમકે છે. જ્યારે ઇન્ડોનેશિયા જ્યાં બહુમતિ મુસ્લિમો છે તેમજ મલેશીયામાં રૂઢીચુસ્ત મુસ્લિમો છે ત્યાં સ્કૂલોમાં સેક્સ એજ્યુકેશન અપાય છે. ભારત કરતા શ્રીલંકા ફોરવર્ડ છે ત્યાં ૧૭થી ૧૮ વર્ષમાં વિદ્યાર્થીઓની બાયોલોજીની ટેસ્ટ બુકમાં સેક્સનું શિક્ષણ આવરી લેવાયું છે.

ફ્રાંસ તો જાપાનથીય પાછળ છે. જાપાનમાં ૧૦ની ઉમરથી બાળકોને વીર્ય પતન અને છોકરીઓને માસિકસ્રાવ એટલે શું તે સમજાવાય છે. ફ્રાંસમાં જોકે ૧૯૭૩થી સેક્સનું શિક્ષણ ઉપરછલ્લું નહીં પણ ઘનિષ્ઠ તેમજ નક્કર હોય છે. એ દ્રષ્ટિએ દરેક ફ્રેન્ચ સ્કૂલે ફરજિયાત વર્ષમાં ૩૦થી ૪૦ કલાક આ પ્રકારનું શિક્ષણ આપવું જોઇએ એટલું જ નહીં પણ ૮મા અને ૯મા ધોરણના વિદ્યાર્થીઓને મફત કોન્ડોમ આપવા જોઇએ. ૧૧ વર્ષ પહેલાં ફ્રેન્ચ સરકારે હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને ગર્ભનિરોધ કેમ કરવો ? તેનાં સાધનો ક્યાંથી મફત મળે? તેમજ તે સાધનો કેમ વાપરવાં તેને લગતી વિગતોવાળા ૫૦ લાખ ચોપાનીયા વહેંચેલા. ફિનલેન્ડમાં સેક્સ એજ્યુકેશન એ કોઇ નવી વાત નથી. પણ નવી વાત એ છે કે ૧૫ વર્ષના ફીનીશ બાળકને દરેકને એક મોટી બેગ અપાય છે તેમાં સેક્સને લગતી માહિતીનાં પુસ્તકો તેમ જ કોન્ડોમ અને લવસ્ટોરી (કાર્ટૂનવાળ)ની બુકો અપાય છે.

જર્મન ટીનેજરોને સેક્સની સુગ નથી. પણ વિશ્વ આરોગ્ય સંસ્થાનો સર્વે કહે છે કે જર્મન ટીનેજરો ગર્ભ નિરોધક સાધનો વાપરવામાં બહુ ચીવટવાળો છે. તેથી ત્યાં ટીનેજર પ્રેગનેન્સી ઓછી છે. નેધરલેન્ડમાં સરકારે છેક ૨૧ વર્ષથી ઝુંબેશ ઉપાડી છે કે ટીનેજરો પોતે જ પોતાની જવાબદારી સ્વીકારે. ‘લોંગ લીવ ધ લવ’ પ્રેમ અમર રહો એ સૂત્રને ધ્યાનમાં રાખે તેમ ડચ સરકાર કહે છે. શરીર સંબંધ કરતાં પ્રેમને વધુ મહત્વ આપે. સ્વિત્ઝરલેન્ડમાં તો ૧૩-૧૪ વર્ષનાં બાળકોને શિક્ષકો પોતાના હાથમાં કોન્ડોમ લઇને તેને કેમ વાપરવાં તે વિગતથી સમજાવે છે અને તે માટે છોકરીઓના અલગ કલાસ હોય છે.

પ્રમુખ ઓબામા સત્તા ઉપર આવ્યા છતાં સેક્સ કેળવણી ઘનિષ્ઠ હોય કે ન હોય. ત્યાં ટીનેજર પ્રેગનેન્સી વધી છે. સાથે સાથે બ્રહ્મચર્ય પાળવાના ફાયદા પણ અમેરિકન બાળકો હવે વધુ જાણે છે. છતાં ૧૦૦૦ સ્ત્રી ગર્ભવતી થાય છે. તેમાં ૪૨ જેટલી ૧૨થી ૧૫ વર્ષની છોકરી હોય છે. ઘણી અમેરિકન હાઇસ્કૂલોમાં બ્રહ્મચર્ય-સપ્તાહ ઊજવાય છે. ભારતમાં સેક્સની અલગ કોલેજ હોય કે ન હોય અગર કિંડરગાર્ટન કે મીડલ કલાસની છોકરીઓને સેક્સ એજ્યુકેશન ન હોય પણ કન્યાની માતા તેની બેસ્ટ સેક્સ શિક્ષિકા છે પણ આ એક તરફી ડેન્જર છે. છોકરાઓનું શું ? છોકરા માટે તો ૧૩ વર્ષની વયે સેક્સ એજ્યુકેશન બહુ જરૂરી છે તેમ મારા અનુભવ પરથી કહું છું.

આસપાસ, કાન્તિ ભટ્ટ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.