Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Management Fundas
 

ગ્રામીણ સ્તરે શોધો સારી પ્રતિભાઓને

 
Source: Management Funda, N. Radhuraman   |   Last Updated 12:42 AM [IST](27/08/2010)
 
 
 
 
 
ડિસેમ્બર આવતાંની સાથે કેમ્પસ ઇન્ટરવ્યૂનો સિલસિલો શરૂ થઈ જશે. પરંતુ મોટા ભાગના કેમ્પસ ઇન્ટરવ્યૂ દેશભરમાંથી થોડી ઘણી કોલેજોમાં જ થાય છે, જેણે માર્કેટને સારી રીતે મેનેજ કર્યું હોય. એવી સંસ્થાઓની સંખ્યા પણ ઓછી નથી. જે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવીને એ પ્રતીક્ષામાં રહે છે કે, કેટલોક હિસ્સો તેમના ‘ખોળા’માં આવીને પડે.

કેટલીક અગ્રણી કંપનીઓ અંતિમ ક્ષણોમાં પણ ભરતી કરે છે. તમે આપણાં મોટાં મોટાં કોર્પોરેશનોને પૂછશો કે, તેઓ ક્યાંથી પ્રતિભાઓ મેળવે છે કે આવતા વર્ષની જરૂરિયાતના હિસાબે ક્યારે પ્રતિભાઓ લેશે તો સ્ટાન્ડર્ડ જવાબ એ જ હશે કે, ડિસેમ્બર-જાન્યુઆરીની આસપાસ અને મોટા ભાગે સંબંધિત શહેરની દસ-બાર કોલેજોમાંથી તેઓ આ પ્રતિભાઓ મેળવે છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર તરુણ ખન્ના, જે ‘વિનિંગ ઇન ઇમજિઁગ માર્કેટ્સ-અ રોડમેપ ફોર સ્ટ્રેટેજી એન્ડ એક્ઝિકયુશન’ જેવા પુસ્તકના સહલેખક પણ છે તેમનું કહેવું છે કે, તેની મર્યાદા દેશભરની ૨૦,૦૦૦ કોલેજો સુધી શા માટે નથી થઈ શકતી ?

ટેલેન્ટ પુલ મેળવવાનું સૌથી સરળ માધ્યમ એ છે કે, પ્રતિભાઓને ઓળખવાનું કામ આખા વર્ષ દરમિયાન કરવામાં આવે અને આ કામ કંપનીના એચઆર વિભાગે કરવું જોઈએ. તેમણે સતત દેશના તમામ ભાગમાં ફરીને એ વખતે જ પ્રતિભાઓને નિશ્વિત કરી દેવી જોઈએ, જ્યારે તે તૈયાર થતી હોય. તરુણ ખન્ના અનુસાર શહેરોની સરખામણીએ અડધા ખર્ચમાં ગ્રામીણ વિસ્તારોમાંથી શ્રમશક્તિ મળી શકે છે અને ભારતમાં તેની અપાર ક્ષમતા છે.

અહીંયા તમામ કંપનીઓ એક ભૂલ કરે છે કે, તે ઊભરતા બજારમાં બરાબર એ જ મોડલ સાથે પ્રવેશે છે, જે તેમના પોતાના ઘર અથવા કહોને કે, દેશમાં કારગર રહ્યા હોય. વાસ્તવમાં દરેક યુરોપિયન રાષ્ટ્ર બરાબર આપણે ત્યાં એક રાજ્ય છે. આ કંપનીઓ પોતાની પ્રતિભા-શોધને તે જ ભૌગોલિક સીમા સુધી સીમિત રાખે છે.

પરંતુ આ કવાયતનું પરિણામ એ છે કે, ઉદ્યોગપતિઓને એ શ્રમશક્તિ માટે વધારે પૈસા ચૂકવવા પડે છે, જે તેમને અડધી કિંમતે મળી શકે છે. શહેરી શ્રમશક્તિમાં તમને ભાષા, સ્ટાઈલ અને પેકેજિંગ મળી શકે છે, જ્યારે ગ્રામીણ શ્રમશક્તિ છેક નીચેના સ્તર સુધી કામ કરવાના પોતાના સ્વભાવને કારણે ગ્રાહકોને સારી રીતે સમજે છે.

ફંડા એ છે કે, જો તમે ઓછી કિંમતે શ્રમશક્તિ હાંસલ કરવા તમારે ગ્રામીણ બેલ્ટમાં ફરીને વર્ષભર તેની શોધ ચલાવવી પડશે.

મેનેજમેન્ટ ફંડા, એન. રઘુરામન

raghu@bhaskarnet.com
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.