Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Management Fundas
 

ઊર્જાબચતની કળા કદી બેકાર નહીં રાખે

 
Source: Management Funda, N. Raghuraman   |   Last Updated 12:52 AM [IST](21/08/2010)
 
 
 
 
Advertisement
 
જો તમે કાર્યક્ષેત્રમાં માહેર છો, તમે વીજબિલમાં ઘટાડો લાવી શકો છો કે ઊર્જાનો વધુ સારી રીતે ઉપયોગ કરવાની વ્યવસ્થા કરી શકો છો તો આવનારા દિવસોમાં તમે એમબીએ ડિગ્રીધારક કરતાં પણ વધુ નાણાં કમાતા હશો.

વૈશ્વિક સ્તરે કોર્પોરેટ જગતનું ફોકસ ધીમે-ધીમે આ ક્ષેત્ર તરફ જઈ રહ્યું છે, જેમાં તેઓ આવતાં પાંચ વર્ષમાં પોતાનું વીજબિલ ૫૦ ટકા નહીં તો ઓછામાં ઓછું એક તૃતીયાંશ જેટલું ઘટાડી શકે. વર્ષ ૨૦૨૫ સુધીમાં એન્વાયરમેન્ટલ પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રી દુનિયામાં સૌથી મોટી ઇન્ડસ્ટ્રી હશે, જેનો કારોબાર ૨.૫૦ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે.

દિલ્હી અને પુણેની યુનિવર્સિટી ઉપરાંત ‘ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (ટેરી), જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અને મુંબઈમાં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ સહિત ભારતીય ટેક્નોલોજી સંસ્થાઓ પણ સ્નાતક અને સ્નાતકોત્તર કક્ષાનો ‘ગ્રીન’ નામનો કોર્સ ચલાવી રહ્યા છે. આ ક્ષેત્રમાં ડોક્ટરેટ અને પીએચ.ડી.ની સુવિધા પણ ઉપલબ્ધ છે. આઈઆઈએમ જેવી મેનેજમેન્ટની અગ્રણી સંસ્થાઓએ પણ તેમના અભ્યાસક્રમમાં કાર્બન ફાઈનાન્સ જેવા વિષયોનો સમાવેશ કર્યો છે.

અગ્રણી કોર્પોરેટ કંપનીઓમાં ‘સસ્ટેનેબિલિટી સેલ’ નામનો એક નવો વિભાગ બન્યો છે, જેમાં લોકો પ્રોડક્શન શેડ્યુલમાં વિઘ્ન પાડ્યા વગર ઊર્જાનો ઉપયોગ ઘટાડવા પર સતત કામ કરી રહ્યા છે. આ લોકો શોપ ફ્લોર પ્રોડક્શન મેનેજરોની સાથે કામ કરીને તેમની જરૂરિયાતો સમજ્યા બાદ એવી ટેકનીક વિકસાવે છે, જેથી વીજળીના વપરાશમાં ઘટાડો થઈ શકે. વિપ્રો જેવી અગ્રણી આઈટી કંપનીઓને પર્યાવરણ સુરક્ષા સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ મળ્યા છે.

અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પર્યાવરણને હર્યું-ભર્યું રાખવા માટે ભારેખમ બજેટ ફાળવ્યું છે. દુનિયાભરમાં ઉત્સર્જન ધોરણોમાં ધીમે-ધીમે ઘટાડો કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જેના પરિણામે અનેક કંપનીઓએ એવી ટેકનીકમાં રોકાણ કરવા મજબૂર થવું પડ્યું છે જેનાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાની સાથે-સાથે તોતિંગ વીજળી બિલમાં પણ ઘટાડો કરી શકાય. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમનું અનુમાન છે કે કલીન એનર્જી અને બાયો-ગેસના ક્ષેત્રમાં આવતાં ૧૫ વર્ષ દરમિયાન ૯ લાખ કરતાં વધુ નોકરીઓનું સર્જન થશે.

ફંડા એ છે કે, જો તમારી અંદર ઊર્જાનો પ્રભાવી ઉપયોગ સુનિશ્વિત કરવા સંબંધિત કળા છે તો તમે ક્યારેય પણ બેરોજગાર નહીં રહો.

raghu@bhaskarnet.com
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.