Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Sanat Mehta
 

૨૦૧૨: વિશ્વ પડખું ફેરવે છે

 
Source: Sanat Mehta   |   Last Updated 1:20 AM [IST](05/01/2012)
 
 
 
 
 
વીતેલું વર્ષ ૨૦૧૧ : હવે કોના ઉપર મીટ !
ર૦૧૧માં વિશ્વ રાજકીય-આર્થિક કટોકટીમાં ફસાયેલું રહ્યું. ૨૧મી સદીનો પ્રથમ દાયકો દુ:ખમાં ગયો છે.બીજા દાયકાનો આરંભ સરમુખત્યારો માટે ખરાબ અને લોકતંત્ર રાષ્ટ્રો માટે સંતાપમાં ગયો છે.

આરબની વસંતનો પ્રારંભ ર૦૧૧માં ઇજિપ્તના કેરોના તહરીર ચોકમાંથી થયો. આ વસંત ટ્યુનિશિયા પહોંચી અને પછી યમન, સિરિયા, મોરક્કો, જોર્ડન થઈ લિબિયાના ચાર દાયકાની વધુ સત્તા ભોગવનાર ગદ્દાફીના કરુણ અંજામ સુધી પહોંચી.

દસ વરસ પહેલાં અમેરિકાએ જ્યારે ઇરાક અને અફઘાનિસ્તાન પર યુદ્ધ લાદ્યું ત્યારે લાગતું હતું કે ખ્રિસ્તી-ઇસ્લામ વચ્ચેની વિશ્વવ્યાપી સંઘર્ષની આગાહી સાચી પડશે. ઇસ્લામિક જગતમાં ૯/૧૧ પછી અમેરિકા માટે એટલો રોષ ફેલાયો કે ઓબામાએ જયોર્જ બુશ પાસેથી પ્રમુખપદ આંચકી લીધા પછી ઇજિપ્ત જઈ ત્રાસવાદ વિરુદ્ધની લડાઈ ઇસ્લામ વિરુદ્ધની નથી એમ સ્પષ્ટતા કરી.

મે ર૦૧૧માં અમેરિકાના વિશિષ્ટ દળોએ પાકિસ્તાનના એબોટાબાદ શહેરમાં લાદેનને ઠાર માર્યો ત્યારે ત્રાસવાદી તાલિબાનને મોટો જીવલેણ ફટકો પડ્યો. આ એ જ એબોટાબાદ શહેર છે જે સરહદના ગાંધી અબ્દુલ ગફારખાનના અહિંસક પઠાણો-ખુદાઈ ખિદમતગારોનું મથક હતું અને ગાંધીએ બે વાર એની મુલાકાત લઈ આ ઝુંબેશને આશીર્વાદ આપ્યા હતા. ર૦૧૧ના અંતિમ દિવસોમાં ઇરાકમાંથી અમેરિકન સૌન્ય પાછું ફર્યું પણ ઇરાકમાં ન શાંતિ સ્થપાઈ, ન સ્થાયી સ્વરૂપની લોકશાહી સ્થપાઈ.

હવે પછી ઇરાકમાં ઇરાનની સહોદર સરકાર રાજ્ય કરે તો નવાઈ નહીં, એટલે કે ઇરાક મિત્રદેશ પણ નહીં બને, પણ જે યુદ્ધ ન કરી શક્યું, જે હિંસા ન કરી શકી એને આરબ યુવકોની જાગૃતિએ કરી બતાવ્યું. આરબની વસંતનો પ્રારંભ ર૦૧૧માં ઇજિપ્તની રાજધાની કેરોના તહરીર ચોકમાંથી થયો. આ વસંત ટ્યુનિશિયા અને પછી યમન, સિરિયા, મોરક્કો, જોર્ડન થઈ લિબિયાના ચાર દાયકાની વધુ સત્તા ભોગવનાર ગદ્દાફીના કરુણ અંજામ સુધી પહોંચી. ઇજિપ્તના હોસ્ની મુબારક જેલ પાછળ ગયા.

ટ્યુનિશિયાના જીને-અબિહીન અલીને સાઉદી અરેબિયા ભાગી જવું પડ્યું. સિરિયામાં બશર અસાદના રાજનો અંત આવ્યો.જોર્ડનના રાજાએ સ્વેચ્છાએ સુધારા કર્યા. ર૦૧૧નું વરસ આરબજગતના જુલમખોરો અને તાનાશાહો માટે બહુ ખરાબ ગયું.વિશ્વમાં બીજે પણ અસંતોષ વધતે- ઓછે અંશે ફેલાયા વગર ન રહ્યો. ઇઝરાયલના રાજપથ પર સાડાચાર લાખ લોકોએ કૂચ કરી. દક્ષિણ અમેરિકાના ચિલીમાં યુવકો અને શાળાનાં બાળકોએ શિક્ષણમાં પરિવર્તનની અહાલેક જગાડી.

વિશ્વના ૮૦ દેશોના ૪૦૦થી વધુ શહેરોમાં હાલની આર્થિક વ્યવસ્થા બદલવા ‘શેરબજાર કબજે કરો.’નું આંદોલન ચાલ્યું. રશિયામાં વડાપ્રધાન પુટિને રાષ્ટ્રપ્રમુખપદ ચૂંટણીમાં ગેરરીતિથી મેળવ્યું તો ત્યાં વિશાળ પાયે દેખાવો ચાલુ છે. ચીનમાં ઇન્ટરનેટર પર ‘જસ્મીન ક્રાંતિ’ના સંદેશા ફેલાવાય છે. મ્યાનમારના તાનાશાહો લોકતંત્ર ભણી વળશે કે શું ? એવો સવાલ સૂ કીને અપાયેલ છુટછાટ અને એણે નોંધાવેલ નવા રાજકીય પક્ષ પરથી જન્મ્યો છે.

બીજી બાજુ સમૃદ્ધ અમેરિકા, જાપાન અને યુરોપિયન દેશો - નવતર મૂડીવાદી નીતિનાં ર૦ વરસ પછી ગંભીર આર્થિક કટોકટીમાં ગળાડૂબ છે. આ રાષ્ટ્રોનું દેવું જેતે દેશોની કુલ આવક(જીડીપી)ના ૬૦થી ૧૪૦ ટકા પર પહોંચ્યું છે. આ દેવામાંથી બહાર આવવા ગ્રેટ બ્રિટન, પોર્ટુગલ અને સ્પેને મોટે પાયે કરકસરના રસ્તા અજમાવ્યા તો લોકો આવી કરકસરની વિરુદ્ધમાં શેરીઓમાં ઉતરી આવ્યા હતા. યુરો ઝોનની આ આર્થિક કટોકટીએ એમના ચલણ ‘યુરો ડોલર’સામે સવાલિયા નિશાન લગાડી દીધું છે.

આ દેશોને બચાવવા યુરોપિયન સેન્ટ્રલ બેન્ક, જર્મન, ફ્રાંસ, આઈએમએફ આર્થિક સહાય કરે છે પણ પરિસ્થિતિમાં ફેર પડતો નથી. ઇટાલીનું ભાવિ હજુય ચિંતા ઉપજાવી રહ્યું છે. ગ્રીસને બે વાર સહાય અપાઈ પણ ન તો શેરબજાર કે બોન્ડની હાલત સુધરી શકી છે. ભારતમાં ગવર્નન્સ અને ભ્રષ્ટાચારે સરકારને ડરાવી મૂકી છે. અણ્ણા આંદોલનને મુંબઈમાં અડધેથી છોડવું પડ્યું છે પણ એ ભારેલા અગ્નિ જેવું તો છે જ. જાપાને બીજા વિશ્વયુદ્ધ પછી બીજી મોટી તારાજી ધરતીકંપ અને સુનામીમાં વેઠી છે. બાકી હતું તે ફૂકુશિમા અણુમથકના વિસ્ફોટે પૂરું કર્યું છે. પાક - અમેરિકાના સંબંધો તંગ બન્યા છે. પાકમાં લોકતાંત્રિક સરકાર અને લશ્કર આમનેસામને છે.

અમેરિકામાં ર૦૧રની ચૂંટણી ઓબામાની ચૂંટણી છે. પરિણામે ડેમોક્રેટ અને રિપબ્લિકનો હલકી કક્ષાની રાજકીય સ્પર્ધામાં અટવાયા છે. ટૂંકમાં ર૦૧૧માં વિશ્વ રાજકીય અને આર્થિક એવી બેવડી કટોકટીમાં ફસાયેલું રહ્યું છે. બધાની મીટ હવે ર૦૧રની અમેરિકાની ચૂંટણી પર છે. ત્યાં સુધી આર્થિક અને રાજકીય ક્ષેત્રોની નિષ્ફળતાઓ વચ્ચે દુનિયા ઝોલાં ખાશે. ૨૧મી સદીનો પ્રથમ દાયકો તો દુ:ખમાં ગયો છે. બીજા દાયકાનો આરંભ તાનાશાહો અને સરમુખત્યારો માટે ખરાબ અને વિશ્વના લોકતંત્ર રાષ્ટ્રો માટે સંતાપમાં ગયો છે.

ભારતમાં રાજકીય પક્ષોના નકાબ ખુલ્લા થઈ ગયા છે. ભાજપને કણૉટક પછી ધાયું કરે એવું લોકાયુકત જોઇએ છે. મમતા અને પટનાયકને પણ એવું જ જોઈએ. કેન્દ્રમાં કડક લોકપાલ, સીબીઆઈ સંપૂર્ણ સ્વતંત્ર પણ રાજ્યનું લોકાયુકત કહ્યાગરું એવો ખેલ બંધારણના સમવાયતંત્રને નામે ખેલાઈ ગયો લાગે છે. ભારતમાં ર૦૧રથી ર૦૧૪ આવા જ જશે.

સનત મહેતા, લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.