ઝાડી-ઝાંખરા અંગે મને સૌથી સારી બાબત એ લાગે છે કે તે બધી મોટાભાગે મારા કદ જેટલી હોય છે. મોટાભાગે વૃક્ષ ખૂબ ઊંચે સુધી જાય છે. થોડાક જ વર્ષમાં આપણે એને માથું ઊંચું કરીને જોવા પડે છે. આપણને એમ લાગે છે કે એમના અને આપણા કદમાં ખૂબ અંતર છું. હોવો પણ જોઇએ. પણ બીજી તરફ, ઝાડીની વય ભલે ત્રીસ અથવા ચાલીસ વર્ષ કેમ ન હોય પણ તે હંમેશાં આપણા કદની સમકક્ષ અને પહોંચ જેટલી જ રહે છે. ઝાડી-ઝાંખરા ફેલાઇ શકે છે અથવા વઘારે ગીચ પણ હોઇ શકે છે, પણ તેવું ખૂબ ઓછું જોવા મળે છે કે તેની ઊંચાઈ આપણાથી વધારે થઈ હોય. તેનો અર્થ એ છે કે આપણે ઝાડીઓ સાથે વધારે આત્મીય થઈ શકીએ છીએ. આપણે તેના પાંદડાં, ફૂલ, બી અને ફળો સાથે વધારે પરિચિત બની શકીએ છીએ. આ ઉપરાંત ઝાડીઓમાં વસનાર કીડાં, પક્ષી અને અન્ય નાના જીવ સાથે પણ વધારે નજીકના સંબંધ રાખી શકીએ છીએ.
આપણે બધા જાણીએ છીએ કે માટીનું ધોવાણ અટકાવવા માટે ઝાડીઓ વધારે અકસીર સાબિત થાય છે. આવા કિસ્સામાં તેમનું મહત્વ વૃક્ષો જેટલી જ છે. દર વખતે ચોમાસા દરમિયાન મને ઠેકઠેકાણેથી ભૂસ્ખલનની સમાચાર જાણવા મળે છે, જો કે મારા ઘરની બરોબર ઉપર જે પહાડી જમીન છે તેને જંગલી મોગરા અને રાસબરીની ઝાડીઓએ જકડી રાખી છે. મેં વળી એમની વચ્ચે જ એક બેન્ચ પણ લગાવીને રાખી છે, જ્યાં બેસીને હું મારા ઘરની છતની સાથે સાથે આસપાસના દૃશ્યો પર પણ નજર રાખી શકું છું. આ મારું પ્રિય સ્થળ છે. જ્યારે હું અહીં હોઉં છું ત્યાં સુધી મને કોઇ શોધી શકતું નથી. હું પોતે જ્યાં સુધી ઝાડીઓમાંથી ટહુકો (બૂમ પાડીને) કરીને તેમને નહીં જણાવું કે હું અહીં છુપાયો છું ત્યાં સુધી તો નહીં જ. હું પક્ષીઓ માટે અનાજના દાણા નાખું છું અને તેઓ મારી આસપાસ કૂદાકૂદ કરતાં રહે છે. તેમાં જે સૌથી વધારે સ્વચ્છંદી હોય છે તે મારા જૂતાં પર આવીને બેસે છે અને તેની ઉપર પોતાની ચાંચ રગડીને તેને ચમકાવવાનો પ્રયાસ કરે છે. અહીં આખું વર્ષ ચકલીઓ જોવા મળે છે. કેટલીક મેના પણ જોવા મળે છે જે ઘર અને પહાડોની તિરાડોમાં રહે છે. આ જગ્યાની ઝાડી જરા નરમ હોય છે.
ઉનાળાના આગમન સાથે જ ફળ ખાનારા પક્ષી પણ જાણે ક્યાંથી આવી ચઢે છે, કારણ કે આ સમયે બોરડીનાં બોર પાકી ચૂક્યા હોય છે. તેમાં જ સમાવિષ્ટ છે આસમાની રંગના કબૂતરનું જોડું. મેં આ પ્રજાતિનાં કબૂતર આ અગાઉ ક્યારેય નથી જોયા. તે બન્ને કાંટાળી ઝાડીની ઉપર જ ઉડાઉડ કરતાં રહે છે અને તેના ફળને કતરી નાખે છે. રાસબરીની ઝાડી ઉપર ફિંચ ચકલીઓ અને પીળા રંગનું પેટ ધરાવતી બુલબુલ આક્રમણ કરે છે. પોપટોનું એક ટોળું ફળવાળા વૃક્ષો પર ઝપટ મારે છે. તે અહીં થોડીવાર માટે જ રોકાય છે. મારા પગરવ સાંભળતા જ પોપટોનું ટોળું આકાશમાં ઉડી જાય છે. ત્યાર પછી તેઓ નીચેના પહારી રસ્તાની આસપાસ આવેલા ફળોના વૃક્ષો પર જયાફત માણવા તૂટી પડે છે.
હિમાલયના ખીણ પ્રદેશમાં કિંગેરા નામની એક ઝાડી જોવા મળે છે, જે કરોંદા (લાલ રંગની ખાટી બેરી) જેવું હોય છે. જે પક્ષીઓની સાથે નાના બાળકોને પણ પોતાની તરફ આકર્ષે છે. શાળાએથી છૂટીને ઘર તરફ જતી વખતે બાળકો તેની આસપાસ ટોળું વળી જાય છે અને નાના-મોટાં ખાટાં-મીઠાં ફળનો આનંદ માણે છે. તેઓ એટલા બધા આ ફળ ખાઈ લે છે કે તેમના હોઠ પણ જાંબળી રંગના થઈ જાય છે. ત્યાર પછી તેઓ નાચતા-ગાતા ઘર તરફ આગળ વધે છે. તેમના ગયા પછી પક્ષીઓ અહીં પાછા આવી જાય છે.
ઝાડીઓના આ સંસારમાં ગરોળી જેવી દેખાતું નાનું પ્રાણી પણ જોવા મળે છે, તે ક્યારેય કોઇને નુકસાન પહોંચાડતા નથી. મોટાભાગે તેઓ ખડકોની તિરાડ અથવા વૃક્ષોની મૂળની આસપાસ જોવા મળે છે. તેઓ કયારેક કયારેક તડકો સેકવા અથવા પાંદડા પર જામેલી ઝાકળથી પોતાની તપસ છીપાવવા માટે બહાર નીકળી આવે છે. મારે તેમને એક શિકારી બિલાડીથી તેમની રક્ષા કરવી પડે છે. શરીર પર પટ્ટા ધરાવતી આ બિલાડીઓને લાગે છે કે પહાડ પર વસનારા તમામ જીવ-જંતુ તેમનું ભોજન છે. મારી બેન્ચ પર બેઠા બેઠા હું તેમને મારાં ઘરની છત પર ધીમે ધીમે ચાલતી જોઇ લઉં છું. મારે પાક્કો વિશ્વાસ છે કે આ બિલાડીની નજર પેલા કબૂતરની જોડી પર છે. મારે આ બિલાડી પર સતત નજર રાખવી પડશે. જ્યાં સુધી આ બિલાડી છે ત્યાં સુધી પક્ષીઓને ઝાડી સુધી બોલાવવાનો કોઇ અર્થ નથી, કારણ કે આ તો પેલી બિલાડી માટે મિજબાની ગોઠવવા જેવું થઇ રહેશે.
ઘણી ઝાડીઓ પર સુંદર - સુંદર ફુલ પણ જોવા મળે છે. ડોગ રોઝીસની ઝાડી, જંગલી પીળા મોગરાની ઝાડી, મધમાખીઓને આકર્ષિત કરનારા ફૂલોની ઝાડી, પતંગિયાઓ જેની ઉપર ઊડાઉડ કરતાં જોવા મળે છે તેવી ઝાડી જાણે કોઇ જાજમસમાન ભાસે છે. શિયાળામાં પીળી પડેલી ઘાસ હવે હરિયાળી બની રહી છે. હવે હું મારી બેન્ચ છોડીને ઘાસની ઉપર પણ આળોટી શકું તેમ છું. ઘાસને જોઇને મને હંમેશાં વોલ્ટ વ્હિટમેનની કવિતા યાદ આવે છેઃ એક બાળકે પૂછ્યું, શું હોય છે ઘાસ, તેના હાથોમાં હતી થોડીક ઘાસ, જમીનથી ઉખાડેલી, હું કેવી રીતે તને જણાવું એ બાળક? અગાઉ જે ઘાસ હતી, હું નથી જાણતો, હવે શું છે એ.
કોઇ કોઇ વધારે વિદ્વાન વ્યક્તિ નથી, તેમ છતાં એટલું તો કહી શકું છું કે ઘાસ ખૂબ સરસ હોય છે કારણ કે તે ઘણાબધા કિડાં સહિતના નાના-મોટાં અનેક જંતુઓનું નિવાસ હોય છે. શિકારી બિલાડી પણ આ બાબતે મારી સાથે સહમત હશે. આખરે તે ઘાસ પર વસનારા નાના-મોટાં જીવડાંઓને હજમ કરીને જ તાજીમાજી બની છે. બિલાડીએ પણ સમજી લીધુ છે કે પક્ષીઓથી તો ઘાસના જંતુ સારા. હું બિલાડીને ડરાવીને ભગાડી દઉં છું. આકાશી રંગના કબૂતર પણ હવે ઉડી ગયા છે. નાના પક્ષી પોતાની જગ્યાએ જ છે, પણ તે સાવચેત છે અને બિલાડી તેમને છેતરી શકે તેમ નથી. હું મારી બેન્ચ પર જઇને બેસી જઉં છું અને પક્ષીઓને નિહાળતો રહું છું. આ ઝાડીઓ પક્ષીઓ માટે એક પ્રતિક્ષાલય જેવું જ છે, જો કે તેઓ ઇચ્છે તો અહીં પોતાનું આસરો બનાવી શકે તેમ છે. તેમની ઉપસ્થિતિ મારાં જીવનમાં ગળપણ ઉમેરી નાખે છે.
રસ્કિન બોન્ડ લેખક પદ્મશ્રીથી સન્માનિત બ્રિટિશ મૂળના સાહિત્યકાર છે.