Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Vishnu Pandya
 

યાત્રા, તારાં રૂપ અનેક!

 
Source: Vishnu Pandya   |   Last Updated 12:05 AM [IST](04/11/2011)
 
 
 
 
 
ભારતમાં સંસદીય લોકશાહી માટે ચૂંટણીનો પ્રવેશ થયો ત્યારથી આજ સુધીની યાત્રાઓની તવારિખ રસપ્રદ છે. કેટલીક પ્રાદેશિક, કેટલીક રાષ્ટ્રીય સ્તરે અને રાજકીય ઉપરાંત સામાજિક-સાંસ્કૃતિક પણ ખરી જ! વિનોબાજીની ભૂદાન-યાત્રા તેમાં આગવું સ્થાન ધરાવે છે.

ભારતમાં સંસદીય લોકશાહી માટે ચૂંટણીનો પ્રવેશ થયો ત્યારથી આજ સુધીની યાત્રાઓની તવારિખ રસપ્રદ છે. કેટલીક પ્રાદેશિક, કેટલીક રાષ્ટ્રીય સ્તરે અને રાજકીય ઉપરાંત સામાજિક-સાંસ્કૃતિક પણ ખરી જ! વિનોબાજીની ભૂદાન-યાત્રા તેમાં આગવું સ્થાન ધરાવે છે.

ભારતીય રાજકારણના શબ્દકોશમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ‘યાત્રા’ શબ્દની ભારે બોલબાલા રહી છે. ઇન્દિરા ગાંધીએ વેલછી-હત્યાકાંડ સમયે યાત્રા કાઢેલી, તે યાદ આવે છે? તેમણે ગજરાજ પર સવારી કરીને વેલછી પહોંચવાનું રાખ્યું હતું! એનટી રામારાવની યાત્રાએ આંધ્રપ્રદેશના સત્તાકારણને જ બદલાવી નાખ્યું હતું. ચંદ્રશેખર એકવાર પ્રજાની પીડાને સમજવા માટે જનયાત્રા પર નીકળેલા. એલ.કે. અડવાણીની રથયાત્રાઓની ક્રિયા-પ્રતિક્રિયાઓથી આપણે પરિચિત છીએ. હવે તેમણે એક વધુ યાત્રા શરૂ કરી તે ગુજરાતમાં બે દિવસ પછી પ્રવેશવાની છે. ઉત્તરપ્રદેશમાં શ્રીશ્રી રવિશંકરજી અને બાબા રામદેવની ભ્રષ્ટાચાર-વિરોધી યાત્રાઓ નીકળવાની છે. અણ્ણા સાહેબ હજારે મૌન ખોલીને પાંચ વિધાનસભા-ચૂંટણી પ્રદેશોમાં ફરશે તેને ય નામ તો ‘યાત્રા’ જ અપાયું છે.

યાત્રાનો એક રૂઢ અર્થ તો કોઈ ધાર્મિક આસ્થાના સ્થાને પગપાળા (અને હવે ટ્રેન કે બસમાં) પહોંચવાનો હતો. પણ જ્યારે ‘યાત્રા’ શબ્દનાં મૂળિયાં શોધવામાં આવ્યાં હશે ત્યારે આ એક જ અર્થ હતો કે શું? વ્યુત્પત્તશિાસ્ત્રના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો આ અઢી અક્ષરના શબ્દે (‘પ્રેમ’ની જેમ?) કંઈ કેટલા પ્રદેશોનું ખેડાણ કર્યું છે એવું જણાય છે. આદિ શંકરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, ગુરુ નાનક, સ્વામી સહજાનંદ, દયાનંદ સરસ્વતીની યે ‘યાત્રા’ જ હતી ને?

‘યા’નો એક અર્થ થાય છે ટુ ઇનવેડ (આક્રમણ કરવું.) કંઈક ખોજ કરવી કે છેલ્લે સુધી મચી પડવું તેવા પણ અર્થો છે. ‘યાત્રા’ને ય તીર્થ સાથે જોડી દેવાની એકાંગી દ્રષ્ટિ આપણે રાખી નથી. સૈન્યની કૂચને કે ઉત્સવને અને સરઘસને ય યાત્રા શબ્દ સાથે મેળમિલાપ છે. (શોભાયાત્રા તો આપણી વચ્ચેનો રોજબરોજનો અવસર છે!) પરંતુ રસપ્રદ વાત એ છે કે મનોરંજન માટે પ્રસ્તુત થતો નાટ્યપ્રકાર યાત્રા-જાતરા નામે ઓળખાય છે. મધ્યકાલીન પ્રજાજીવનમાં આવી નાટ્યયાત્રા આખી રાત ચાલતી અને તેમાં ભાણ, ઇહામૃગ, ડિમ, વ્યાયોગ જેવાં, સર્વજનને ગમતાં નાટકો ભજવાતાં.

યાત્રાને જો ‘કૂચ’ ગણવામાં આવતી હોય તો દુનિયાના તખતા પર એવી કેટલીક યાદગાર ‘કૂચ’ નોંધાયેલી પડી છે. ગાંધીજીની દાંડીયાત્રા તેવી જ ઐતિહાસિક ઘટના હતી, ચપટી મીઠાના નિમિત્તે દેશ આખો જાગી ઊઠ્યો હતો. ચીનમાં સામ્યવાદનો પ્રારંભ માઓ-ત્સે-તુંગની ‘લોંગ માર્ચ’થી થયો હતો, અને વિડંબના જુઓ કે સામ્યવાદી ‘ક્રાંતિ’ની ગૂંગળામણ સામે ચીની યુવક-યુવતીઓએ વીસ વર્ષ પૂર્વે ટીનાનમેન સ્કવેર સુધીની લોકશાહી-સમર્થન યાત્રા કાઢવી પડી, તેમાં કંઈકેટલા યુવકો લાલ સેના (રેડ આર્મી)ની ટેન્કો તળે કચડાયા. અમેરિકામાં માર્ટિન લ્યૂથર કિંગે રંગભેદની ખિલાફ જે કૂચ કરી, તેણે જગતના આશાવાન સંઘર્ષશીલોને એક પ્રેરક ગીત ભેટ આપ્યું : હમ હોંગે કામિયાબ એક દિન (વી શેલ ઓવરકમ!)

વીતેલો મહિનો ઓકટોબર છેક ૧૯૪૩ના એક ઈતિહાસ-સ્તંભને જાળવીને બેઠો છે. ૨૧ ઓકટોબર, ૧૯૪૩ના દિવસે રંગુનમાં ભારતની પહેલવેલી ‘આઝાદ હિન્દ સરકાર’ સ્થપાઈ અને તેના સરસેનાપતિ-રાષ્ટ્રાધ્યક્ષ નેતાજી સુભાષચંદ્ર બોઝે ‘ચલો દિલ્હી’ના ગગનભેદી નારા સાથે ભારતમુક્તિ માટે જે સશસ્ત્ર કૂચ કાઢી તે સાચા અર્થમાં સ્વાતંત્રયયાત્રા હતી. શ્યોનાનથી રંગુન થઈને, ઇરાવતી નદીના કિનારે, આરાકાનનાં જંગલોમાં પસાર થઈને આઝાદ હિન્દ ફોજ છેક ઈમ્ફાલ સુધી પહોંચી હતી. લોહીથી લથપથ એ તવારખિ રહી.

સ્વાધીન ભારતમાં યે લોહી તો રેડાયું, પણ પરસ્પર ધિક્કારના ઉન્માદ માટે! ૧૯૪૭માં ભારત-વિભાજનની સાથે જ પંજાબ, બંગાળમાં હિંદુ-મુસ્લિમ સામસામા હત્યાકાંડો થયા. ૨૭ ઓગસ્ટ, ૧૯૪૭થી ૬ નવેમ્બર, ૧૯૪૭ની વચ્ચે વિભાજિત સ્વતંત્રતાનો ભોગ બનેલાની સંખ્યા એક કરોડથી વધુ હતી. ૨૭, ૯૯,૦૦૦ હજિરતીઓ (તે પણ વેદના-યાત્રા જ હતી ને?) હિંદમાં લાવવાના હતા. ૪,૨૭૦૦૦નું સ્થળાંતર થઈ ચૂક્યું. કુલ ૮,૪૫,૦૦૦ ‘નિવૉસિત’ બન્યા. એક અંદાજ પ્રમાણે ૧.૩ મિલિયન નાગરિકો મોતને ઘાટ ઉતારાયા. ૧૫ મિલિયને હજિરત કરી. ૧,૦૦,૦૦૦ બળાત્કારો થયા.

(ડૉ.. ઝકરિયાનાં પુસ્તકે આ વિગતો આપેલી છે.) આ હત્યાકાંડની આગને બુઝાવવા માટે ગાંધીજીએ ‘નોઆખલી-યાત્રા’ કરી, જેમણે સત્તર વર્ષ પૂર્વે, સ્વતંત્રતા માટે દાંડીયાત્રા કાઢી હતી! સ્વાધીન ભારતમાં સંસદીય લોકશાહી માટે ચૂંટણીનો પ્રવેશ થયો ત્યારથી આજ સુધીની યાત્રાઓની તવારખિ પણ રસપ્રદ છે. કેટલીક પ્રાદેશિક, કેટલીક રાષ્ટ્રીય સ્તરે, અને તે ય રાજકીય ઉપરાંત સામાજિક-સાંસ્કૃતિક પણ ખરી જ! વિનોબાજીની ભૂદાન-યાત્રા તેમાં આગવું સ્થાન ધરાવે છે. અને અત્યારની બાકી યાત્રાઓ ભ્રષ્ટાચાર, સત્તાકારણ કે ચૂંટણી પર કેવો પ્રભાવ પાડે છે તે જોવું રહ્યું.

યાત્રાઓ ભ્રષ્ટાચાર, સત્તાકારણ કે ચૂંટણી પર કેવો પ્રભાવ પાડે છે.

યાત્રાને જો ‘કૂચ’ ગણીએ તો દુનિયાના તખ્તે ઘણી યાદગાર ‘કૂચ’ નોંધાયેલી છે. ગાંધીજીની દાંડીયાત્રા ઐતિહાસિક ઘટના હતી. ચીનમાં સામ્યવાદનો પ્રારંભ માઓની ‘લોંગ માર્ચ’થી થયો હતો.

(વિષ્ણુ પંડ્યા - લેખક વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર છે.)
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.