Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Management Fundas
 

આંકડાને નફાનો આધાર ન બનાવો

 
Source: Management Funda, N. Radhuraman   |   Last Updated 12:31 AM [IST](19/08/2010)
 
 
 
 
 
તમે જોઈ શકો છો કે, કેન્દ્ર સરકાર સહિત તમામ રાજ્ય સરકારો હજુ પણ ખાદ્ય પદાર્થોની સતત વધતી કિંમતોનું કારણ શોધવામાં વ્યસ્ત છે. પરંતુ મૂલ્ય નિધૉરણને લગતી મોટા ભાગની નીતિઓ સરકાર માટે કામ કરતી વિવિધ એજન્સીઓ દ્વારા મોકલાયેલા આંકડાના આધારે તૈયાર કરાય છે. ખાંડનો જ દાખલો લો ને. વર્ષ ૨૦૦૯-૧૦માં કેન્દ્ર સરકારે ૧૬૦ લાખ ટન ખાંડ ઉત્પાદનનું અનુમાન લગાવ્યું હતું, જ્યારે ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશનમાં ખાંડનું વાસ્તવિક ઉત્પાદન ૧૮૮ લાખ ટન રહ્યું. દેખીતી વાત છે કે, એક બાબતે એજન્સીઓના રિપોર્ટિંગમાં અંતરને કારણે કૃષિ જિન્સોના આંકડામાં ભ્રમ રહે છે.

એક તરફ રાજ્ય કૃષિ કમિશનર પોતાની મશીનરીની મદદથી મેળવેલા શેરડી ઉત્પાદનના આંકડા કેન્દ્રીય કૃષિ મંત્રાલયને મોકલે છે. બીજી તરફ ખાંડ બનાવતાં ૧૯ રાજ્યોના શેરડી કમિશનર પણ અનુમાનિત ઉત્પાદનના આંકડા કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયને મોકલે છે. આ બે વિભાગના આંકડાનો ક્યારેય મેળ નથી ખાતો જેને કારણે કૃષિ ઉત્પાદનના મૂલ્ય નિધૉરણ અંગે ભ્રમની સ્થિતિ પેદા થઈ જાય છે. ખાંડ બનાવતાં ખાનગી કારખાનાં આ સ્થિતિનો લાભ ઉઠાવે છે અને પ્રોડક્શન ઓછું બતાવે છે, જેથી કિંમત વધારી શકાય.

આ ક્રમમાં એ જાણવું રસપ્રદ રહેશે કે, વર્ષ ૨૦૧૦-૧૧માં ૨૩૦ લાખ ટન ખાંડના પ્રોડક્શનનો અંદાજ લગાવાયો હતો. માત્ર કેન્દ્ર જ નહીં, પરંતુ રાજ્યનો કૃષિ વિભાગ પણ આપણા દેશનો સવૉધિક ઉપેક્ષિત વિભાગ છે. આપણા દેશમાં કોઈ પણ ચીફ એગ્રીકલ્ચરલ સ્ટેટિસ્ટિશિયનનું કામ હાથમાં લેવા નથી માગતું અને જો કોઈ તેને પડકાર તરીકે લે તોપણ બે-ત્રણ માસમાં તેનું મનોબળ તૂટી જશે.

આ સ્થિતિને કોર્પોરેટ જીવનના હિસાબે જોઈએ. જો તમારી નીચેના સ્તરનો કર્મચારી તમારા માટે બજારમાંથી આંકડા એકઠા કરે છે અને તમે ફિલ્ડ સર્વેના આધારે સેલ્સ કે પ્રોફિટ પ્રોજેકશન તૈયાર કરશો, તો આ ગણતરીનું પરિણામ શું આવી શકે છે તે સર્વવિદિત છે. તમામ કંપનીઓ અંદાજિત આવક કે નફાના આધારે વર્ષભરની યોજનાઓ બનાવે છે. આ સ્થિતિમાં આપણે આંકડા એકઠા કરવાની પ્રક્રિયા પ્રત્યે આંખ આડા કાન ન કરી શકીએ.

ફંડા એ છે કે, કોઈ પણ કંપનીના નફાનો દારોમદાર સાચા આંકડા પર નિર્ભર કરે છે. ખોટા કે અપર્યાપ્ત આંકડાઓ દ્વારા નફો તો દૂરની વાત પરંતુ પાયા પણ નબળા થઈ જાય છે.

raghu@bhaskarnet.com

મેનેજમેન્ટ ફંડા, એન. રધુરામન
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.