Advertisement
Home >> Abhivyakti >> Management Fundas >> Professional Success In The Market Survey Is Neede

વ્યવસાય સફળ કરવા બજારનો સર્વે જરૂરી

Management Funda, N. Raghuraman | Jul 10, 2012, 06:22AM IST
 
 

૧૯૨૨ના વર્ષમાં આઇઆઇટીના એક વિદ્યાર્થીએ એક એવી વ્હીલ રિંગ બનાવી કે જેના પર ગેસનું સીલન્ડિર રહી શકે, તેના પર એક થર્મોમીટર જેવુ યંત્ર હતું કે જેનાથી એ જાણી શકાતું હતું કે હવે ગેસના સીલન્ડિરમાં કેટલો ગેસ વધશે,ધીમે ધીમે તેની ચર્ચાએ જોર પકડ્યું અને લોકોમાં તેના વિશે જાણવાની ઇચ્છા વધી. તે દરમિયાન વિદ્યાર્થીએ જોયું કે તેણે એ સાધનની ઊંચાઇ ૫ ઇંચ રાખી હતી કે જેનાથી તેના પર ગેસનું સીલન્ડિર મુકાયા પછી તે રસોડાના પ્લેટફોર્મમાં આવી શકતું ન હતું. તેથી આ પ્રયોગ સદંતર નિષ્ફળ રહ્યો અને આમ થવાનું મુખ્ય કારણ એ હતું કે આ પ્રયોગને ખુલ્લા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો કે જેને ખરેખર તો પ્લેટફોર્મની નીચે કરવાની જરૂર હતી.

આ સિવાય આ પ્રયોગનો સર્વે ઉપકરણને ગૃહિણીઓના રસોડામાં લઈ જવાને બદલે તેમને ફેકટરીમાં બોલાવીને કરવામાં આવ્યો હતો. તમને એ જાણીને કદાચ આશ્ચર્ય થશે કે પક્ષીઓ પણ તેનો માળો બનાવતા પહેલાં માળો બાંધવાની જગ્યાનો સર્વે કરે છે. એશિયાઇ પક્ષીઓનું એક જુથ જૂન મહિનામાં અમદાવાદ શહેરના કાંકરિયા તળાવની આજુબાજુનાં વિસ્તારોનો સર્વે કરે છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રાણીસંગ્રહાલયમાં દર વર્ષે સ્પૂનબિલ, વ્હાઇટ આઇબિસ, લિટલ ક‹મોરેટ, નાઇટ હેરોન તેમજ કૈસલ ઇગ્રેટ્સ સહિતનાં ૨૦૦૦થી પણ વધુ પક્ષીઓ તેમનો માળો બનાવે છે.

પહેલાં ૧૦-૧૫ પક્ષીઓનો સમૂહ વિસ્તારમાં દાણા-પાણી કેટલા પ્રમાણમાં છે તેનો સર્વે કરે છે. તે ચકાસ્યા પછી અને તેના વિશે સંતુષ્ટ થયા પછી જુથ પાછું જાય છે અને પક્ષીઓના વિશાળ જુથ સાથે પાછું ફરે છે. પક્ષીઓ એ નથી વિચારતા કે ગયા વર્ષે બનાવેલા માળા તેમની રાહ જોતા હશે અથવા તેને ત્યાં પૂરતા પ્રમાણમાં દાણા-પાણી મળી રહેશે. જો આ પક્ષીઓ દર વર્ષે નિષ્ઠા સાથે સર્વે કરી શકતા હોય તો માણસોને પણ આવું કરતા કોણ રોકે છે?

ફંડા એ છે કે, જો તમે દરેક વર્ષે કોઇ ધંધાને લગતી ગતિવિધિનું પુનરાવર્તન કરવા માગતા હોવ તો દર વર્ષે નિયમિત રીતે બજારનો સર્વે કરવો જરૂરી છે. આમ ન કરવાથી નિષ્ફળતાની શક્યતા વધી જાય છે.

raghu@bhaskarnet.com


મેનેજમેન્ટ ફંડા,એન.રઘુરામન
 
 
 

Your Opinion
 
 
Code:
8 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment