બી ફાસ્ટ એન્ડ બી ફર્સ્ટ એ મુર્ડોકનો મુદ્રાલેખ છે. બિઝનેસની વ્યૂહરચના અંગે મુર્ડોક ઘડીના છઠ્ઠા ભાગમાં નિર્ણય લે છે અને હરીફ એ સ્ટ્રેટેજી સમજે તે પહેલાં બજાર પર પોતાની પક્કડ જમાવી લે છે. આવતીકાલ માટે આજે વિચારનારા લોકો ઓછા હોય છે પરંતુ મુર્ડોક એ શ્રેણીમાં હંમેશાં અગ્રેસર રહે છે.જાહેરમાં લીડર તરીકે નૈતિક જવાબદારી સ્વીકારવામાં કદી પાછી પાની કરતા નથી. પરિણામે વિવાદોનાં વમળમાં સતત રહેવા છતાં મુર્ડોક હમેશાં વિજેતા બને છે.
મૂળ ઓસ્ટ્રેલિયામાં જન્મેલા મુર્ડોકને ૨૦૧૦માં ફોબ્ર્સની યાદીએ વિશ્વના સૌથી પાવરફુલ મહાનુભાવોની યાદીમાં ૧૩મા સ્થાને અને ધનાઢ્યોની યાદીમાં ૧૧૭મા સ્થાને ઘોષિત કર્યા હતા. ન્યૂઝ કોર્પ.ના ચેરમેન અને ચીફ એક્ઝિકયુટિવની હેસિયતથી આજે રૂર્પટ મુર્ડોક અમેરિકામાં ટેલિવિઝન, ફિલ્મ, ન્યૂઝપેપર, એડવટૉઈઝિંગ, ફોકસ કેબલ નેટવર્ક, વોલસ્ટ્રીટ જર્નલ ઉપરાંત બ્રિટનમાં ધ સન અને ધ ટાઈમ્સ ગ્રૂપ પર અંકુશ ધરાવે છે.
મુર્ડોકના વ્યક્તિત્વની બીજી વિશેષતા એ છે કે તેઓ ખપ પૂરતી વાત કરે છે. ધંધામાં કોઈની ચાપલૂસી કરતા નથી. સુષ્ઠુ સુષ્ઠુ બોલવું તેમના સ્વભાવમાં નથી. જે કર્મચારી સારું કામ કરે એની કદર થાય છે. નોન પરફોર્મરને ગુડ બાય કહેવામાં મુર્ડોક એક પળનો પણ વિલંબ કરતા નથી. લાંબા ગાળે ફાયદો થતો હોય તો ટૂંક સમય માટે ટીકા સહન કરવામાં મુર્ડોકને કોઈ વાંધો પડતો નથી.
મૂર્ડોક પાસે પોતાનું આગવું વિઝન છે. વાતચીત કરવાની નિરાલી ઢબ છે. આત્મવિશ્વાસથી ભરપૂર મુર્ડોક હંમેશાં બે દાયકા પછી શું થશે એનો વિચાર કરી પ્લાનિંગ કરે છે. મુર્ડોકની કોઠાસૂઝ કાબિલેદાદ છે. મુર્ડોક પાકા ગણતરીબાજ છે. પ્રજાની નાડ પારખવામાં ઉસ્તાદ મુર્ડોક પોતાના ધંધામાં એક એક પાઈની ગણતરી કરે છે. મુર્ડોકની નસેનસમાં ધંધો છે. માર્કેટિંગ એની રગોમાં સતત વહ્યા કરે છે.
છીંડે ચડ્યો તે ચોર. ૨૧મી સદીમાં આપની જિંદગીની કોઈ સલામતી નથી તેમ આપના જીવનની કોઈપણ વાત ગોપનીય રહી શકતી નથી. બાપડા પ્રણવ મુખરજીએ ફરિયાદ કરી કે નાણાં મંત્રાલયની મારી ઓફિસમાં કોઈ જાણભેદુ તમામ વાતચીતો ટેપ કરી રહ્યું છે. તપાસ કરતાં ખબર પડી કે આખી સરકાર ફૂટેલી છે. સૌ એકબીજા પર જાસૂસી કરી રહ્યા છે. ફોન ટેપિંગની વાત રાજકારણની દુનિયામાં નવી નથી. અમેરિકામાં વોટરગેટ સ્કેન્ડલ પણ આ ટેપિંગની કમાલ હતી. આજકાલ દુનિયાના સૌથી મોટા મીડિયા મુઘલ માંધાતા રૂપર્ટ મુર્ડોક ટેપિંગ અને હેકિંગની બબાલમાં ફસાયા છે.
અખબારોના માલિકો અને તંત્રીઓનો ધર્મ કૌભાંડોને પ્રકાશમાં લાવવાનો છે. કૌભાંડ આચરવાનો નહીં. રૂપર્ટ મુર્ડોકના ન્યૂઝ કોર્પોરેશનની માલિકીના બ્રિટનના ૧૬૮ વર્ષના સૌથી જુના સાપ્તાહિક ટેબ્લોઈડ ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ ’ ખુદ વિવાદના વમળમાં ફસાઈ ગયું. આ અખબારના જવાબદાર (કે બેજવાબદાર) તંત્રીઓ બ્રેકિંગ ન્યૂઝ, એક્સકલુઝિવ, ઈન્વેસ્ટિગેટિવ સ્ટોરી મેળવવા માટે બ્રિટનના મહારાણી એલિઝાબેથ અને પ્રિન્સ ચાર્લ્સથી માંડીને ભૂતપૂર્વ વડાપ્રધાન ગોર્ડન બ્રાઉન સહિત સંખ્યાબંધ મહાનુભાવોના ફોન લેટેસ્ટ ટેક્નોલોજીથી ટ્રેક કરી તેમનું લોકેશન મેળવતા હતા. જરૂર પડે તેમનાં ફોન, ઈમેલ હેક કરતા હતા.
આ મહાનુભાવોની ગુપ્ત માહિતી મેળવવા સિક્યોરિટી સ્ટાફને ફોડતા હતા, લાંચ આપતા હતા. ઈન્વેસ્ટિગેશન કરવા કોઈના પણ ફોનના વોઈસ મેલનો ડેટા મેળવતા હતા. ફોનની વિગતો મેળવતા હતા. મનફાવે તે મહાનુભાવોની અંગત જિંદગીની વાતો સાંભળતા હતા અને રવિવારના છાપામાં મસ્ત મજાની વાર્તાઓ છાપતા હતા. આ છાપાના અહેવાલોની વિશ્વસનીયતા ગજબની હતી. હોય જ ને! એકદમ પરફેક્ટ ઓથેન્ટિક વાત ટેપ કરેલી હાજરાહજુર રહેતી.
પરિણામે દર રવિવારે ન્યૂઝ ઓફ ધ વર્લ્ડની ૨૬ લાખ નકલો ચપોચપ વેચાઈ જતી. ચટાકેદાર સમાચારની સમગ્ર સપ્તાહ દરમિયાન ચર્ચા થતી અને ભલભલા નેતાઓ આ છાપામાં પોતાના વિશે રખેને કાંઈ અજુગતું ન છપાય એ હેતુથી મુર્ડોકને પટાવતા રહેતા. આ મીડિયા મુઘલની ચાપલૂસી કરતા. બ્રિટનમાં સૌથી સનસનીખેજ અખબાર ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ ઉપરાંત સૌથી ગંભીર અને સૌથી વધુ વેચાતા અખબાર સન્ડે ટાઈમ્સ તથા ટેબ્લોઈડ ‘ધ સન’ના માલિક રૂપર્ટ મુર્ડોક જ છે.
ટૂંકમાં ગજબનો મીડિયા પાવર હોવા છતાં ચોરી પકડાઈ જતાં આ છાપું બંધ કરવાની મુર્ડોકને ફરજ પડી છે. બ્રિટનની સંસદમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પાપડી ભેગી ઈયળ બફાઈ જાય તેમ આ વિવાદને પગલે મુર્ડોકને ૧૨ બિલિયન ડોલરમાં બ્રિટિશ સ્કાય બ્રોડકાસ્ટિંગ ગ્રૂપને ટેકઓવર કરવાની તક ગુમાવવી પડી છે. બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ગોર્ડન બ્રાઉનના ફોન ટેપિંગ ઉપરાંત તેમના ખાનગી બેંક ખાતામાં કેટલી બચત છે એની જાસૂસી પણ આ અખબારે કરી હોવાના પુરાવા મળતા બ્રિટિશ સાંસદ આ મીડિયા માંધાતા પર વીફરી છે.
મુર્ડોકના પત્રકારોએ લશ્કરમાં માર્યા ગયેલા સૈનિકોના ફોન ટેપ કરીને અનૈતિકતાની ચરમસીમા વટાવી હતી. આજે આ મુર્ડોક પર બ્રિટનની સંસદ ફિટકાર વરસાવી રહી છે. મુર્ડોકને મળવા પડાપડી કરતા નેતાઓ તેનાથી દૂર ભાગી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે મુર્ડોકનું મીડિયા સામ્રાજ્ય હંમેશાં ભ્રષ્ટાચાર, તડ-જોડ અને ગોઠવણની રાજનીતિને પરિણામે જ ફૂલ્યું-ફાલ્યું અને પાંગર્યું છે.
આ મીડિયા મુઘલનો સફળતાનો ગ્રાફ સમજવા જેવો છે. મૂળ ઓસ્ટ્રેલિયામાં જન્મેલા મુર્ડોકને ૨૦૧૦માં ફોબ્ર્સની યાદીએ વિશ્વના સૌથી પાવરફુલ મહાનુભાવોની યાદીમાં ૧૩મા સ્થાને અને ધનાઢ્યોની યાદીમાં ૧૧૭મા સ્થાને ઘોષિત કર્યા હતા. ન્યૂઝ કોર્પ.ના ચેરમેન અને ચીફ એક્ઝિકયુટિવની હેસિયતથી આજે રૂર્પટ મુર્ડોક અમેરિકામાં ટેલિવિઝન, ફિલ્મ, ન્યૂઝપેપર, એડવટૉઈઝિંગ, ફોકસ કેબલ નેટવર્ક, વોલસ્ટ્રીટ જર્નલ ઉપરાંત બ્રિટનમાં ધ સન અને ધ ટાઈમ્સ ગ્રૂપ પર અંકુશ ધરાવે છે. યુરોપ અને ઓસ્ટ્રેલિયાના મીડિયા જગત પર ગજબનો કાબૂ ધરાવતા મુર્ડોક ટૂંક સમયમાં ભારતમાં પદાર્પણ કરવાનું વિચારી રહ્યા છે.
મુર્ડોકને અખબારી દુનિયાનો વારસો પિતા કિથ મુર્ડોક તરફથી મળ્યો હતો. ૧૯૫૦માં ધ મેલબોર્ન હેરોલ્ડના તંત્રી બન્યા બાદ રૂર્પટે માત્ર બે જ વર્ષમાં એડિલેઈડ ન્યૂઝ અને સન્ડે મેલનો હવાલો સંભાળી લીધો હતો અને ત્યારબાદ મીડિયા જગતનાં તમામ ક્ષેત્રે કદી પાછું વળીને જોયું નથી. રૂર્પટની સફળતાનું મોટું રહસ્ય શું છે? ગંગાકાંઠે જાય તો ગંગારામ, યમુના કિનારે જાય તો જમુનાદાસ અને બિહારમાં જાય તો બિહારીલાલ બનવાની આવડત ધરાવતા મુર્ડોકની ખૂબી જ એ છે કે તે હંમેશાં પોતાના વાચકોને વફાદાર રહે છે. મુર્ડોકને અખબારો ખરીદવાનો શોખ છે.
ખોટ કરતાં અખબારોને ખરીદીને અબજો રૂપિયાનો નફો કરવાની તાકાત માત્ર ૮૦ વર્ષના મુર્ડોકમાં જોવા મળે છે. મુર્ડોક કહે છે કે બ્રિટનમાં છાપું ચલાવવા માટે ઓસ્ટ્રેલિયાનો તંત્રી ન ચાલે. બ્રિટિશ તંત્રીઓ અને પત્રકારોને જ ધ સન, ધ સન્ડે ટાઈમ્સ કે ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ ચલાવવા દેવાય. મુર્ડોક હંમેશાં પોતાનાં અખબારોમાં શ્રેષ્ઠ ટેક્નોલોજી અને બહેતરીન કલર પ્રિન્ટિંગનો આગ્રહ રાખે છે. પ્રિન્ટિંગ ટેક્નોલોજીથી માંડીને બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી, ડાયરેકટ ટુ હોમ, સેટેલાઈટ ટ્રાન્સમિશનમાં મુર્ડોકની દાદાગીરીને કોઈ ન પહોંચી વળે.
મુર્ડોકની ધંધો કરવાની રીત નાવીન્યપૂર્ણ છે. મુર્ડોક માને છે કે મોટી માછલીને ફસાવવા માટે હૂક નાનો જ હોવો જોઈએ. મુર્ડોક સામા પ્રવાહે તરવામાં માને છે. બ્રિટનમાં ૧૯૮૦ના દાયકામાં અખબારોનું મર્જર એન્ડ એક્વિઝિશન કરવામાં મુર્ડોકને નવ નેજા પડ્યા હતા. એ સમયગાળામાં બ્રિટનમાં શ્રમિક આંદોલન (લેબર મૂવમેન્ટ) પરાકાષ્ઠાએ પહોંચેલી હતી. મુર્ડોકની એન્ટ્રી સામે જબરજસ્ત દેખાવો, ધરણાં, હડતાળો પડી પરંતુ મુર્ડોકે કોઈ મચક ન આપી. છેલ્લે ૬૦ મિલિયન ડોલર આપી મુર્ડોકે પૂર્વ લંડનના એ વિસ્તારના તમામ પ્રિન્ટરોને વિદાય આપી પોતાનું એકચક્રી શાસન સ્થાપી અધ્યતન પ્રિન્ટિંગ મશીનો લગાડ્યાં અને એ સાથે જ એની કંપનીનું વેલ્યુએશન ૩૦૦ મિલિયનથી વધીને એક બિલિયન ડોલર પહોંચી ગયું. મુર્ડોક પ્રત્યેક વિવાદ બાદ વિજેતા પુરવાર થાય છે.
મુર્ડોકની સફળતાનું સૌથી મોટું રહસ્ય શું છે? મુર્ડોક માને છે કે અખબારોની દુનિયામાં જો તમે માત્ર ગઈકાલની વાત કરતા રહો તો મોત નિશ્વિત છે. આજની સ્થિતિ અને આવતીકાલની સંભવિત પરિસ્થિતિનો ક્યાસ કાઢીને જ આગળ વધવું જોઈએ. સંબંધોનો ગુણાકાર કરવો જોઈએ. નેટવર્ક વ્યાપક કરતા રહેવું જોઈએ. નેટવકિઁગ એ ડેઈલી કમિટમેન્ટ છે એવો મુર્ડોકનો મુદ્રાલેખ મેનેજમેન્ટનો ગુરુમંત્ર બની ચૂક્યો છે. મુર્ડોક માત્ર સત્તાના ગલિયારામાં ભટકવામાં નથી માનતા પરંતુ સત્તામાં ભાગીદાર થવું પસંદ કરે છે. નિર્ણય કરવામાં મુર્ડોક મહત્વનો ફાળો આપે છે.
ચર્ચામાં કે ફિલોસોફીની ફેંકાફેંક કરવાને બદલે કઈ સોદાબાજીમાં સૌથી મહત્વનો ફાયદો થાય છે એ વાત પર મુર્ડોક સૌથી વધુ ભાર મૂકે છે. મુર્ડોકના વ્યક્તિત્વની બીજી વિશેષતા એ છે કે તેઓ ખપ પૂરતી વાત કરે છે. ધંધામાં કોઈની ચાપલૂસી કરતા નથી. સુષ્ઠુ સુષ્ઠુ બોલવું તેમના સ્વભાવમાં નથી. જે કર્મચારી સારું કામ કરે એની કદર થાય છે. નોન પરફોર્મરને ગુડ બાય કહેવામાં મુર્ડોક એક પળનો પણ વિલંબ કરતા નથી. લાંબા ગાળે ફાયદો થતો હોય તો ટૂંક સમય માટે ટીકા સહન કરવામાં મુર્ડોકને કોઈ વાંધો પડતો નથી.
મુર્ડોક તક મળે એટલે તુરંત જ સ્પર્ધકને ખતમ કરી નાખે છે. મુર્ડોક સલાહકારોની વાત સાંભળે છે પરંતુ આખરે ધાર્યું પોતાનું જ કરે છે. મુર્ડોક પોતાના નિર્ણયો બીજા પર છોડતા નથી. લીડર તરીકે મુર્ડોક હંમેશાં સામા મોરચે રહીને લડવામાં માને છે. મૂર્ડોક પાસે પોતાનું આગવું વિઝન છે. વાતચીત કરવાની નિરાલી ઢબ છે. આત્મવિશ્વાસથી ભરપૂર મુર્ડોક હંમેશાં બે દાયકા પછી શું થશે એનો વિચાર કરી પ્લાનિંગ કરે છે. મુર્ડોકની કોઠાસૂઝ કાબિલેદાદ છે. મુર્ડોક પાકા ગણતરીબાજ છે. પ્રજાની નાડ પારખવામાં ઉસ્તાદ મુર્ડોક પોતાના ધંધામાં એક એક પાઈની ગણતરી કરે છે. મુર્ડોકની નસેનસમાં ધંધો છે. માર્કેટિંગ એની રગોમાં સતત વહ્યા કરે છે.
મુર્ડોક ભવિષ્યમાં ક્યાં ફાયદો થશે તેની પાકી ગણતરી કરીને જ મૂડીરોકાણ કરે છે. મુર્ડોકને સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ દેખાતો નથી. હરીફ એક ડગલું માંડે તે પહેલાં મુર્ડોક એક માઈલ આગળ ચાલી જાય છે. શ્રેષ્ઠ પરિણામ આપવા માટે મુર્ડોક કોઈ બાંધછોડ કરતા નથી. બી ફાસ્ટ એન્ડ બી ફર્સ્ટ એ મુર્ડોકનો મુદ્રાલેખ છે. બિઝનેસની વ્યૂહરચના અંગે મુર્ડોક ઘડીના છઠ્ઠા ભાગમાં નિર્ણય લે છે અને હરીફ એ સ્ટ્રેટેજી સમજે તે પહેલાં બજાર પર પોતાની પક્કડ જમાવી લે છે. આવતીકાલ માટે આજે વિચારનારા લોકો ઓછા હોય છે પરંતુ મુર્ડોક એ શ્રેણીમાં હંમેશાં અગ્રેસર રહે છે. ભવિષ્ય વિશે સતત વિચારતા રહેતા મુર્ડોક લાંબા ગાળાની યોજના બનાવતા પહેલાં પૂરતો ડેટા મેળવી રિસર્ચ કરે છે.
મુર્ડોક મહત્વાકાંક્ષી છે. કલાકો સુધી સતત પરિશ્રમ કરવા છતાં હંમેશાં સ્ફૂર્તિનો ધોધ વહેતો હોય તેમ વર્તે છે. સતત શીખવાની ધગશ ધરાવતા મુર્ડોક એક્સાથે અનેક ઘોડાઓ પર સવારી કરે છે. ૮૦ વર્ષના થવા છતાં આજે તેઓ નિયમિત ગોલ્ફ રમે છે. ચાર કલાકની ઊંઘ છતાં હંમેશાં તાજગી અનુભવે છે કારણ કે તેમના માટે કાર્ય એ જ પૂજા છે. સતત જોખમ લેવાની સાહસિક વૃત્તિ ધરાવતા મુર્ડોકથી તમામ હરીફો સતત ડરતા રહે છે. મુર્ડોકની વ્યૂહરચના મહદંશે અકળ હોય છે.
મુર્ડોક ક્યારેક ભૂલ કરે તો એનો નિખાલસતાથી એકરાર કરે છે પરંતુ એમાંથી પદાર્થપાઠ શીખીને હંમેશ માટેની ખોટ ભરપાઈ કરી લે છે. મુર્ડોકની સૌથી મોટી ખાસિયત એ છે કે ભૂલ કરનારને કદી માફ કરતા નથી પરંતુ જાહેરમાં લીડર તરીકે નૈતિક જવાબદારી સ્વીકારવામાં કદી પાછી પાની કરતા નથી. પરિણામે વિવાદોનાં વમળમાં સતત રહેવા છતાં મુર્ડોક હમેશાં વિજેતા બને છે.
પોઈન્ટ ઓફ વ્યૂ
મૂડીવાદીઓ હંમેશાં એકબીજાની પીઠમાં ખંજર ભોંકવાની માનસિકતા ધરાવતા હોય છે માટે મુક્ત બજારમાં જ ધંધો કરવાની મજા આવે.- મુર્ડોક