આ દેશમાં કાળાં નાણાંનો ઉદ્ભવ શી રીતે થયો એનો ઈતિહાસ ફક્ત ૬૦ વર્ષ જુનો છે. કાળાં નાણાંની વ્યાખ્યા સરળ છે. રાજકારણીઓ કે અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કે લાંચ પેટે લેવાયેલા રૂપિયા, ઉદ્યોગપતિઓ કે વેપારીઓ દ્વારા કરચોરી કરીને મેળવેલા રૂપિયા, ગુનેગારો અને માફિયાઓએ ખૂન, લૂંટ, માદક દ્રવ્યો કે શસ્ત્રો વેચીને મેળવેલા રૂપિયા કે જેનો સ્ત્રોત સત્તાવાળા સમક્ષ જાહેર કરી શકાય તેમ નથી એ રકમ કાળાં નાણાંના સ્વરૂપે ઓળખાય છે.
૧૯૪૮થી ૨૦૦૮ સુધીનાં ૬૦ વર્ષમાં ભારત સરકારને કાળાં નાણાંને પગલે ૨૪,૦૦૦ અબજ રૂપિયાનો ચૂનો લાગ્યો હતો. ભારતના જીડીપીની સરખામણીમાં કાળાં નાણાંનું પ્રમાણ ૫૦ ટકા અંદાજે ૩૦,૦૦૦ અબજ રૂપિયા છે. ભારતનું ૬૨ ટકા કાળું નાણું વિદેશમાં છે અને ૩૮ ટકા દેશમાં ફર્યા કરે છે. મોટાભાગનાં નાણાં હવાલા રેકેટ મારફતે વિદેશોમાં જાય છે. આ કાળાં નાણાંના માત્ર વ્યાજમાંથી ભારત સરકાર દર વર્ષે કરવેરા વિનાનું સેંકડો રાહતો ધરાવતું બજેટ પેશ કરી શકે, પરંતુ યક્ષપ્રશ્ન એ છે કે શું સરકારની દાનત ખરેખર સાફ છે?
દિગ્વિજયના શાબ્દિક ચાબખાથી બચવા બાબા રામદેવે ૧૧૭૭ કરોડની સંપત્તિ જાહેર કરી છે અને નેતાઓની માફક અનેકગણી આવક છુપાવી છે. આ બાબાઓ અને નેતાઓની કોઈ વિશ્વસનીયતા લોકમાનસમાં રહી નથી. ભારતીય પ્રજા આ નેતાઓ માને છે એટલી મૂર્ખ નથી.
ભારત પાસે કાળાં નાણાંના લિસ્ટના અન્ય ટોપ ફાઈવ દેશો રશિયા, બ્રિટન, ચીન, યુક્રેઈન કરતાં બમણું કાળું નાણું છે. જો આ નાણાં ભારતમાં પરત આવે તો વિદેશી દેવું ર૪ કલાકમાં ચૂકતે થઈ જાય. આ દેશના ૫૦ કરોડ લોકો ગરીબીરેખાની ઉપર આવી જાય. બલકે ગરીબીરેખા નામનો શબ્દ ભારતીય અર્થશાસ્ત્રમાંથી દૂર કરવો પડે. મનમોહનસિંઘ દેશના તમામ કિસાનોનાં બધાં જ દેવાં માફ કરી શકે. દેશની પ્રજા પર આગામી ૩૦ વર્ષ સુધી કરવેરો ન નાખે તો પણ કમસેકમ દસ ટકાના દરે ભારતનો વિકાસ થતો રહે કારણ કે કાળાં નાણાંની તમામ મોકાણ કરવેરાના પરિણામે આરંભાઈ છે.
જુઠના અનેક પ્રકાર હોય છે. જુઠ, ભયંકર જુઠ્ઠાણું, હડહડતું આત્યંતિક જુઠ્ઠાણું અને આંકડાશાસ્ત્ર.... વડાપ્રધાન મનમોહનસિંઘે પ્રામાણિકતાથી પોતાની ૨.૭ કરોડની ફિકસ ડિપોઝિટ ઉપરાંત ચંડીગઢમાં ૯૦ લાખનું મકાન અને દિલ્હીમાં ૮૮ લાખના ફ્લેટની સંપત્તિ જાહેર કરી પોતાના મંત્રીઓને પણ સ્થાવર અને જંગમ મિલકતો જાહેર કરવા ફરજ પાડી. આ ઔપચારિકતાના ભાગરૂપે કેન્દ્રિય નાણામંત્રી પ્રણવ મુખરજીએ દિલ્હી અને કોલકાતામાં બે ફ્લેટ અને એક પ્લોટ સહિત કુલ ૧.૧ કરોડની કુલ સંપત્તિ જાહેર કરી.
ગૃહમંત્રી ચિદમ્બરમે એક સાઇકલ, એક કોર્ડલેસ ફોન, ઈન્વર્ટર બેટરી, ટ્રેડમિલ, કોમ્પ્યુટર, બે નંગ કાર સાથે ૧.૦૪ કરોડની ઘોષણા કરી. પ્રામાણિક મનાતા સંરક્ષણ મંત્રી એ.કે.એન્ટોનીએ સેકન્ડ હેન્ડ વેગનાર કાર ૧.૩૬ લાખની લોન સાથે લીધી છે. પત્નીના નામે ૧૫ લાખના પ્લોટ અને મકાન છે જ્યારે અંગત બચત એક લાખથી પણ ઓછી છે. વિદેશમંત્રી એસ.એમ. ક્રિષ્ણા પાસે પત્નીની સંપત્તિ સહિત ફક્ત ૪૨ લાખની કિંમતની સ્થાવર- જંગમ મિલકતો છે.
શરદ પવારે ૧૨ કરોડ, દયાનિધિ મારને બે કરોડની સંપત્તિ જાહેર કરી છે. શું આ આંકડાઓ સાચા હશે? આંકડાશાસ્ત્રના નામે આ નર્યું જુઠ્ઠાણું અને દંભ જણાય છે. દિગ્વિજયના શાબ્દિક ચાબખાથી બચવા બાબા રામદેવે ૧૧૭૭ કરોડની સંપત્તિ જાહેર કરી છે અને નેતાઓની માફક અનેકગણી આવક છુપાવી છે. આ બાબાઓ અને નેતાઓની કોઈ વિશ્વસનીયતા લોકમાનસમાં રહી નથી. ભારતીય પ્રજા આ નેતાઓ માને છે એટલી મૂર્ખ નથી. આ મહાનુભાવો પોતાની શ્વેત સંપત્તિ જાહેર કરે છે અને કાળાં નાણાં છુપાવી રહ્યા છે.
કાળાં નાણાંમાં ભારત વિશ્વમાં પ્રથમ નંબરે આવે છે. એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તાજેતરમાં કરેલા સર્વે અનુસાર સ્વિસ, જર્મન અને ફ્રાન્સ સહિતની વિશ્વની બેંકોમાં ભારતીય નેતાઓ, દલાલો અને ઉદ્યોગપતિઓના ૬૩,૦૦૦ અબજ રૂપિયા સચવાયેલા છે અને ભારત સરકાર આ નાણાં પરત લાવવા ઉત્સુક નથી. શા માટે? આ કાળાં નાણાંને ભારત ન લાવવામાં કોનું હિત સચવાય છે? મનમોહનસિંઘ અર્થશાસ્ત્રી છે. કાળાં નાણાંને કારણે દેશના અર્થતંત્રને કેટલું નુકસાન થાય છે એ બાબતથી સૌથી વધુ વાકેફ હોવા છતાં વડાપ્રધાન શા માટે ગળું ખોંખારીને કાળું નાણું નાથવા કમર કસતા નથી? કારણ કે કોઈ એક અર્દશ્ય શક્તિ રૂક જાવનો સંકેત કરી રહી છે.
ભારત પાસે કાળાં નાણાંના લિસ્ટના અન્ય ટોપ ફાઈવ દેશો રશિયા, બ્રિટન, ચીન, યુક્રેઈન કરતાં બમણું કાળું નાણું છે. જો આ નાણાં ભારતમાં પરત આવે તો વિદેશી દેવું ર૪ કલાકમાં ચૂકતે થઈ જાય. આ દેશના ૫૦ કરોડ લોકો ગરીબીરેખાની ઉપર આવી જાય. બલકે ગરીબીરેખા નામનો શબ્દ ભારતીય અર્થશાસ્ત્રમાંથી દૂર કરવો પડે. મનમોહનસિંઘ દેશના તમામ કિસાનોનાં બધાં જ દેવાં માફ કરી શકે. દેશની પ્રજા પર આગામી ૩૦ વર્ષ સુધી કરવેરો ન નાખે તો પણ કમસેકમ દસ ટકાના દરે ભારતનો વિકાસ થતો રહે કારણ કે કાળાં નાણાંની તમામ મોકાણ કરવેરાના પરિણામે આરંભાઈ છે.
આ દેશમાં કાળાં નાણાંનો ઉદ્ભવ શી રીતે થયો એનો ઈતિહાસ ફક્ત ૬૦ વર્ષ જુનો છે. કાળાં નાણાંની વ્યાખ્યા સરળ છે. રાજકારણીઓ કે અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કે લાંચ પેટે લેવાયેલા રૂપિયા, ઉદ્યોગપતિઓ કે વેપારીઓ દ્વારા કરચોરી કરીને મેળવેલા રૂપિયા, ગુનેગારો અને માફિયાઓએ ખૂન, લૂંટ, માદક દ્રવ્યો કે શસ્ત્રો વેચીને મેળવેલા રૂપિયા કે જેનો સ્ત્રોત સત્તાવાળા સમક્ષ જાહેર કરી શકાય તેમ નથી એ રકમ કાળાં નાણાંના સ્વરૂપે ઓળખાય છે.
ભારતમાં ઉદારીકરણ નહોતું આવ્યું અને લાઈસન્સ રાજ ચાલતું હતું ત્યાં સુધી વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ઈન્કમટેક્સના નામે ફફડતા હતા. એ જમાનામાં કરવેરાનું ભારણ આવકના સમપ્રમાણમાં ૯૭ ટકા સુધી વધતું હતું. પરિણામે બે નંબરનાં કાળાં નાણાંનો વ્યવહાર દેખીતી રીતે ગેરકાયદે હોવા છતાં આ પ્રકારનો ધંધો ન કરનાર હરીફાઈમાં ટકે એવી કોઈ શક્યતા જ નહોતી. ફક્ત ઈન્કમટેક્સ નહીં સ્ટેમ્પ ડ્યુટી, કસ્ટમ, એક્સાઈઝ, વેલ્થ ટેક્સ, બિલ્ડિંગ ટેક્સ, કેપિટલ ગેઈન્સ વગેરે કાયદા એટલા વિચિત્ર હતા કે પ્રામાણિકતાથી વેપારી ધંધો કરે તો ભૂખે મરવાનો વારો આવે. લિટરલી બારેય વહાણ ડૂબી જાય.
ધંધા-વેપારમાં મહેનતનું સાચું ફળ પણ ન મળે. કેરોસીનની પરમિટથી માંડીને સિમેન્ટ અને સ્કૂટરના ઉત્પાદનમાં લાઈસન્સ રાજ ચાલતું હતું. વિદેશ પ્રવાસ જતી વેળાએ ૫૦૦ ડોલરથી વધુ રકમની એન્ટ્રી કરાવવી પડતી હતી. વિદેશી ચલણ ખરીદો તો પાસપોર્ટમાં નોંધ કરાતી હતી. આજે આ બાબતો હાસ્યાસ્પદ લાગે છે પરંતુ ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હતો. હરીફાઈ કરવા માટે કંપનીઓને મોકળું મેદાન નહોતું મળતું અને અંકુશો અનેક હતા. આજે પરિસ્થિતિ સુધરી છે.
ભારતીય કંપનીઓને વિદેશી- બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે ધીંગી હરીફાઈ કરવા માટે લેવલ- પ્લેઈંગ સમકક્ષ- સમથળ મેદાન છે. ટેન્ડરોમાં મહદંશે પારદર્શકતા આવી રહી છે. કરવેરાના દરો ઘટ્યા છે. કસ્ટમ- એક્સાઈઝ વિભાગની ધાક ઘટી છે. ભારત દેશની સુરક્ષા કે પર્યાવરણને ખતરો ન હોય એવી કોઈપણ ચીજની આયાત થઈ શકે છે. કરવેરાની જાળમાં હવે વધુ નાગરિકો આવી ગયા છે. દાણચોરી તદ્દન ઘટી ગઈ છે. ભારતીય વેપારીઓને કરચોરી કરવાનું કે વિદેશમાં હવાલાથી કાળાં નાણાં મોકલવાનું ખાસ વાજબી કારણ રહ્યું નથી. છતાં કરચોરીની માનસિકતા હજી જતી નથી.
કરવેરાના દર ઘટવા છતાં આયાત કરનારાઓ શિપમેન્ટ્સનું અન્ડર ઈનપોઈસિંગ કરે છે અને નિકાસકારો ઓવર પોઈસિંગ. આયાતકાર ટેક્સ બચાવે છે અને નિકાસકાર એક્સપોર્ટ પ્રમોશન સ્કીમનો ફાયદો લે છે. ભારતમાં કરવેરાનું માળખું સરળ થયું એટલે ભ્રષ્ટાચાર વધુ સહજ થયો છે. અમેરિકાનો વેપારી કે ઉદ્યોગપતિ કરચોરીની કલ્પના કરી શકતો નથી કારણ કે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ જોરદાર દંડ અને સજા, ભારે કડકાઈથી કોઈની પણ શેહશરમ વિના કરી નાખે છે, પરંતુ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ, નેતાઓ અને સરકારી બાબુઓ પોતાની લાંચ મેળવવાની જોગવાઈના ભાગરૂપે કરચોરીની કેટલીક બારીઓ ઉઘાડી રાખે છે.
આ બારીઓમાંથી બાકોરાં પડે છે અને બિલાડીને બદલે હાથી સરકી જાય એવો ઘાટ ઘડાય છે. વેપારી અને ઉદ્યોગપતિ રાજકારણીઓને ચૂંટણી માટે ભંડોળ આપવાના બહાના હેઠળ તથા બાબુઓને કટકી ચૂકવવા છુપી બારીઓના સ્થાને દરવાજા બનાવી દે છે. પરિણામે દેશની પ્રજાને પ્રગતિનો લાભ મળતો નથી. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ દેશ સમૃદ્ધ બને છે, દેશવાસીઓ નહીં.
કાળાં નાણાંના પ્રભાવને કારણે હજી આ દેશનો સામાન્ય માનવી રહેવા માટે સહેલાઈથી મકાન ખરીદી શકતો નથી. ગામડાઓની હાલત હજી કાબૂમાં છે. શહેરી વિસ્તારમાં મધ્યમ વર્ગની કોઈ વ્યક્તિ સરળતાથી મકાન ખરીદી શકતી નથી. ૮૦ લાખનું મકાન વેચનાર બિલ્ડર ૪૦ લાખના જ દસ્તાવેજ કરે છે. જંત્રીના ભાવે આજે પણ ગુજરાતમાં કોઈ જગાએ જમીન મળે છે? કાળાં નાણાં પર નિયંત્રણ મુકાય તો રિયલ એસ્ટેટમાં આપોઆપ ભાવ ઘટે. કૃત્રિમ તેજીનો પરપોટો ફૂટે પરંતુ વાસ્તવમાં આમ બનતું નથી.
ભારત સરકારે કાળાં નાણાંને નાથવા માટે ડઝન સમિતિઓ બનાવી છે પરંતુ રિપોર્ટ ફાઈલ કરવા સિવાય આ સમિતિઓએ કોઈ ઘાડ મારી નથી. ૧૯૪૮થી ૨૦૦૮ સુધીનાં ૬૦ વર્ષમાં ભારત સરકારને કાળાં નાણાંને પગલે ૨૪,૦૦૦ અબજ રૂપિયાનો ચૂનો લાગ્યો હતો. ભારતના જીડીપીની સરખામણીમાં કાળાં નાણાંનું પ્રમાણ ૫૦ ટકા અંદાજે ૩૦,૦૦૦ અબજ રૂપિયા છે. ભારતનું ૬૨ ટકા કાળું નાણું વિદેશમાં છે અને ૩૮ ટકા દેશમાં ફર્યા કરે છે. મોટાભાગનાં નાણાં હવાલા રેકેટ મારફતે વિદેશોમાં જાય છે. આ કાળાં નાણાંના માત્ર વ્યાજમાંથી ભારત સરકાર દર વર્ષે કરવેરા વિનાનું સેંકડો રાહતો ધરાવતું બજેટ પેશ કરી શકે, પરંતુ યક્ષપ્રશ્ન એ છે કે શું સરકારની દાનત ખરેખર સાફ છે?
અણ્ણા હજારે અને બાબા રામદેવની લડાઈમાં ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંનો મુદ્દો હાંસિયામાં ધકેલાઈ રહ્યો છે. કોંગ્રેસી પ્રવક્તાઓએ રામદેવ અને અણ્ણા હજારેના આંદોલનમાં ભાજપનો ભગવો રંગ શોધી કાઢ્યો છે. આ આક્ષેપોમાં તથ્ય હોઈ શકે છે. ભાજપ રાજકીય પક્ષ તરીકે મનમોહન સરકાર સામેની લડાઈ પ્રત્યક્ષ કે પરોક્ષ ધોરણે લડી શકે છે પરંતુ ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંના મુદ્દે પલાયનવાદ શા માટે આચરવામાં આવે છે?
શું લોકપાલ વિધેયક લાવવાથી કે વિદેશમાં પડેલાં કાળાં નાણાં પરત લાવવાની પ્રતિબદ્ધતાનો પત્ર આપવાથી ઇચ્છિત લક્ષ્યાંક પાર પડશે? સરકારે શામ, દામ, દંડ અને ભેદની વ્યવહારિક નીતિ અપનાવી ભ્રષ્ટાચારને ડામવો પડશે અને કાળાં નાણાંને સફેદ કરવા વ્યૂહરચના ઘડવી પડશે. છેલ્લાં પાંચ વર્ષમાં આ વખતે પહેલીવાર ભારતનો વિકાસદર ઊડીને આંખે વળગે એ રીતે ઘટીને ૭.૮ ટકા થયો છે. ગત વર્ષની સરખામણીએ વિદેશી મૂડીરોકાણ ૨૫.૬૭ ટકા ઘટયું છે. રામદેવ બાબા અને અણ્ણા હજારેની ઝુંબેશથી વિદેશમાં ખાસ કરીને વૈશ્વિક સંસ્થાઓમાં ભારતની શાખ ઘટી છે.
ભારતમાં માઓવાદી અને નકસલવાદીઓના આંદોલનને કારણે ૧૨ રાજ્યોમાં મૂડીરોકાણ માટે વિદેશીઓ તૈયાર નથી. પૂર્વોત્તર ભારતનાં સાત રાજ્યોમાં વિકાસની તકો અલગાવવાદી ઝુંબેશને પરિણામે વેડફાઈ રહી છે. બિહાર અને ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોમાં માળખાકીય સુવિધાઓ નથી. પર્યાવરણના નામે કેન્દ્ર સરકાર ઈચ્છે તો વહાલા દવલાની નીતિ અપનાવી લે છે. વાતનો સાર એ છે કે મૂડીરોકાણ માટે આંગળીના વેઢે ગણાય એટલાં રાજ્યો ઉપલબ્ધ છે.
આ પરિપ્રેક્ષ્યમાં ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંનો દાનવ પડતા પર પાટુ મારે છે. કેટલાક તજ્જ્ઞો માને છે કે કાળાં નાણાંને બહાર લાવવા સ્વૈચ્છિક જાહેર યોજના એમ્નેસ્ટીના સ્વરૂપે જાહેર કરવી જોઈએ. ભૂતકાળમાં મજબૂરી ખાતર કે ધંધાકીય હિત સાચવવા કાળાં નાણાંનો સહારો લેનાર વર્તમાન દરે કરવેરો ચૂકવવા તૈયાર હોય તો એક તક આપી ગ્રેસફુલી મુક્તિનો માહોલ ઘડવો જોઈએ, ત્યારબાદ સખ્તાઈ આચરવી જોઈએ. ભારત જી-૨૦ ક્લબમાં સભ્ય રાષ્ટ્ર છે.
જો અમેરિકા, જર્મની કે ફિલિપાઇન્સને સ્વિસ બેંકો કરચોરોનાં નામ આપતી હોય તો ભારતને શા માટે ન મળે? મૂળ પ્રશ્ન રાજકીય ઈચ્છાશક્તિનો છે. હસનઅલીનો કેસ નમૂનેદાર છે. છેલ્લાં દસ વર્ષથી હસનઅલીનો કેમ વાળ વાંકો ન થયો? હસનઅલીના કેસમાં કેમ ઢાંકપીછોડો કરવામાં આવે છે? હસનઅલી મોં ખોલે તો કોને નુકસાન થાય તેમ છે? આ પ્રશ્નોના જવાબો અકળ નથી. આ કોયડો રહસ્યમય નથી. બોફોર્સ જેટલો ભેદી નથી અને ભારતીય પ્રજા બેવકૂફ નથી. હાં બાબુલોગ, નેતાલોગ...યહ પબ્લિક હૈ યહ સબ જાનતી હૈ.
પોઈન્ટ ઓફ વ્યૂ
આ દેશમાં પારદર્શકતાની ક્રાંતિ આવી રહી છે જેને કોઈ રોકી શકશે નહીં, પરંતુ કમનસીબે આ દેશના નેતાઓ, અધિકારીઓ અને ચાવીરૂપ પદાધિકારીઓ આ વાસ્તવિકતાને સ્વીકારવા સજ્જ નથી. - એ.કે. એન્ટોની, સંરક્ષણ મંત્રી
પોઈન્ટ ઓફ ઓર્ડર, અજય ઉમટ