ભૂખથી સંકોચાઈ ગયેલા પેટથી અસંખ્ય સામ્રાજ્ય પેદા થયાં છે. સમૃદ્ધિને જન્મ આપનારાં વર્ષોથી દબાયેલા જ છે.
ક્રાન્તિ એકવાર સફળ થઈ ગયા બાદ પોતાના જનકને જ ખાઈ જાય છે. સામાન્ય માણસ પ્રત્યે લાગણી દર્શાવીને અસંખ્ય લોકો શ્રીમંત અને સત્તાધારી થઈ ગયા છે અને ખુરશી પર બેસતાંની સાથે જ તે સામાન્ય માણસને ભૂલી જાય છે.
ફ્રેન્ક કાપ્રાની ‘મીટ જોન ડો’માંથી પ્રેરણા મેળવીને ટીનુ આનંદે ‘મૈં આઝાદ હૂં’ બનાવી હતી, જે નિષ્ફળ રહી હતી. આપણે ત્યાં આજે મીડિયાનો જેટલો વ્યાપ થયો છે તેટલો તે ચોથા-પાંચમા દાયકામાં અમેરિકામાં ફેલાઈ ચૂકયો હતો. ઓરસન વેલ્સની ‘સિટીઝન કેન’ (૧૯૪૧) એક મહત્વાકાંક્ષી નિર્દયી મીડિયા માલિકની કથા છે. ફ્રેન્ક કાપ્રાની ફિલ્મમાં એક અખબાર પોતાનું સરકયુલેશન વધારવા માટે એક ગરીબ-બેકાર વ્યક્તિને પૈસા આપીને પોતે બેરોજગારીથી કંટાળીને ક્રિસમસની રાત્રે એક બહુમાળી ઇમારત પરથી કૂદીને આપઘાત કરવા તેને તૈયાર કરે છે.
માનવજીવનની મુશ્કેલીઓને સ્પર્શતી આ સ્ટોરીને કારણે અખબારનું વેચાણ આકાશને આંબી જાય છે. મીડિયા નાયકને હીરો બનાવી દે છે. નાયક પોતાની પ્રાયોજિત રેડિયો ચર્ચામાં સામાન્ય માણસની મજબૂરીઓ વિશે વાત કરે છે અને તે બીજાં શહેરોમાં પણ લોકપ્રિય થઈ જાય છે. ભૂખ્યો અને બેરોજગાર હોવાને કારણે પોતાનું જીવન વેચવા નીકળેલો નાયક પેટ ભરાયા બાદ પોતાનો વિચાર બદલી નાખે છે.
મીડિયા સમ્રાટ ઇચ્છે છે કે કરાર પ્રમાણે તે આત્મહત્યા કરે પરંતુ જીદ પર અડગ જોઈને જાહેર કરી દેવામાં આવે છે કે આ મસિહાએ પોતાની જાતને વેચી હતી. આ હકીકત જાણ્યા બાદ જનતાએ તેના માટે પાંપણો પાથરી હતી તે જ તેને પથ્થર માર્યા. ક્રાન્તિ એકવાર સફળ થઈ ગયા બાદ પોતાના જનકને જ ખાઈ જાય છે.
સામાન્ય માણસ પ્રત્યે લાગણી દર્શાવીને અસંખ્ય લોકો શ્રીમંત અને સત્તાધારી થઈ ગયા છે અને ખુરશી પર બેસતાંની સાથે જ તે સામાન્ય માણસને ભૂલી જાય છે. ૧૯૩૯માં જોન સ્ટીનબેકની નવલકથા ‘ગ્રેપ્સ ઓફ રેથ’ પ્રકાશિત થઈ હતી, જેમાં ઔદ્યોગિકીકરણની આંધળી દોટમાં પાગલ ખેડૂતોના વિસ્થાપનની ગાથા રજૂ કરાઈ હતી. તેના પર પણ ફિલ્મ બની છે.
તેના કલાઈમેકસમાં મૃત બાળકને જન્મ આપનારી એક મહિલા એક ભૂખ્યા પ્રૌઢને મરતો બચાવવા માટે પોતાનું દૂધ પીવડાવે છે. સાહિત્ય, સિનેમા અને રાજકારણમાં સત્તાના બધા રસ્તા સામાન્ય માણસના પેટમાં થઈને પસાર થાય છે. ભૂખથી સંકોચાઈ ગયેલા પેટથી અસંખ્ય સામ્રાજ્ય પેદા થયાં છે. સમૃદ્ધિને જન્મ આપનારાં વર્ષોથી દબાયેલા જ છે.
ફ્રેન્ક કાપ્રાની ફિલ્મમાં પેલા સામાન્ય માણસને ‘જોન ડો’ નામ આપાયું છે. એક અર્થમાં જોઈએ તો સામાન્ય માણસ નામ વગરનો જ છે. સિનેમામાં અપરાધ રજુ કરતા સમયે ફિલ્મકાર જાણે-અજાણે અપરાધનું મહિમામંડન કરી દેતો હોય છે. આ જ રીતે ગરીબ સામાન્ય માણસનું ફિલ્મમાં ચિત્રણ પણ ગરીબીનું મહિમામંડન કરે છે. સિનેમામાં ગરીબને સારો અને અમીરને હંમેશાં ખરાબ વ્યક્તિ તરીકે દર્શાવવું પણ ગરીબ ને ગરીબ જ રાખવાનું ષડ્યંત્ર છે. બધી જ રાજકીય લહેરો ગરીબ માણસોની ભીડ બનવાથી જન્મે છે. ગરીબોમાં સફળ થનારા લોકો અમીરોની જમાતમાં બેસી જાય છે.
સામાન્ય માણસના પણ વિવિધ સ્વરૂપો હોય છે. ઘરમાં તે પરિવાર સાથે પ્રેમ કરનારો લાગણીશીલ વ્યક્તિ હોય છે. સડક કે કોઈ મેદાનમાં ભીડનો હિસ્સો બનીને હિંસક અને વિવેકહીન થઈ જાય છે. તે જ વ્યક્તિ અઢી બાય અઢીના પુલિંગ બૂથમાં પોતાની જાતિના આધારે થપ્પો મારે છે. તેમાંથી ભૂલથી જો કોઈ સંસદમાં પહોંચી જાય છે તો તે સવાલ પૂછવાના પણ પૈસા ખાય છે.
એક્સ્ટ્રા શોટ : વર્ષ ૧૯૮૯માં પ્રદર્શિત ‘મેં આઝાદ હૂં’ માટે જાવેદ અખ્તરને સર્વશ્રેષ્ઠ સંવાદ લેખકનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો.