સાહિત્યસર્જન માટે વંશ, પરિવાર કે વિશેષ ધર્મનું હોવું જરૂરી નથી, એટલે કે સર્જન પોતે જ એક ધર્મ છે અને તેની એક અલગ બિરાદરી હોય છે.
શેકસપિયરનાં લખેલાં નાટક હકીકતમાં ઓક્સફર્ડના નવાબ એડ્વર્ડ ડી વેયર નામના વ્યક્તિએ લખ્યા હતા, અસલ લેખક હોવાની વિચારધારાને ત્યાં ઓક્સફર્ડ થિયરી તરીકે ઓળખવામાં આવે છે. શેકસપીયર આટલા બધા વિદ્વાન હતા તો પછી તેમની દીકરીઓ મૂર્ખ શા માટે હતી?
મોટી ઘટનાઓ અને વિનાશ પર આધારિત કાલ્પનિક ફિલ્મો બનાવનાર રોલ‹ન્ડ એમેરિચે સીમિત બજેટમાં ‘અનોનિમસ’ નામની ફિલ્મ તૈયાર કરી છે. આ કથાનો આધાર એ છે કે શેકસપિયરનાં લખેલાં નાટક હકીકતમાં ઓક્સફર્ડના નવાબ એડ્વર્ડ ડી વેયર નામના વ્યક્તિએ લખ્યા હતા, જે કથિત રીતે નજીકના સગા હોવા છતાં ક્વીન એલીઝાબેથના આશિક હતા. અસલ લેખક હોવાની વિચારધારાને ત્યાં ઓક્સફર્ડ થિયરી તરીકે ઓળખવામાં આવે છે.
જો શેકસપીયર આટલા બધા વિદ્વાન હતા તો પછી તેમની દીકરીઓ મૂર્ખ શા માટે હતી? જરૂરી નથી કે સ્úજન વ્યક્તિઓના પુત્રો કે પુત્રીઓ પણ સૃજન જ હોય. સર્જનાત્મકતાની ક્ષમતા જન્મજાત ગુણ નથી હોતો. એક અન્ય વાહિયાત વિચાર એવો પણ અભિવ્યક્ત કરવામાં આવ્યો હતો કે શેકસપીયર જેવા સાધારણ પરિવારમાં જન્મેલા વ્યક્તિ છત્રીસ મહાન નાટકો કઈ રીતે રચી શકે? આ તો જાણે કે કોઈ અમીર અને પ્રસિદ્ધ પરિવારમાં જન્મ લેનાર વ્યક્તિનો જ અધિકાર હોય કે તે સાહિત્યનું સર્જન કરે.
અત્યંત ગરીબીમાં જીવતા કબીર ભારતના સૌથી મોટા કવિ હતા. સાહિત્યસર્જન માટે વંશ, પરિવાર કે વિશેષ ધર્મનું હોવું જરૂરી નથી, એટલે કે સર્જન પોતે જ એક ધર્મ છે અને તેની એક અલગ બિરાદરી હોય છે, જ્યાં અભિવ્યક્ત અને અનઅભિવ્યક્ત વિચાર પણ કોઈ અર્દશ્ય માધ્યમથી એકબીજા સુધી પહોંચતા રહે છે.
અસલ લેખકે ક્યારેય પોતાના નામનો ઉલ્લેખ કેમ નથી કર્યો અને શેકસપીયર સાથે એવો તે કેવો સબંધ હતો કે જેથી પોતાનું નામ છાનું રખાયું? શું એવું શક્ય છે કે આ વિચારધારા વાળા લોકો એવું પુરવાર કરવાનું નિર્ધારકરી લે છે કે શેકસપીયર નામનો કોઈ વ્યક્તિ ક્યારેય હતો જ નહી અને આ બધા સર્જન એડ્વર્ડ નામના કોઈ નવાબપુત્રની કલ્પના માત્ર છે? હકીકત એ છે કે બ્રિટનમાં શેકસપીયરનું જન્મસ્થળ છે અને ત્યાં બીજા અનેક પુરાવાઓ પણ પુરતી જાળવણી સાથે સંગ્રહિત થયેલા છે. એવું કઈ રીતે શક્ય છે કે કોઈ એવું કહી દે કે પ્રેમચંદ નામક વ્યક્તિ માત્ર કાલ્પનિક ચરિત્ર છે?
આ ફિલ્મ માટે એક મહત્વપૂર્ણ બાબત છે કે ફિલ્મકારે પાત્રો પાસે ખુલ્લા મેદાનમાં અભિનય કરાવડાવ્યો અને ત્યાર બાદ સ્પે.ઈફેકટ્સની ટીમે આ બધાં દ્રશ્યોને ક્વીન અલિઝાબેથના જીવનકાળવાળી ભવ્ય ઈમારતમાં આબેહુબ નિરુપિત કર્યા. કલાઈમેકસમાં ગ્લોબ થિએટર કે જ્યાં શેકસપીયરનાં નાટકો પહેલીવાર ભજવાયાં હતાં, તેનાં બળી જવાનાં દ્રશ્યો પણ ટીમે ઘડી કાઢયાં છે.
ફિલ્મ જોઈને કોઈ એમ નથી કહી શકતું કે આ દ્રશ્યો માટે ભવ્ય સેટ્સ બનાવડાવ્યા નહી હોય! આપણા સુપરસ્ટાર્સ પોતાની ફિલ્મોમાં સમાવાયેલા સ્પેશ્યલ ઈફેકટ્સનાં દ્રશ્યોની પ્રશંસા કરતાં થાકતા નથી. તેમના માટે આ ફિલ્મ એક ઉદાહરણ હશે. શેકસપીયરના પ્રેમ-પ્રસંગ પર પણ પુસ્તકો લખાયાં છે અને ફિલ્મ પણ બની છે.
સાહિત્યની સંપન્નતા સક્રિય અને સ્úજન વાચકો પર નિર્ભર કરે છે. કોલરઝિની એક કવિતાની પ્રથમ પંક્તિ છે ‘ઈન જનાલૂ ડિડ કુબલા ખાન’. અને એક જાણકાર વાચકે હજારો વર્ષ પહેલાંના જનાલુ નામક સ્થળ પર પુસ્તક લખી નાખ્યું. પુસ્તકો-ફિલ્મોમાં ક્રમશ: પંક્તિઓ અને ફ્રેઝની વચ્ચે સંતાએલા ગૂઢઅર્થ પ્રત્યે પોતાનો અભિપ્રાય આપનારાઓના આધારે જ રચનાના મૂલ્યોનો પ્રમાણ મળે છે. સર્જનશીલ વાચકો અને દર્શકો મહત્વપૂર્ણ છે.
એક્સ્ટ્રા શોટ : જર્મન ફિલ્મકાર રોલ‹ન્ડ એમેરિચે વર્ષ ૧૯૯૭-૯૮ દરમિયાન ‘ધ વિઝિટર’ નામની એક ટીવી સીરિયલનું નિર્માણ કર્યું હતું.