શાંતિ કે અશાંતિ, સુખ કે દુ:ખ વગેરેને માપવાનું કોઈ બેરોમીટર હોતું નથી. મનની લાગણી કઈ ભાવનાને કેવી રીતે અને કેટલી ઝીણી પીસે છે એ કહેવું કપરું છે.
બજારના આ ઉદ્દેશ્ય માટે બનેલું વિશાળ પ્રચારતંત્ર માનવી પાસેથી તેની સ્વતંત્ર વિચારવાની શક્તિને એવી રીતે છીનવી લે છે કે તેને ખબર પણ પડતી નથી. તેની શરૂઆત થાય છે ભાષામાં ભેળસેળ અને માતૃભાષાથી અંતરથી. બજારુ ષડ્યંત્રના આ સૂક્ષ્મ સંકેત ચારે બાજુ ફેલાયેલા છે.
વર્તમાન સમયગાળો બિનજરૂરી વિચારોની શોધ અને આંકડાબાજીના અરીસામાં આંશિક સત્યને દેખાડવાનો સુવર્ણકાળ છે. આ વાત બજારની એ સચ્ચાઈ સાથે જોડાયેલી છે જે બિનજરૂરી વસ્તુઓના વેચાણથી થતા નફા પર ચાલે છે. બજારના આ ઉદ્દેશ્ય માટે બનેલું વિશાળ પ્રચારતંત્ર માનવી પાસેથી તેના સ્વતંત્ર વિચારવાની શક્તિને એવી રીતે છીનવી લે છે કે તેને ખબર પણ પડતી નથી. તેની શરૂઆત થાય છે ભાષામાં ભેળસેળ અને માતૃભાષાથી અંતરથી. બજારુ ષડ્યંત્રના આ સૂક્ષ્મ સંકેત ચારે બાજુ ફેલાયેલા છે.
જયપુરના સાહિત્ય ઉત્સવમાં સ્ટીવન પિન્કરે જણાવ્યું કે, હાલનો સમય માનવ ઈતિહાસમાં સૌથી વધુ શાંતિનો સમય છે. તેની પાસે અનેક દલીલો છે અને આંકડા પણ, જેને અમાન્ય કરી શકાય એમ નથી પરંતુ આંકડાના અરીસામાં રહેલા અર્ધસત્યની સાથે જ શંકાનો કીડો પણ ઉદ્ભવે છે. જેમ કે સાક્ષરતાની ટકાવારી ૪૩થી વધીને ૭૪ ટકા થઈ ગઈ છે અને તાજેતરમાં જ શિક્ષિત બાળકોની આંતરરાષ્ટ્રીય પરીક્ષામાં ભારતનાં બાળકો છેલ્લેથી બીજા નંબરે આવ્યાં છે. આંકડા તો એ પણ બોલે છે કે, ગોડાઉનોમાં ૨૪૨ મેટ્રિક ટન અનાજ સંગ્રહાયેલું છે પરંતુ રાત્રે ભૂખ્યા ઊંઘી જનારા લોકોની સંખ્યા પણ ૨૦ કરોડ છે. હકીકતમાં આજના દોરમાં સાહિત્ય અને સિનેમાથી વધુ કલ્પનાશીલતા બેલેન્સશીટ લખવામાં છુપાયેલી છે. જોકે આ મહાન ગપગોળાના રચિયતાનું કોઈ સાહિત્ય સંમેલનમાં સન્માન કરવામાં આવતું નથી.
ભારતમાં વિદેશથી આવેલા આતંકવાદીઓ કરતાં અનેકગણી હત્યાઓ નકસલવાદને કારણે થઈ છે. પાકિસ્તાનમાં જન્મેલા આતંકવાદે પાકિસ્તાનની ધરતીને લાલ કરી દીધી છે. આ બધી બાબતોને નજરઅંદાજ કરીએ તો પણ પિન્કર મહોદય દ્વારા વર્ણવાયેલા આ શાંતિકાળમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના અદ્ભુત આવિષ્કારો બાદ પણ ઠેરઠેર અશાંતિ છવાયેલી છે. સમૃદ્ધ વર્ગ પણ પોતાની તમામ ભૌતિક સંપત્તિ અને સુવિધાઓ બાદ પણ અશાંત રહે છે, ખુદને અસુરક્ષિત અને અસ્થિર સમજે છે. ધર્મના ઠેકેદારો પણ પોતાની રાજકીય મહત્વાકાંક્ષાને કારણે બેચેન રહે છે. કોઈ વર્ગને સપનાં ડંખી રહ્યાં છે તો કોઈને વાસ્તવિકતા.
શાંતિ કે અશાંતિ, સુખ કે દુ:ખ વગેરેને માપવાનું કોઈ બેરોમીટર હોતું નથી. મનની લાગણી કઈ ભાવનાને કેવી રીતે અને કેટલી ઝીણી પીસે છે એ કહેવું કપરું છે. વુડી એલનની ફિલ્મ ‘મિડનાઈટ ઇન પેરિસ’માં એવું કહેવાનો પ્રયાસ કરાયો છે કે, માનવીને કોઈ પણ કાળખંડમાં બેસાડી દો, તે પોતાનો મૂળ સ્વભાવ છોડતો નથી. એક ખુશમિજાજ માનવી યુદ્ધભૂમિમાં પણ પોતાનો મજાકિયો સ્વભાવ છોડતો નથી અને એક દુ:ખ મેળવનાર વ્યક્તિ ઉત્સવના સમયે પણ સ્મિત રેલાવી શકતી નથી. માનવી પર પોતાના વંશ, પરિવાર અને પરિવેશનો પ્રભાવ રહે છે.
આ જ તેનું સ્વતંત્ર અને મૌલિક અસ્તિત્વ છે, જેની કોઈ ડુપ્લિકેટ કે ઝેરોક્ષ કાઢી શકાતી નથી. જો તમે હૃષિકેશ મુખર્જીની ‘આનંદ’ના રાજેશ ખન્ના અને જોની વોકરને મોગલકાળની સલીમ અને દુર્જનની જેમ ભૂમિકામાં મૂકી દો, તો તેઓ પોતાના મજાકિયા સ્વભાવથી મોગલ માહોલને પણ બદલી નાખશે. આ જ રીતે જો ‘પ્યાસા’ના ગુરુદત્તને મૌર્ય સુવર્ણકાળમાં મૂકીએ તો પણ એમ જ કહેશે, ‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ?’ માનવીનો મૂળ મિજાજ કેવી રીતે બને છે- આ બાબત જ જીવનનું રહસ્ય, સૌંદર્ય અને આનંદ છે.
એક્સ્ટ્રા શોટ : ૧૯૭૧માં પ્રદર્શિત ‘આનંદ’નું મુખ્ય પાત્ર રાજ કપૂરથી પ્રેરિત હતું, જે આ ફિલ્મના નિર્દેશક હૃષિકેશ મુખર્જીને ‘બાબુ મોશાય’ કહીને બોલાવતા હતા.