બધી જ ફિલ્મોમાં માંસલ દેહ ઉછાળા મારી રહ્યો છે, પણ આંખ આડા કાન કરતા સેન્સર બોર્ડના નિયમોએ અશ્લીલતા માટે સાંકડી છટકબારી બનાવી છે.
ભવ્ય ફિલ્મોની નાયિકાઓ વધુ અંગ પ્રદર્શન કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કરીના કપૂર, પ્રિયંકા ચોપડા, કેટરિના કેફ, બિપાશા બસુ, દીપિકા પાદુકોણ વગેરેને કેવી રીતે પ્રસ્તુત કરાઈ છે? આ નાયિકાઓએ ‘આઈટમ’ પ્રસ્તુત કરતી અભિનેત્રી-ઓના પેટ ઉપર પાટુ માર્યું છે.
‘ડર્ટી પિક્ચર’ રિલીઝ થઈ ગઈ છે, જેમાં નાના બજેટની સાહસી ‘જંગલી જવાની’ જેવી ફિલ્મોની નાયિકાની વ્યથાકથા રજૂ કરાઈ છે. બીજી તરફ મુંબઈમાં મધુર ભંડારકરની કરીના કપૂર અભિનીત ફિલ્મ ‘હિરોઈન’નું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે, જેમાં તથાકથિત શિષ્ટ ફિલ્મોની નાયિકાની કથા પ્રસ્તુત કરવામાં આવી રહી છે. ‘ડર્ટી પિક્ચર’ સિલ્ક સ્મિતાના જીવન પર આધારિત છે તો મધુરની પ્રેરણા મેરલિન મનરો છે. સિલ્ક અને મેરલિન બંનેએ આત્મહત્યા કરી હતી અને કેટલાક લોકો તેને રાજકીય હત્યા હોવાની શંકા સેવી રહ્યા છે.
અભિનેત્રીઓના અંગ પ્રદર્શનની વાત છે ત્યાં સુધી મોટા બજેટવાળી કહેવાતી ‘શિષ્ટ’ ફિલ્મો અને નાના બજેટ વાળી તથાકથિત ‘અશ્લીલ’ ફિલ્મોમાં એક સરખું અંગ પ્રદર્શન થતું હોય છે, કારણ કે તેમાં બ્રાન્ડનો સવાલ હોય છે. વાસ્તવિકતા એ છે કે ભવ્ય ફિલ્મોની નાયિકાઓ વધુ અંગ પ્રદર્શન કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કરીના કપૂર, પ્રિયંકા ચોપડા, કેટરિના કેફ, બિપાશા બસુ, દીપિકા પાદુકોણ વગેરેને કેવી રીતે રજૂ કરાઈ છે? તગડું મહેનતાણું મેળવનારી આ નાયિકાઓએ ‘આઈટમ’ રજૂ કરતી અભિનેત્રીઓના પેટ ઉપર પાટુ માર્યું છે.
કરીનાના ‘છમક છલ્લો’ અને મલાઈકાના ‘મુન્ની બદનામ’માં શું અંતર છે? બધા જ અંગપ્રદર્શન કરીને પૈસા રળી રહ્યા છે અને અંતર ફકત લેબલનું છે. બધી જ ફિલ્મોમાં માંસલ દેહ ઉછાળા મારી રહ્યો છે. ફિલ્મોમાં શરીર સૌષ્ઠવના દોરની સાથે સમાજમાં આવેલા ખુલ્લાપણાના યુગ તરફ પણ નજર કરવી જોઈએ. સમાજશાસ્ત્રી એ વાત સારી રીતે સમજાવી શકશે કે સમાજમાં ખુલ્લાપણાના પવનનો ધન અને ભ્રષ્ટાચાર સાથે શો સંબંધ છે.
જે લોકો આપણી અન્યાયપૂર્ણ સરકારોની દોષપૂર્ણ નીતિઓને કારણે રાતોરાત શ્રીમંત બની ગયા છે, તેમણે પોતાના પરિવારના સભ્યોને ખર્ચ અઢળક નાણાં આપ્યાં. આ નાણું ફેશન પાછળ ખર્ચાયું અને આધુનિકીકરણના મોહમાં નકલી જીવનપ્રણાલી વિકસિત થઈ, જ્યારે સાચી આધુનિકતા તો વિચારવાનો એક દ્રષ્ટિકોણ છે. આ નાણાપ્રવાહે બજાર અને જાહેરાતની તાકાતને મજબૂત કરી છે. બજાર અને જાહેરાતની દુનિયામાં નારીદેહ માત્ર એક વસ્તુ છે.
આંખ આડા કાન કરનારા સેન્સર બોર્ડના આત્મા વગરના નિયમોએ અશ્લીલતા માટે સાંકડી છટકબારીઓ બનાવી છે. વર્ષોથી દબાયેલી ઇચ્છાઓને પૂરી કરવાની ઇચ્છાએ બજારને નવું જોમ આપ્યું છે. બદનામ ગલીઓમાં બનેલાં ઘરોમાં પણ વર્ગભેદ રહ્યો છે. ઊંચા કોઠાઓની વચ્ચે સામાન્ય દુકાનો પણ હોય છે. જેનું બીજું સ્વરૂપ આપણે ‘બી’ ગ્રેડની ફિલ્મોની નાયિકા અને ભવ્ય બજેટની નાયિકાઓમાં જોઈએ છીએ. સિલ્ક સ્મિતા અને મેરલિન મનરોનો તેમની જ છબીએ ભોગ લીધો છે. મનોરંજન ઉદ્યોગમાં કોઈ એક ભૂમિકામાં બંધાઈ જવું ખતરનાક ખેલ છે.
લોકપ્રિય પાત્રોનું પુનરાવર્તન કરવામાં આવે છે અને કલાકારની મૂળ શક્તિઓ ગૂંગળાઈ જાય છે. અફવાઓને મોકળું મેદાન મળે છે. હવે વિદ્યા બાલન માટે કપરા ચઢાણ છે. તેને પારંપારિક ભૂમિકાઓ મળવી અઘરું થઈ પડશે. ક્યારેક લોકપ્રિય ભૂમિકાઓ કલાકારનાં અંતરમાં પ્રવેશી જાય છે. ભૂમિકાઓની કાંચળી ઉતારીને ફેંકી દેવી એટલું સરળ નથી હોતું. જગાડવામાં આવેલી ઇચ્છા જગાડનારને જ દંશ મારતી હોય છે.
એક્સ્ટ્રા શોટ : ૧૯૯૮માં પ્રદર્શિત મણિરત્નમની ફિલ્મ ‘દિલ સે’માં મલાઈકા અરોરા ખાને પોતાનું પ્રથમ આઈટમ સોંગ ‘છૈયાં-છૈયાં’ કર્યું હતું, જેમાં તેની સાથે શાહરુખ ખાન હતો.