Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Parde ke Pichhe
 

કામુક સૌંદર્ય : નારી માટે નજરાણું કે નકામું?

 
Source: Parde Ke Peeche, Jai Prakash Chouksey   |   Last Updated 12:35 AM [IST](02/12/2011)
 
 
 
 
 
કોઈ મહિલા કે પુરુષમાંની કઈ બાબત કેવી રીતે લાગણીઓ જગાડે છે તેનું રસાયણ રહસ્યમય છે. કામનાનો આધાર સુંદરતા જોનારની દ્રષ્ટિ પર છે.

સેક્સ સિમ્બોલના રૂપમાં પ્રખ્યાત થયેલી મહિલાઓનું વ્યક્તિગત જીવન ખૂબ જ દુ:ખી અને ત્રાસદાયક હોય છે. તેમનાં શરીરને લઈને અસંખ્ય અજાણ્યા લોકો તેને પોતાની કલ્પનાનું કેન્દ્ર બનાવી લેતા હોય છે.

એકતા કપૂરે મિલન લુથરિયા નિર્દેશિત ‘ડર્ટી પિકચર’નો એટલો જોરદાર પ્રચાર કર્યો છે કે તેને કોઈ મોટા સ્ટારની ફિલ્મને મળે તેવું ઓપનિંગ મળી શકે છે. જોકે તેમાં વિદ્યા બાલન, નસીરુદ્દીન શાહ, ઇમરાન હાશમી અને તુષાર કપૂરમાંથી એક પણ મોટો સ્ટાર નથી. એકતાએ પોતાની લોકપ્રિય સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈં’ના ખાસ એપિસોડમાં વિદ્યા બાલન અને ઇમરાન હાશમીને મુખ્ય પાત્રો સાથે એટલાં બધાં સાંકળી દીધાં હતા કે તે રામ કપૂર અને સાક્ષી તંવરની પ્રેમકથામાં ઉદ્દીપક બની જાય છે. પ્રથમ વાર નાયકને નાયિકા પ્રત્યે આકર્ષણની લાગણી થાય છે. અત્યાર સુધી જેને મધ્યમ વર્ગની પત્નીને માત્ર નૈતિક મૂલ્યો વાળી સીધી-સાદી મહિલાના રૂપમાં જોતો હતો, તે હવે ઇચ્છાઓ જગાડનારી એક આકર્ષક મહિલા દેખાવા લાગે છે.

કોઈ મહિલા કે પુરુષમાંની કઈ બાબત કેવી રીતે લાગણીઓ જગાડે છે તેનું રસાયણ રહસ્યમય છે. કામ-કામના વિચિત્ર રીતે જાગૃત થાય છે. તેનો આધાર સુંદરતા જોનારની દ્રષ્ટિ પર છે. દ.આફ્રિકામાં સુંદરતાના માપદંડ ભારતથી જુદા છે. સુંદરતાનો માપદંડ નક્કી કરવામાં ચેષ્ટાની ભૂમિકા મહત્વની હોય છે. દુનિયાની બધા જ પ્રકારની પ્રગતિમાં માણસની સપનાં જોવાની ક્ષમતા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. આ વિવિધ સપનાંઓમાં કામ-કામનાના વિચારો પણ સામેલ છે.

આ એક અલગ પ્રકારની કલ્પના છે, જે પ્રેમથી જુદી છે. મજનુ કે રોમિયોએ ક્યારેય પણ લૈલા કે જુલિયટના કામ-કામનાવાળાં સપનાં નહીં જોયાં હોય. તેમનું પાગલપણું જુદા પ્રકારનું છે, પરંતુ સામાન્ય માણસના જીવનમાં કામના કે કલ્પનાનું આગવું સ્થાન છે અને તેનાં વિવિધ સ્વરૂપો પણ છે. લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે વાત્સ્યાયને આ સૂક્ષ્મ વિચારનું વિવરણ પણ કર્યું છે કે અંતરંગતાના સમયે પણ મનુષ્ય કોઈ બીજાની કલ્પના કરવાનું પાપ કરી શકે છે.

સિલ્ક સ્મિતાના જીવનમાંથી પ્રેરણા લઈને મિલન લુથરિયાએ કાલ્પનિક ફિલ્મ ‘ડર્ટી પિકચર’ બનાવી છે અને ફિલ્મના નામની જાહેરાત સાથે જ તેની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આ પ્રકારની સનસનાટી બોક્સ ઓફિસ પર નાણાંનો વરસાદ લાવે છે. સેન્સરશિપના છીછરા કાયદા અને સમાજમાં પ્રવર્તમાન બંધનોએ સિલ્ક સ્મિતાને સ્ટાર બનાવી છે. નિયમોના ગઢમાં બાકોરું પાડીને નારીદેહનું પ્રદર્શન અને કામુકતા જગાડનારી ફિલ્મો મુખ્ય સ્ટુડિયોની આસપાસ આવેલી સાંકડી ગલીઓમાં બનતી રહી છે.

સિલ્કે ખુદ કલ્પનાને જન્મ આપ્યો અને પછી પોતાની છબિની કેદમાંથી આઝાદ થવા આત્મહત્યા કરી લીધી. કથામાં રહેલી તકોનો લાભ લઈને નારીદેહના પ્રદર્શન દ્વારા મિલન લુથરિયા મહિલાઓનાં જીવન પર ઠોકી બેસાડવામાં આવેલી નકલી નૈતિકતાના પર્દાફાશનો પ્રયાસ કર્યો હોઈ શકે.

સેક્સ સિમ્બોલના રૂપમાં પ્રખ્યાત થયેલી મહિલાઓનું વ્યક્તિગત જીવન ખૂબ જ દુ:ખી અને ત્રાસદાયક હોય છે. તેમનાં શરીરને લઈને અસંખ્ય અજાણ્યા લોકો તેને પોતાની કલ્પનાનું કેન્દ્ર બનાવી લેતા હોય છે. કલ્પનામાં છુપાયેલાં કામ-કામનાનાં અર્દશ્ય તીર મનમાં વાગી શકે છે. સમાજશાસ્ત્રીઓનું ધ્યાન આકર્ષિત કરવું જરૂરી છે કે સાહસિક ફિલ્મોના મહિલા દર્શક વર્ગની સંખ્યા પણ ઓછી નથી. સદીઓથી અત્યાચાર સહન કરતી હોવા છતાં તેમની કામના-સ્વપ્નનાં સમાન અધિકારોને નજરઅંદાજ કરવાથી તેનો લોપ થઈ જતો નથી.

એક્સ્ટ્રા શોટ : સિલ્ક સ્મિતાએ પોતાની ૧૭ વર્ષની કરિયરમાં મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દી ભાષામાં બનેલી ૪૫૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.

પરદેકે પીછે,જયપ્રકાશ ચોક્સે

jpchowksey@yahoo.in
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.