મિત્રોમાં અહંકાર પેદા થયા બાદ માનવી પોતાનું ઘર બનાવતાં પહેલાં બીજાની દીવાલ તોડવાનું વધુ પસંદ કરે છે.
રોમિયો-જુલિયટ પર અનેક ફિલ્મો બની છે. નિર્માતા ફ્રેન્કો જેફરલીએ ૧૭ વર્ષની કન્યાને જુલિયટ અને અઢાર વર્ષના યુવકને રોમિયોની ભૂમિકા આપી હતી. આપણે ત્યાં ૧૧ ‘દેવદાસ’ બની છે પરંતુ કોઈ નિર્માતાએ ૧૭ની પારો, ૧૮નો દેવદાસ અને ૨૦ વર્ષની ચંદ્રમુખી લીધી નથી.
સંજય લીલા ભાણશાળી શેકસપિયરના નાટક ‘રોમિયો એન્ડ જુલિયટ’થી પ્રેરિત કથાને ગુજરાતના સાંસ્કૃતિક પરિર્દશ્યમાં ગોઠવીને કરીના કપૂર અને રણવીર સિંહ સાથે એક ફિલ્મ બનાવવા માગે છે. તેઓ ‘ગુજારિશ’ અને ‘સાંવરિયા’થી મુકત થઈને ‘હમ દિલ દે ચૂકે સનમ’ તરફ પાછા ફરવા માગે છે. એવા પણ સંકેત છે કે પોતાના મિજાજને ‘બ્લેક’ ને તેઓ હવે બોક્સ ઓફિસની ‘રંગીન’ દુનિયામાં લાવવા માગે છે. બોક્સ ઓફિસ એક ચુંબક પણ છે અને જરૂરિયાત પણ.
પિઝા અને બર્ગરની લાલચ ભલે વધુ થાય પરંતુ દાળ-રોટલી ખાધા વગર લાંબા સમય સુધી રહી શકાય નહીં. સમાચાર તો એવા પણ છે કે ભાણશાળીની સફળ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના સંગીતકાર ઇસ્માઈલ દરબાર પણ રોમિયો-જુલિયટથી પ્રેરિત ઓપેરા જેવી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ કદાચ પટકથાથી પહેલાં તેનું સંગીત બનાવી નાખશે. જોકે સંજયની રોમિયો-જુલિયટમાં ઇસ્માઈલ દરબારનું સંગીત સાંભળવા મળશે નહીં.
મિત્રોમાં અહંકાર પેદા થયા બાદ માનવી પોતાનું ઘર બનાવતાં પહેલાં બીજાની દીવાલ તોડવાનું વધુ પસંદ કરે છે. સંજય લીલા ભાણશાળી બહુમુખી પ્રતિભા ધરાવે છે અને પોતાની છેલ્લી બે ફિલ્મોનાં ગીતોની ધૂન પણ તેમણે જ બનાવી છે. હકીકતમાં ભારતીય સિનેમાના ઈતિહાસમાં અનેક સફળ નિર્દેશકોની પાસે સંગીતની ઊંડી સમજ હતી અને તેમની ફિલ્મોના સંગીતમાં તેમનું યોગદાન ઘણું રહ્યું છે.
રોમિયો-જુલિયટ પર આખી દુનિયામાં અનેક ફિલ્મો બની છે. નિર્માતા ફ્રેન્કો જેફરલીએ પોતાની આવૃત્તિમાં સત્તર વર્ષની કન્યાને જુલિયટ અને અઢાર વર્ષના યુવકને રોમિયોની ભૂમિકા આપી હતી. આપણે ત્યાં ‘દેવદાસ’ની અગિયાર આવૃત્તિ બની છે પરંતુ અત્યાર સુધી કોઈ પણ નિર્માતાએ સત્તરની પારો, અઢારનો દેવદાસ અને વીસ વર્ષની ચંદ્રમુખી લીધી નથી. પ્રેમકહાનીમાં યુવાન હૃદય તૂટવાની વેદના અલગ જ હોય છે. શેકસપિયરના જમાનામાં પણ એક નાટક રોમિયો-જુલિયટ પર હતું અને તેના અંતમાં બંને પ્રેમીઓને કબરની નીચે ખોદવામાં આવેલી સુરંગમાંથી જીવતા ભગાડી દેવામાં આવે છે.
કથા પણ ચાર વર્ષનો ઘટનાક્રમ રજુ કરે છે. શેકસપિયરે આ કથાને ચાર દિવસમાં સમાવી લીધી છે, કેમ કે સાચા પ્રેમીઓને લાંબો વિરહ મારી નાખે છે અને તેમણે કથામાં રોમાંચ પણ જાળવી રાખ્યો છે. કોઈ સુરંગ નથી અને કોઈ સુખી અંત પણ નથી. આપણી ‘મોગલ-એ-આઝમ’માં સુરંગ છે અને અનારકલીને જીવતી રાખીને પોતાના પ્રેમીથી દૂર મોકલી આપવામાં આવી છે. પ્રેમીઓ માટે આ બાબત જ સૌથી મોટો અત્યાચાર હોય છે.
હકીકતમાં આજની ખાપ પંચાયત પણ રોમિયો-જુલિયટને મૃત્યુદંડ ફટકારે છે અને તેનો પ્રભાવ એટલો બધો છે કે આ જ મહિને ‘અદાલત’ નામની એક ધારાવાહિકમાં આવી જ એક કથા રજુ કરાઈ હતી, પરંતુ અંતમાં દોષ ખાપ પંચાયત પર ન નાખીને એવું દર્શાવાયું કે એ જ યુવકની પ્રથમ પ્રેમિકાએ બધી હત્યા કરી હતી. રોમિયો-જુલિયટમાં બે પરિવારોની જુની દુશ્મની પ્રેમીઓને મળવા દેતી નથી. આ કથા નવી નથી પરંતુ પારિવારિક દુશ્મનીની કથા આજે પણ યથાવત્ છે. સંજય લીલા ભાણશાળી અને ઇસ્માઈલ દરબાર ક્યારેક મિત્રો હતા પરંતુ આજે નથી, છતાં પણ તેમની વિચારશૈલી આજે પણ એક્સરખી છે. આથી એક જ કથા માટે બંને બે જુદી-જુદી ફિલ્મો બનાવવા માગે છે.
એક્સ્ટ્રા શોટ : ૧૯૯૯માં પ્રદર્શિત ‘હમ દિલ દે ચૂકે સનમ’ માટે ઇસ્માઈલ દરબારને સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.