Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Parde ke Pichhe
 

બોલીવૂડમાં જામી લગ્નો અને પુન:મિલનની ઋતુ

 
Source: Parde Ke Peeche, Jai Prakash Chouksey   |   Last Updated 12:25 AM [IST](31/01/2012)
 
 
 
 
 

ફિલ્મઉદ્યોગમાં કલાકારોનાં લગ્ન અને વિખૂટા પડેલા પ્રેમીઓનાં પુન:મિલનનાં દિવસોની શરૂઆત થવા જઈ રહી છે.


લગ્ન અને પ્રેમની ઋતુની સાથે જ પાસા પણ જોડાયેલા છે અને કહેવાય છે કે જુગારમાં દુભૉગ્ય ધરાવનારનું ભાગ્ય પ્રેમનાં ક્ષેત્રમાં ચમત્કાર કરે છે અને પ્રેમમાં સફળ લોકો સટ્ટામાં હારી જતાં હોય છે.


ફિલ્મઉદ્યોગમાં કલાકારોનાં લગ્ન અને વિખૂટા પડેલા પ્રેમીઓનાં પુર્નમિલનનાં દિવસો શરૂઆત થઈ રહી છે. રિતેશ દેશમુખ અને જેનિલિયા ડિસોઝાનો લગ્નસમારંભ બીજી ફેબ્રુઆરીથી પાંચ દિવસ સુધી ચાલશે. વરના પિતા મહારાષ્ટ્રના પ્રભાવશાળી નેતા હોઈ આ લગ્નમાં રાજકીય ધૂરંધરો પણ દેખાશે. સોહા અલી ખાન પણ ટૂંક સમયમાં કૃણાલ ખેમૂ સાથે સગાઈ કરવાની છે અને તેના ભાઈ સૈફ અલી ખાન તથા કરીના કપૂર ફિલ્મ ‘એજન્ટ વિનોદ’ની રિલીઝ બાદ લગ્ન કરવાનાં છે.


રણબીર કપૂર અને દીપિકા પાદૂકોણની વચ્ચે ફરીથી મધુર સંબંધો ગૂંથાઈ રહ્યાં છે. તેઓ અયાન મુખર્જીની આગામી ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યાં છે. સલમાન ખાન અને કેટરીના કબીર ખાનની ‘એક થા ટાઇગર’નું કાહિરામાં શૂટિંગ કરી રહ્યાં છે અને ફેબ્રુઆરીમાં બેંગકોકમાં કામ પૂરું થયા પછી કેટરીના શાહરુખ અને અનુષ્કા શર્મા સાથે યશ ચોપડાની એક ફિલ્મના લાંબા શૂટિંગ માટે લંડન જઈ રહી છે. શાહરુખ-સલમાન વચ્ચેની દુશ્મનાવટમાં હવે કેટરીના સેતુ બની છે.


આદિત્ય ચોપડાએ યશ ચોપડાની ફિલ્મની પટકથા લખી છે અને આમિર-કેટરીના કૈફ અભિનિત ‘ધૂમ-૩’માં રાની મુખર્જી માટે એક અસાધારણ ભૂમિકા પણ રચી છે. કદાચ આટલી જવાબદારીઓને કારણે જ તેઓ રાની મુખર્જી સાથે લગ્ન કરવા સમય કાઢી શકતા નથી. લગ્ન-સગાઈ અને પ્રેમીઓનાં મિલનની મળવાની આ મોસમમાં કંઈ પણ થઈ શકે છે.


એક જમાનામાં ઇંગ્લેન્ડની રેકોર્ડિંગ કંપનીએ પ્રેમની ઋતુમાં પ્રાણીઓ અને પક્ષીઓ દ્વારા કઢવામાં આવતાં વિવિધ અવાજોનું રેકોર્ડિંગ બહાર પાડ્યું હતું. એક શિકારીએ એ જ રેકોર્ડિંગનો ઉપયોગ કરીને એક માણસખાઉ વાઘને પોતાની બખોલમાંથી બહાર આવવા ફરજ પાડી તેને આસાન શિકાર બનાવ્યો હતો. પ્રાણીઓમાં મેટિંગ સિઝન હોય છે, પરંતુ માનવી પર તે લાગુ પડતું નથી.


આ વર્ષે શિયાળાની ઋતુ લાંબી ચાલશે અને વસંતઋતુના આગમનનું અનુમાન જ કરી શકાયું નથી, પરંતુ પાશ્વાત્માં કોઈક ધૂન તો વાગી રહી છે. રિતેશ અને જેનિલિયાનું પ્રેમ પ્રકરણ ઘણાં વર્ષોથી ચાલે છે. સૈફ-કરીનાને સાથે રહેતાં મુદ્દત વીતી ગઈ છે. ક્યાંક કંઈક તો ઘટી રહ્યું છે કે આ બધાં લગ્નો થઈ રહ્યાં છે.


રાજકારણમાં અત્યારે ચૂંટણીઓની ઋતુ છે અને તેમાં પણ સત્તા મેળવવા માટે વિચિત્ર ગઠબંધન થઈ શકે છે. સત્તા મેળવવાની વાત આવે ત્યારે કટ્ટર વિરોધીઓ પણ બધા જ સિદ્ધાંતો નેવે મૂકીને એકબીજાને સાથ આપતાં થઈ જાય છે. ભારતમાં સત્તાના ઘાટ પર બકરી અને સિંહ એક સાથે પાણી પીએ છે. એ વાત પણ હકીકત છે કે જંગલમાં સિંહોની સંખ્યા ઘટી રહી છે અને રાજકારણમાં ચારેકોર ઘેટાં-બકરાં જ દેખાઈ રહ્યાં છે.


આ વખતે યોજાઈ રહેલી ચૂંટણીમાં સટ્ટા બજાર લગભગ શાંત છે, કારણ કે સ્થિતિ એટલી બધી ગૂંચવાયેલી છે કે મતદારો કોની તરફેણમાં જશે એ કહી શકાય એમ નથી. જોકે સટ્ટા બજાર વધુ સમય સુધી નિષ્ક્રિય રહી શકતું નથી. આ પ્રકારની નિરાશા સટોડિયાઓનું પાચન બગાડી નાંખે છે અને હાર-જીતથી પણ વધુ તેઓ પોતાનું સ્વાસ્થ્ય ટકાવી રાખવા દાવ જરૂર લગાવે છે. સટ્ટો ધર્મની નિરાળી રીત છે. લગ્ન અને પ્રેમની ઋતુની સાથે જ પાસા પણ જોડાયેલા છે અને કહેવાય છે કે જુગારમાં દુભૉગ્ય ધરાવનારનું ભાગ્ય પ્રેમનાં ક્ષેત્રમાં ચમત્કાર કરે છે અને પ્રેમમાં સફળ લોકો સટ્ટામાં હારી જતાં હોય છે.


એક્સ્ટ્રા શોટ : રિતેશ દેશમુખ અને જેનિલિયા ડિસોઝાએ વર્ષ ૨૦૦૩માં પ્રદર્શિત ફિલ્મ ‘તુજે મેરી કસમ’ સાથે પોતાની અભિનય સફર શરૂ કરી હતી.


પરદેકે પીછે, જયપ્રકાશ ચોક્સે


jpchowksey@yahoo.in


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.