ભેટ ખરીદવામાં ઇચ્છાઓ અને સપનાં અભિવ્યક્ત થતાં હોય છે. આપણે પેકેજિંગ ખરીદીએ છીએ, કેમકે આપણો રસ પોલો અને તળિયે બેસી ગયો છે.
આપણી પાસે એન્જેલાની જેમ પાણીનો ધોધ ખરીદવાના પૈસા ભલે ન હોય પરંતુ સ્વજનોને વૃક્ષ તો આપી શકીએ. સિગારેટ કે તમાકુ છોડીને વાયુમંડળને દોષરહિત બનાવી શકીએ છીએ.
હોલિવૂડની ટોચની અભિનેત્રી એન્જેલિના જોલીએ પોતાના અભિનેતા બોયફ્રેન્ડ બ્રાડ પિટને તેના ૪૮મા જન્મદિવસે પાણીના એક ધોધ અને તેની આજુબાજુની જમીન ભેટમાં આપી છે. હકીકતમાં ૨૦૦૬માં આ બંનેએ ૧૯૩૫માં એક ધોધ ઉપર બનેલું ફ્રેન્ક લોઈડ રાઈટનું ઘર જોયું હતું અને પૌરાણિક વસ્તુઓના શોખીન બ્રાડને આ જગ્યા ઘણી જ ગમી હતી. જ્યાંથી પાણીના ધોધનો ખળખળ અવાજ આવતો હોય એવી જગ્યાએ પોતાનું ઘર હોય એવું બ્રાડનું સપનું હતું. રિચર્ડ બર્ટને પોતાની પત્ની એલિઝાબેથને હીરાનો કિંમતી હાર ભેટમાં આપ્યો હતો. ઉલ્લેખનીય છેકે બર્ટન-ટેલરનાં પ્રેમલગ્ન થયાં હતાં, પછી છુટાછેડા અને ફરી પાછા લગ્ન થયાં હતાં.
એન્જેનિલાના જોલીનાં વખાણ કરવાં જોઈએ કે તેણે પોતાના બોયફ્રેન્ડને પાણીનો ધોધ ભેટમાં આપ્યો છે. આપણી પાસે એન્જેલાની જેમ પાણીનો ધોધ ખરીદવાના પૈસા ભલે ન હોય પરંતુ સ્વજનોને વૃક્ષ તો આપી શકીએ છીએ. આટલું ન કરી શકીએ તો આપણે સિગારેટ કે તમાકુ છોડીને એ વાયુમંડળને દોષરહિત બનાવી શકીએ છીએ.
જેમાં આપણા સ્વજનો શ્વાસ લે છે. તેમાં પણ મુશ્કેલી પડતી હોય તો આપણે ઉપયોગ કર્યા બાદ પાણીનો નળ બરાબર બંધ કરી શકીએ છીએ, રૂમની લાઈટ બંધ કરી શકીએ છીએ. સત્ય એ છે કે આપણા પ્રેમને અભિવ્યક્ત કરવાની હજારો રીત હોઈ શકે છે. તમારા જીવનને પ્રેમમય કરી નાખો અને જુઓ કે ઠેર-ઠેર તમને પાણીના ધોધ જોવા મળશે, ફૂલ જ ફૂલ ખીલેલા હશે.
હકીકતમાં ભેટ ખરીદવામાં પણ ઇચ્છાઓ અને સપનાં અભિવ્યક્ત થતાં હોય છે. આપણે હંમેશાં પેકેજિંગ ખરીદીએ છીએ, કેમકે આપણો રસ પણ એટલો જ પોલો અને તિળયે બેસી ગયો છે. પૃથ્વીરાજ કપૂર ૧૯૪૨માં એક લાખ રૂપિયા મહેનતાણું મેળવતા હતા, જેનાથી એક આખો મહોલ્લો ખરીદી શકાતો હતો, પરંતુ તેઓ આખું જીવન ભાડાના મકાનમાં જ રહ્યા, કેમકે પોતાનાં નાણાંને તેઓ નાટકો પાછળ ખર્ચતા હતા.
રાજ કપૂરે પણ પોતાના પિતાની જેમ ખુદની કમાણી ફકત ફિલ્મોમાં લગાવી અને આખું જીવન ભાડુઆત જ રહ્યા. તેમનાં પત્ની શ્રીમતી કૃષ્ણા કપૂર ખુદના ઘરના અભાવથી દુ:ખી રહેતાં હતાં. ૧૯૬૪માં ‘સંગમ’ ફિલ્મની જોરદાર સફળતા બાદ રાજ કપૂરે પોતાની ફિલ્મોની જેમ જ રોચક ઘટનાક્રમ બનાવતાં ભેટ આપવા માટે પોતાની પત્નીને કારમાં બેસાડ્યાં અને પુનાથી ૨૦ કિલોમીટર દૂર લગભગ એક સો એકરનું એક લોની ફાર્મ બતાવ્યું, જે તેઓ કૃષ્ણાજીને ભેટ આપવા માટે ખરીદી ચૂક્યા હતા. આ તેમનો ‘પાણીનો ધોધ’ જ હતો.
આ જ ફાર્મની વચ્ચેથી મુથ્યા નદી પસાર થતી હતી, જેના પૂરમાં ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ના ગામનો સેટ વહી ગયો હતો અને પૂરનાં કેડસમા પાણીમાં પણ ઊભા રહીને રાજ કપૂરે શૂટિંગ કર્યું હતું. પ્રેમની સર્વશ્રેષ્ઠ ભેટ પ્રેમ જ હોઈ શકે છે, કે પછી પાણીનો ધોધ કે લોની ફાર્મ હોઈ શકે છે.