Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Parde ke Pichhe
 

અણ્ણાની કાર્યપદ્ધતિ કેટલી સાચી?

 
Source: Parde Ke Peeche, Jai Prakash Chouksey   |   Last Updated 12:00 AM [IST](08/11/2011)
 
 
 
 
 
ન્યાયપ્રક્રિયા જ એટલી લાંબી છે કે લોકો હતાશ થઈ જાય છે. તેની આસપાસ અનેક બચાવપ્રયુક્તિ છે જેનાથી લોકો ન્યાય સાથે રમત રમે છે

હકીકતમાં કાયદા અને ન્યાયના ક્ષેત્રમાં તમામ નિર્ણયો પુરાવા અને જુબાનીના આધારે કરવાનું એટલા માટે નક્કી કરવામાં આવ્યું છે કે, સો ગુનેગારોમાંથી નવ્વાણું ભલે છુટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ અને આ આદર્શને કારણે જ ગુનેગારો આઝાદ થઈ જાય છે.

દાયકા પહેલાંની અકિરા કુરોસાવાની ‘રશોમોન’માં એક ગુનાના ચાર સાક્ષી દ્વારા તે ઘટનાનું અલગ આગ વર્ણન સાંભળીને એમ લાગ્યું કે ચાર અલગ અલગ ગુના થયા હતા. દરેક વ્યક્તિએ પોતાની પસંદ-નાપંસદ અને પૂર્વગ્રહોનો પોતે જોયેલી ઘટના સાથે જોડીને તેને રજુ કરી. તેથી સત્ય સુધી પહોંચવું મુશ્કેલ છે. રશિયાના મહાન લેખક દોસ્તોએવસ્કીની રચના ‘ક્રાઈમ એન્ડ પનશિમેન્ટ’ પર અનેક દેશોમાં ફિલ્મ બની છે. દોસ્તોએવસ્કીની રચના ગુનો, દંડ અને પ્રાયશ્વિતનું માહાકાવ્ય છે. અગાથા ક્રિસ્ટીની કથા ‘વિટનેસ ફોર ધ પ્રોસિકયૂશન’ પર પણ અનેક ફિલ્મો બની છે.

કાયદા અને ન્યાયના ક્ષેત્રમાં તમામ નિર્ણયો પુરાવા અને જુબાનીના આધારે કરવાનું એટલા માટે નક્કી કરવામાં આવ્યું છે કે, સો ગુનેગારોમાંથી નવ્વાણું ભલે છુટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ અને આ આદર્શને લીધે જ ગુનેગારો આઝાદ થઈ જાય છે. ન્યાયની પ્રક્રિયા જ એટલી લાંબી અને મોંઘી છે કે લોકો હતાશ થઈ જાય છે. ભારતમાં ન્યાય પ્રક્રિયાની આસપાસ અનેક બચાવપ્રયુક્તિઓ છે જેની મદદથી લોકો ન્યાય સાથે રમત રમે છે. અદાલતની રમતમાં નવી બાબત એ બની છે કે મીડિયા પોતાની ટ્રાયલ રજુ કરે છે અને તેનો ફેંસલો પણ જાહેર કરે છે.

મીડિયાથી પ્રભાવિત અદાલતોમાં ન્યાય મળતો નથી, જો કે આ મીડિયાના દબાણથી જ જેસિકા લાલ જેવા કેસમાં ન્યાય મળ્યો હતો. અદાલતમાં કેબ્રેને ત્યારે અપરાધ માનવામાં આવે છે જ્યારે પૈસા ખર્ચ કરનાર વ્યક્તિ તેને નારાજગી અને જુગુપ્સાનું કારણ સમજે. હવે આવા તમાશા જોવા વાળા શા માટે ફરિયાદ કરે? આવી અશ્લીલતા સાથે સંકળાયેલી પેનલ કોડ સેકશન ૨૯૨, ૨૯૩, ૨૯૪માં અશ્લીલતાની પરિભાષા માટે વેબસ્ટર ડિકશનરીમાં જણાવ્યું છે, જેનો જન્મ વિકટોરિયન છદ્મ નૈતિકતા સાથે જોડાયેલો છે, ભારતીય સંસ્કૃતિઓ પોતાની કોઈ વ્યાખ્યા નક્કી નથી કરી. આવી સ્થિતિના કારણે જ અનેક ભ્રષ્ટાચારીઓ દંડથી બચી ગયા છે. સત્તાની સ્વાર્થની સાથે લોકોને ઉદાસી પણ તેની સાથે જોડાયેલી છે.

તે જ કારણે જનલોકપાલ બિલની આવશ્યકતા એ સમયની માગ છે. કલ્પનાહીન કોંગ્રેસે તેમની અજાણતાં મદદ કરી છે. અણ્ણા માટે ભેગા થયેલા અસંખ્ય લોકોએ ક્યારેય અંગત જીવનમાં ડોકિયું કરીને પોતાનું આચરણ જોયું નથી. અણ્ણા માટે ભેગી થયેલી ભીડની વાત જવા દઈએ તો પણ અણ્ણાના નજીકના સાથીઓ પર અનેક આરોપો છે. આજે જ્યારે અણ્ણા કેટલાક સાથીઓનો વિકલ્પ નથી શોધી શકતા તો જનલોકપાલ માટે હજારોની સંખ્યામાં ક્રિયાશુદ્ધ લોકો લાવશે ક્યાંથી? જનલોકપાલ સંસદ અને કોર્ટથી અલગ રહીને સત્તાનું એક નવું કેન્દ્ર બનશે અને નવા પ્રકારનો ભ્રષ્ટાચાર શરૂ થશે.

અણ્ણાના ઘણા લોકો તેનો જ ઉપયોગ કરીને વ્યક્તિગત એજન્ડા બનાવીને દમનચક્ર ચલાવશે. અત્યારે તો અણ્ણાના કુવામાં જ ભંગાણ પડ્યું છે. અણ્ણાના વિચારો સારા છે પણ તેમના સાથીઓ કંઈક અલગ જ વિચારે છે. શું ટીમ અણ્ણાની કાર્ય પદ્ધતિ બ્લેકમેઈલિંગનો આભાસ નથી આપતો?

એક્સ્ટ્રા શોટ : જેસિકા લાલ પ્રકરણ પર આધારિત રાજકુમાર ગુપ્તાના ફિલ્મ ‘નો વન રિલ્ડ જેસિકા’ આ વર્ષે જાન્યુઆરીમાં રજુ થઈ હતી, જેને દર્શકોની સાથે સાથે વિવેચકોએ પણ વખાણી હતી.

પરદેકે પીછે, જયપ્રકાશ ચોક્સે

jpchowksey@yahoo.in
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.