હકીકતમાં અંદરની ‘ગંદકી’ સાફ કર્યા વગર આપણે કોઈપણ સિલ્કને આત્મહત્યા કરતાં રોકી શકતાં નથી. આપણા ‘અંતરઆત્મા’માં જ ‘ડર્ટી પિકચર’ છે.
ગુલામીના દિવસોમાં સેન્સરનો હેતુ માત્ર એટલો જ હતો કે બ્રિટિશ શાસનની વિરુદ્ધ કોઈ ર્દશ્ય કે સંવાદ દર્શાવાય નહીં. આઝાદી મળતાની સાથે જ આપણે ખુદનો સેન્સરશિપ કોડ અમલમાં મૂક્યો. આ કોડે અજાણતાં જ ફિલ્મોમાં પ્રેમનાં પ્રદર્શન પર પ્રતિબંધ લાધ્યો.
ફિલ્મ ‘રોકસ્ટાર’ની નાયિકા ગંદકી ફેલાવવા માટે દિલ્હીના કોઈ મહોલ્લાની ટોકિઝમાં ‘જંગલી જવાની’ નામની ફિલ્મ જોવા જાય છે. આ પ્રકારની ફિલ્મો હંમેશાં બનતી આવી છે. ફિલ્મ બનાવતા તમામ દેશોમાં મુખ્ય સ્ટુડિયોની નજીકની સાંકડી ગલીઓમાં આવી ફિલ્મોનું સર્જન રહે છે. એક જમાનામાં ઈન્દિરા ગાંધીએ રાજકીય કારણોસર હોલિવૂડની ફિલ્મોની આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ બિનનિવાસી ભારતીયો ભારતીય રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના માધ્યમ દ્વારા પાંચ હજાર ડોલર જમા કરાવીને વિદેશી ફિલ્મોની આયાત કરી શકતા હતા. એ વખતે લગભગ અશ્લીલ ફિલ્મોની જ આયાત કરવામાં આવી અને ભારતનાં જે થિયેટરો હોલિવૂડની ફિલ્મો દર્શાવતા હતા, તેમાં આ અશ્લીલ ફિલ્મો દેખાડવામાં આવતી હતી.
સિલ્ક સ્મિતા નામની કલાકારે ‘જંગલી જવાની’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો અને એટલી લોકપ્રિયતા મેળવી કે ઘણા નિર્માતાઓએ આવી જ ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. સિલ્ક બધા જ દ્રશ્યોમાં પોતાના હોઠ આમંત્રણની મુદ્રામાં ખુલ્લા જ રાખતી હતી. તે સ્થિર હોવા છતાં ચંચળ હોવાનો ભાસ ઊભો કરતી હતી. તેની આ જ છબીએ સિટીઓ વગાવડાવી, ચીચિયારીઓ પડાવી. વ્યક્તિગત જીવનમાં પણ લોકો તેને ‘ઉપલબ્ધ’ ગણવા લાગ્યા. પરંતુ તેની આ છબીએ જ તેના અંગત જીવનમાં મુસિબત પેદા કરી અને તેણે કથિત રીતે આત્મહત્યા કરી લીધી. આ પ્રકારનાં પ્રકરણોમાં હત્યાને પણ આત્મહત્યા તરીકે રજૂ કરાય છે અને પુરવાર પણ કરી દેવાય છે.
ગુલામીના દિવસોમાં સેન્સરનો હેતુ માત્ર એટલો જ હતો કે બ્રિટિશ શાસનની વિરુદ્ધ કોઈ ર્દશ્ય કે સંવાદ દર્શાવાય નહીં. આલિંગન, ચુંબન વગેરે માટે કોઈ પ્રતિબંધ નહોતો, પરંતુ આઝાદી મળતાંની સાથે જ આપણે ખુદનો સેન્સરશિપ કોડ અમલમાં મૂક્યો. આ કોડે અજાણતાં જ ફિલ્મોમાં પ્રેમનાં પ્રદર્શન પર પ્રતિબંધ લાધ્યો. પ્રેમની અભિવ્યક્તિ માટે ફિલ્મોમાં પક્ષીઓની ચાંચ ટકરાવવી, વૃક્ષોની આસપાસ દોડવું વગેરે જેવાં સાંકેતિક દ્રશ્યોની શરૂઆત થઈ.
આ જ સેન્સરશિપ કોડે પુરુષોની લંપટતાનો સાથ આપીને લગભગ અશ્લીલ હોય તેવી ફિલ્મોનાં નિર્માણના ધંધાને જન્મ આપ્યો. સુપરસ્ટારની ફિલ્મોમાં પણ દ્રિઅર્થી સંવાદ લખનારા લેખકોને માન મળવા લાગ્યું. દાદા કોંડકેએ એક પછી એક પીટાઈ જતી ફિલ્મોનું નિર્માણ કર્યું અને ‘ગંદકી’ને માન્યતા અપાવી. શું આ ‘ગંદકી’ એટલા માટે ફેલાઈ કે સેન્સરના નિયમો અસ્વાભાવિક અને કડક છે? ખરેખર તો આ ‘ગંદકી’ની ચાહના આપણા મનમાં જ છુપાયેલી હતી.
એક જમાનામાં લખનઉની એક ટુવિન નામની રેકોર્ડિંગ કંપનીએ દેશભક્તિના અનેક ગીતો રજૂ કર્યા. ‘પાન ખાએ બલમા, સૈંયા તરસે’ પણ લોકગીત છે. એક સમયે ‘ભાંગ કી પકૌડી’ વાંચ્યા વગર કસ્બાનો છોકરો યુવાન થઈ શકતો નહોતો. આપણે તો અધ્યાત્મને નામે ‘રતિપુરાણ’ નામનાં અશ્લીલ પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે. હકીકતમાં અંદરની ‘ગંદકી’ સાફ કર્યા વગર આપણે કોઈપણ સિલ્કને આત્મહત્યા કરતાં રોકી શકતાં નથી. આપણા ‘અંતરઆત્મા’માં જ ‘ડર્ટી પિકચર’ છે.
એક્સ્ટ્રા શોટ : ‘રોકસ્ટાર’ ઈમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત ચોથી ફિલ્મ છે. આ અગાઉ તેઓ ‘સોચા ન થા’, ‘જબ વી મેટ’ અને ‘લવ આજ કલ’ જેવી ફિલ્મોનું નિર્દેશન કરી ચૂક્યા છે.