Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Parde ke Pichhe
 

કોમિક્સ અને સુપરહીરોની અજાયબ દુનિયા

 
Source: Parde Ke Peeche, Jai Prakash Chouksey   |   Last Updated 12:01 AM [IST](13/10/2011)
 
 
 
 
 
ચમત્કારિક ઘટનાઓ માત્ર એટલા માટે બનતી હોય છે કેમ કે માનવી તેને સાચા દિલથી માનતો હોય છે.

જીવનના વિકાસમાં વાંદરો મનુષ્યથી ફક્ત કેટલાંક ડગલાં જ પાછળ છે. તે મનુષ્ય બનતાં-બનતાં બચી ગયો અને કદાચ એ કારણે જ વફાદાર રહ્યો છે.

‘તેરે બિન લાદેન’ દ્વારા જાણીતા થયેલા ફિલ્મનિર્માતા અભિષેક શર્માએ ‘મંકીમેન’નામની એક નવલકથા લખી છે, જે ૨૨મી ઓક્ટોબરે કોમિક-કોનમાં પ્રકાશિત થનારી છે. ૬૦ પાનાંની આ રચના બાળકો માટે પ્રકાશિત કરવામાં આવનારી છે. દિલ્હીમાં દસ-બાર વર્ષ પહેલાં એક વાંદરાએ જે આતંક મચાવ્યો હતો અને જે રહસ્યમય રીતે તે પ્રગટ થયો અને તે જ રીતે ગાયબ થઈ ગયો હતો.આ ઘટનાને માત્ર દૈવી કહેવાનું આપણને વધુ સુવિધાજનક લાગે છે.

આ ઘટનામાંથી જ અભિષેક શર્માને પ્રેરણા મળી છે.ચમત્કારિક ઘટનાઓ માત્ર એટલા માટે બનતી હોય છે કેમ કે માનવી તેને સાચા દિલથી માનતો હોય છે. મૂર્તિઓના દૂધ પીવાની કે માહિમ ક્રીકના દરિયાનું પાણી મીઠું થઈ જવું જેવી બાબતોનું વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ ઉપલબ્ધ છે, પરંતુ ધાર્મિક આખ્યાનોના તારોથી વણાયેલું આપણું મન ચમત્કારની આશા રાખતું હોય છે.

પ્રતિભાશાળી અભિષેક શર્માનું કહેવું છે કે સુપરમેન કોમિક્સના ક્ષેત્રમાં ભારતમાં બહુ કામ થયું નથી. રાકેશ રોશને ‘ક્રશિ’ દ્વારા સુપરહીરો નાયક રજુ કર્યો હતો અને શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘રા.વન’ પણ સુપરહીરો કથાનકવાળી છે. હોલિવૂડમાં પણ આ પ્રકારની ફિલ્મો બનતી આવી છે. ટેક્નોલોજીના વિકાસની સાથે આ પ્રકારની ફિલ્મોનું જાણે કે ઘોડાપૂર આવ્યું છે. વિદેશોમાં સિનેમા પાંચથી પંદર વર્ષના બાળકોના બળે જ સફળ થયું છે. ભારતમાં આ દર્શક વર્ગ હવે પોતાની હાજરી દેખાડી રહ્યો છે. જોકે સલીમ-જાવેદે લખેલી ‘હાથી મેરે સાથી’ ફિલ્મે આ દર્શકવર્ગની તાકાત દેખાડી દીધી હતી.

અભિષેક શર્મા જણાવ્યું કે તેમની રચના ટ્રૈગ્યો કોમિક છે. વાંદરો જ્યારે નદીમાં કન્યાના પ્રાણ બચાવી રહ્યો છે ત્યારે જ તે તેને ડૂબાડવાનો પ્રયાસ કરતો હતોનો અર્થ લેવામાં આવે છે. પોતાના સુપરહીરો માટે અભિષેક શર્માએ વાંદરાને નાયક તરીકે પસંદ કર્યો છે. રામાયણમાં વાંદરાનું સ્વામીભક્તિના પ્રતીક સ્વરૂપે વર્ણન કરવામાં આવ્યું છે.

સલીમખાન સાહેબનું કહેવું છે કે, મહાકવિ વાલ્મીકિએ સ્વામીભક્તિના પ્રતીક સ્વરૂપે મનુષ્યનું વર્ણન કર્યું નથી, કેમ કે તે દગાખોર છે. માણસ જેનો માલ ખાતો હોય છે તેની જ પીઠમાં ખંજર ભોંકતો હોય છે. હનુમાનકથાએ સદીઓથી મનુષ્યમાં સાહસ તથા સ્વામીભક્તિનો સંચાર કર્યો છે. તેમનું એમ પણ માનવું છે કે જીવનના વિકાસમાં વાંદરો મનુષ્યથી ફક્ત કેટલાંક ડગલાં જ પાછળ છે. તે મનુષ્ય બનતાં-બનતાં બચી ગયો અને કદાચ એ કારણે જ વફાદાર રહ્યો છે.

વિદેશોમાં કોમિક્સ પ્રકાશનની પરંપરા ઘણી જુની છે અને બીજા દેશોની સરખામણીમાં યુવાન દેશ અમેરિકા પાસે કોઈ આખ્યાન કે દંતકથાઓ નથી, આથી કોમિક્સે આ કમી પૂરી કરી છે. ભારતમાં અમર ચિત્રકથા રચનારા આ શાખાના પૂર્વજો છે. કોમિક્સ વાંચવાની સાથે જ ર્દશ્ય પણ રજુ કરે છે, આથી જ બાળકોમાં પણ લોકપ્રિય છે. વિઝ્યુઅલ હંમેશાં રસ જગાડતા હોય છે. બાળકોનો વાચકવર્ગ પણ મોટો છે અને કોમિક્સ પ્રકાશન એક ફૂલતો-ફાલતો વ્યવસાય છે. ટેક્નોલોજીએ પ્રિન્ટિંગ શાખામાં પણ ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે.

એક્સ્ટ્રા શોટ : વર્ષ ૨૦૦૧માં પ્રદર્શિત ‘અકસ’ રાકેશ ઓમપ્રકાશ મહેરાની પ્રથમ નિર્દેશિત ફિલ્મ હતી, જેમાં અમિતાભ, મનોજ વાજપેયી અને રવીના ટંડન મુખ્ય ભૂમિકામાં હતાં.

પરદેકે પીછે, જયપ્રકાશ ચોક્સે

jpchowksey@yahoo.in
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.